બીકેટી દ્વારા નાડાપા ગામમાં સીસી રોડનું લોકાર્પણ

0
25

ભુજ : બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લી. તરફથી સામાજિક જવાબદારી વર્ષ ૨૦૨૨-૨૩ હેઠળ રૂ. ૪,૩૬,૮૦૦ના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.માજી સરપંચ દેવજીભાઈ કાગી અને દતુભાઈ ચાડે આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, નાડાપા ગામમાં સીએસઆર હેઠળ કંપની દ્વારા લોકઉપયોગી કાર્યો કરવામાં આવેલ છે. નાડાપા ગામના અગ્રણીઓ તથા ગ્રામજનોએ બીકેટી કંપની દ્વારા સીએસઆર હેઠળ કરેલ કામની સરાહના સાથે આભાર વ્યક્ત કર્યો હતો. બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લી. તરફથી સીએસઆર અને લાયઝન હેડ ડી.બી. ઝાલા, ડી.ડી. રાણા, એન.એમ. પરમાર, અલ્કેશ ભટ્ટ, માજી સરપંચ દેવજીભાઈ કાગી, નાડાપા ગામના તલાટી મંત્રી એચ.બી ઝાલા, દતુભાઈ, બાપા જીવા ફફલ, કાના કરશન ડાંગર, ગોપાલ કાગી, કમાભાઈ ચાડ, માવજી માતા, હરિ ચાડ, રમેશ માતા, હરિ કાગી, પ્રવીણ કાગી, વાસણ ડાંગર તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નરશી કાના પટેલે કર્યું હતું.