વામકામાં પતિએ પત્નિના માથામાં ધારીયું ફટકારી હત્યાનો પ્રયાસ કર્યો

0
33

ભચાઉ : તાલુકાના વામકા ગામે પતિએ પત્નિના માથામાં ધારીયું ફટકારીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. રાપર તાલુકાના ધાડધ્રો ગામે રહેતા અને ભોગ બનનારના પિતા દેવાભાઈ રણછોડભાઈ મસાલીયાએ સામખિયાળી પોલીસમાં જમાઈ સામે ફરિયાદ લખાવતા જણાવ્યું કે, તેમની દિકરી હીરૂબેન ઘરે હતી ત્યારે પતિ મનજી નરશીભાઈ કોલીએ હીરૂબેનને પુછયું કે, આપણો દિકરો શૈલેષ કયાં ગયો છે, જેથી હીરૂબેને દિકરો શૈલેષ ગામમાં રમવા ગયો હોવાનું કહ્યું હતું જેથી પતિએ આવેશમાં આવીને કહ્યું કે, ગામમાંથી જયાં હોય ત્યાંથી શૈલેષને લઈ આવ તેમ કહી ઉશ્કેરાઈને હીરૂબેનને જમણા કાનની ઉપર માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર ધારીયાનો ઘા મારી દીધો હતો. હીરૂબેનને જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી તેઓ ભાનમાં આવ્યા નથી, જેથી જમાઈ સામે હત્યાના પ્રયાસની કલમો તળે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા પીએસઆઈ વાય. કે. ગોહિલે તપાસ હાથ ધરી છે.