પ્લાન્ટમાં લેપીજી લીકેજની છાશવારે બનતી ઘટના..! :: કંડલામાં એજીસ કંપનીનો અધમ યથાવત : સુરક્ષા નિયમોના ખુલ્લેઆમ ધજાગરા…!

0
25

ઓઈલ-કેમીકલ-ગેસ સ્ટોરેજના કામ સાથે સંકળાયેલી એજીસ કંપનીમાં સતત બનતી સુરક્ષા ચુકની ઘટનાઓ આખાય કંડલા સંકુલ માટે બની શકે છે આફતની ઘટના : જાણકારોની લાલબત્તી

એજીસ કંપનીમાં કયારેક પાઈપલાઈનમાં થાય છે મોટા લીકેજ તો વળી કયારેક એલપીજી ગેસ લીકેજની પણ અવાર નવાર બની રહી છે ઘટના : આ જ પ્રકારની કંપીનના ગતકડાઓ થકી આ એજીસ કંપનીને બંધ કરવાની પણ અગાઉ અપાઈ ચુકી છે ફટકાર : જાે કે, કંડલા માત્ર નહી પણ છ-છ પોર્ટ પર આધિપત્ય જમાવતી આ કંપની ગાંધીજીવાળી નોટો દખાડીને બધાયના મોઢા સીવી નાખતી હોવાથી તેની સામે હજુ સુધી સમ ખાવા પુરતી પણ નથી થવા પામી લાલઆંખ ભરી કાર્યવાહી

ગાંધીધામ : કંડલા બંદરને અડીને અનેકવિધ જગવિખ્યાત મસમોટી કંપનીઓ કાર્યરત છે. અહી અનેક પ્રકારના હેર્જાડીયસ એટલે કે અતિજવલંતશીલ કેમીકલના સંગ્રહ પણ મોટી મેાટી કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ કંપનીઓની કોઈ નાની-મોટી ચુક આખાય ગાંધીધામ-કંડલા સંકુલના અસ્તિત્વને માટે ખતરારૂપ ન નીવડી જાય તે માટે ડીપીએ સહિતના તંત્રોએ આવી કંપનીઓ પર નિયંત્રણો રાખવા અને ચોકકસ ગાઈડલાઈનની અમલવારી કરાવવાની હોય છે. પરંતુ ન તો આ કંપનીઓ આ ગાઈડલાઈનને અનુસરે છે કે પછી ન તો ડીપીએ-કંડલાના પ્રસાસન આવી કંપનીઓને ફરજ પાડી રહ્યા છે. તેનાથી સુરક્ષા મામલે બેદરકાર કંપનીઓના મનોળબ જાણે કે વધુને વધુ ઉચકાઈ જતા હોય તેમ અવાર નવાર અહીની કપનીઓમં ગંભીર પ્રકારની સુરક્ષા ચુકની વાતો ઉજાગર થવા પામી જ રહેતી હોય છે. દરમ્યાન જ કંડલા ખાતે કેમીકલ, ઓઈલ અને ગેસ સબંધિત કામ કરનાર એજીસ ગ્રુપ ઓફ કંપનીમાં પણ આવી જ ઘટનાઓના પુનરાવર્તન થવાની બીનાઓ સતત સામે આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ ફરીથી એજીસ કંપનીના પ્લાન્ટમાં એલપીજી ગેસ લીક થયા હોવાની ચકચાર સામે આવવા પામી ગઈ હતી. એલપીજી ગેસ લીકેજ થયાની વાત જેટલી વાયુવેગે ફેલાઈ તેટલી જ ઝડપથી આ કંપની અને તેના સત્તાધીશોએ તેને દબાવી દીધી હોવાનુ મનાય છે. એલપીજી ગેસ લીકેજ થયાની ઘટના આ કંપનીની અગાઉ પણ બની જ ચુકી છે. તો વળી આ કંપનીની પાઈપલાઈનમાં મોટા લીકેજ થકી આસપાસમાં મેાટા પ્રમાણમાં કેમીકલના કળદાઓના તળાવ ભરાઈ જવા અને પ્રદુષણ થવા સહિતની ફરીયાદો પણ મોટા પ્રમાણમાં બહાર આવવા પામી ચૂકી છે. જાેવાની અને મજાની વાત એ છે કે, ફાટીને ધુમાડે ચડી ગયેલી અને આખાય ગાંધીધામ-કંડલા સંકુલના અસ્તિત્વ પર જાેખમ ઉભુ કરી જનારી આ કંપનીની સામે ડીપીએ-કંડલા પ્રસશાન કે પછી ફાયર સેફટી વિભાગ સહિતમાંથી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નથી. અને તેથી જ આ કંપનીને જાણે કે કોઈનો પણ ભય ન હોય તેમ આવી ગંભીર સુરક્ષા ચુક ઉપરાછાપરી આ કંપની દ્વારા થતી જ રહેતી હોવાનુ પણ દર્શાવવા પામી રહયુ છે. બીજીતરફ આ બાબતે એજીસ કંપનીના જવાબદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોનની ઘંટડીઓ રણકતી જ રહી હોવાથી વિફળ નીવડયો હતો.

કંડલાની એજીસ કંપનીમાં ગેસ લીકેજથી ભાગદોડ : તાકીદના પગલાથી જાનહાનિ ટળી

ગાંધીધામ : બારૂદના ગોળા પર બેઠેલા કંડલા સંકુલમાં જરા સહેજની લાપરવાહી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ છે. તેવામાં ગઈકાલે કંડલાની એજિસ કંપનીમાં ગેસ લિકેજ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. જાે કે તાકીદના પગલાથી મોટી જાનહાની થતા અટકી ગઈ હતી. કંડલા ખાતે આવેલી એજીસ કંપનીની એલપીજી ગેસની પાઈપલાઈનમાંથી ગેસ લીકેજ થતા હવામાં ગેસ ફેલાયો હતો, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. કંપની દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.