મંત્રી શ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલયનું ઉદ્દઘાટન

0
28

વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા પ્રેરિત ગુજરાત રાજપુત યુવા સંઘ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્વ.શ્રી નોંધુભા વેલુભા જાડેજા કન્યા છાત્રાલય અને બાશ્રી સૂરજબા નોંધુભા જાડેજા કન્યા વિધાલયનુ ભુજ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કન્યા કેળવણી દ્વારા સમાજ આગળ આવશે તેમણે મુખ્ય દાતાશ્રીઓનો અને સમાજના અગ્રણીઓને ખૂબ ખૂબ આભાર માન્યો હતો કે કન્યાઓ માટે પણ હવે ખુબ સારું શિક્ષણ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દીકરીઓ વધુમાં વધુ શિક્ષણ મેળવે અને આગળ આવે અને સમાજનુ નામ રોશન કરે તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ છાત્રાલય અને વિદ્યાલયમાં દિકરીઓ શિક્ષણની સાથે સંસ્કાર મેળવી અને સમાજને મજબૂતાઇ ઉપર લઈ જશે  અને સમાજનું ગૌરવ વધારશે.

છાત્રાલય અને વિદ્યાલયના મુખ્ય દાતા તરીકે મૂળ ભાચુંડાના અને હાલ અમદાવાદ ખાતે જી.ટી.પી.એલ.ના એમડી અનિરૂદ્ધસિંહ નોંઘુભા જાડેજા દ્વારા ર.પ૧ કરોડનું દાન અપાયું છે. પ૪ હજારથી વધારે ક્ષેત્રફળમાં નિર્મિત આ વિશાળ સંકુલમાં ૪૦૦થી ૭૦૦ કન્યાઓ રહી શકશે, જેમાં રહેવા ઉપરાંત કોન્ફરન્સ રૂમ, લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પાંચ કરોડથી વધુના ખર્ચે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઉદ્ઘાટન સમારંભ ધારાસભ્યશ્રી  વિરેન્દ્રસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો  આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અગ્રણી શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પરાક્રમસિંહ જાડેજા, તથા નારી રત્ન શ્રી ચેતનાબા જાડેજા તથા સમાજના મોભીઓ, તાલુકાના પ્રમુખશ્રીઓ, જીલ્લાના આગેવાનો, ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ શ્રી વિરભદ્રસિંહ જાડેજા તથા જિલ્લા બહારથી પધારેલા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં  આ પ્રસંગનુ સંચાલન રામદેવસિંહ જાડેજા મંજલ દ્વારા કરવામાં આવેલ હતું તથા સ્વાગત પ્રવચન કુલદીપસિંહ જાડેજા એ કરેલ હતું આ પ્રસંગે તમામ દાતાશ્રીઓનું શાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન  કરવામાં આવેલ  નૂતન સ્કૂલના મુખ્ય દાતા શ્રી અનુરુધ સિંહ જાડેજા   ઉપસ્થિત રહ્યાં હતાં  સ્વાગત પ્રવચનમાં કુલદીપસિંહ જાડેજાએ સમાજમાં એકતા સાથે વિકાસલક્ષી કાર્યો થાય તેમજ શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સમજ રચનાત્મક કાર્યો સતત થતા રહે તે માટે સૌના સાથ સહકારની અપીલ કરી હતી સમારંભના મુખ્ય મહેમાનશ્રી પુર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ભગીરથ કાર્ય બદલ આયોજકો  અને સમાજને અભિનંદન પાઠવી આજના સમય મુજબ આધુનિક્તા સાથેનું  ટેકનોલોજી અને  કોમેટિવ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત થાય  તે માટે ક્લાસિસ વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, નારણજી જાડેજા, બળવંતસિંહ જાડેજા, હઠુભા સોઢા, હઠુભા જાડેજા, અમૃતાબા ચૂડાસમા, અશોકસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા, કે.ડી.જાડેજા, ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સંત મુક્તાનંદજી બાપુ, ખાનાય જાગીરના સંત મેઘરાજજી દાદા, લીફરી જાગીર સંસ્કારધામ હરીસિંહ દાદા, રવીભાણ આશ્રમ નિગરીયાના સંત કલ્યાણદાસજી બાપુ, પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત પુરસોત્તમગિરિજી, મોગલધામ કબરાઉના સંત સામતભા બાપુ, ડુંગરશી ભગત આશ્રમના સંત જગજીવનદાસજી બાપુ, મંજલના દેવમાંશ્રી, દેવીબા માતાજી, પૂ.બાબાશ્રી મૃદુલાબા, કૈલાશ ગુફાના અદ્વૈતતગિરિજી માતા, પૂ. આશાપુરામાં માતાજી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા