પૂર્વ કચ્છમાં પીઆઈ, પીએસઆઈ સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલી

પૂર્વ કચ્છ એસપી દ્વારા બઢતીના ૧ર જેટલા અલગ અલગ હુકમ કરાયા : એલસીબી પીઆઈની લાંબા સમયથી ખાલી જગ્યા પર એસ.એસ.દેસાઈને સોંપાઈ કાયમી જવાબદારી

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં પીઆઈ, પીએસઆઈ સંવર્ગના અધિકારીઓની આંતરીક બદલી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ દ્વારા બદલીના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ કચ્છ એલસીબી પીઆઈની મહત્ત્વની જગ્યા પર કાયમી અધિકારીની જગ્યા ખાલી હતી. જેમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા એસ.એસ. દેસાઈને એલસીબી પીઆઈ તરીકેની કાયમી જવાબદારી સોપાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ દ્વારા પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓની આંતરીક બદલી કરીને પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરાયા છે. જેમાં મળતી વિગતો મુજબ ભચાઉના પીઆઈ એસ.એન.કરંગીયાને બદલીને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે મુકાયા છે. જ્યારે ગાંધીધામ બી-ડિવિઝન પીઆઈ એસ.એસ. દેસાઈ પાસે બી-ડિવિઝન ઉપરાંત એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ તરીકેની પણ જવાબદારી હતી. તેમને હવે એલસીબી પીઆઈની જવાબદારી સોપાઈ છે. અંજાર સીપીઆઈ શ્રી ચૌધરીને ભચાઉ પીઆઈ તરીકે મુકાયા છે. આદિપુર મહિલા પોલીસ મથકના કે.પી.સાગઠીયાની કંડલા મરીન પોલીસ મથકે બદલી કરાઈ છે. અંજારના પીઆઈ એમ.એન. રાણાને અંજારના સીપીઆઈ તરીકે વધારાનો ચાર્જ સોપાયો છે. એલઆઈબી પીઆઈ ડી.વી. પરમારને એસઓજીની વધારાની જવાબદારી સોપાઈ છે. કંડલા પીઆઈ એ.જી.સોલંકીને ટ્રાફિક હ્યુમન રાઈટ્‌સ અને સાયબ ક્રાઈમની જવાબદારી સોપાઈ છે. ગાંધીધામ એ-ડિવિઝનના મહિલા પીએસઆઈ જે.એન.ચાવડાને આદિપુર મહિલા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ તરીકે મુકાયા છે. અંજારના પીએસઆઈ વિરમ લાંબરીયાને કંડલા, ભચાઉના પીએસઆઈ એન.વી. રહેવરને ગાંધીધામ એ-ડિવિઝન, રાપરના પીએસઆઈ એચ.એમ.પટેલને ગાંધીધામ એ-ડિવિઝન, કંડલાના પીએસઆઈ એમ.કે.વાઘેલાને કંડલાથી અંજાર, સામખિયાળીના પીએસઆઈ એમ.એન.જોષીની ભચાઉ પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે.