બે સપ્તાહે ફરી આરટીઓમાં જાહેરનામાની અમલવારી કરવાનું સુઝયું

0
122

  • દિવાળીની રજાઓ પૂર્ણ થતા આજે ખુલતા દિવસે બે ઈન્સ્પેકટરો ગેટ પર બેસી ગયા

અનધિકૃત વ્યક્તિ – એજન્ટો પર પ્રવેશબંધીનું નાટક હવે કેટલા દિવસ સુધી રહેશે તે જોવાનું રહ્યું !

ભુજ : બે સપ્તાહ પુર્વે આર.ટી.ઓ.ના મુખ્ય અધિકારી પાસે અરજદાર – એજન્ટ રજૂઆત કરવા ગયા બાદ થયેલી ઉગ્ર બોલાચાલી અનુસંધાને જાહેરનામાની અમલવારી કરવાનું સુઝયું હતું. અનધિકૃત વ્યક્તિઓ પર પ્રવેશબંધી લાદી દેવાઈ હતી, એકાદ દિવસ તમામ પર પ્રતીબંધ બાદ માંગણી સંતોષાઈ જતા ફરી પાછી એ જ સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન દિવાળીની રજાઓ બાદ મંગળવારે ખુલતા દિવસે ફરી બે ઈન્સ્પેકટરોને જાહેરનામાની અમલવારી કરવાનું સુઝયું હતું, જો કે હવે આ નિર્ણય કેટલા દિવસોમાં ફરી પાછો બદલાઈ જશે તે જોવાનું રહ્યું.આરટીઓમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બદલીઓ થતા નવા અધિકારી – કર્મચારીઓને મુકાયા છે. બે સપ્તાહપુર્વે ગ્લીચ નામની એરર સુધારવા માટે કોઈ દાદ ન આપતા અરજદાર અને એજન્ટ મુખ્ય અધિકારી પાસે પહોંચી ગયા હતા, જયાં એ.આર.ટી.ઓ. વિપુલ ગામીત સાથે બોલાચાલી થતા બીજા દિવસથી એજન્ટો પર પ્રવેશબંધી કરી જાહેરનામાની અમલવારીનું સુઝયું હતું. જો કે, એકાદ બે દિવસ જાહેરનામાની અમલવારીનું નાટક કર્યા બાદ અધિકારી – કર્મચારીઓની માંગણી સંતોષાઈ જતા તમામને આવવા દેવાયા હતા. જો કે દિવાળીની રજાઓ પુર્ણ થતા જ મંગળવારે ખુલતા દિવસે ઈન્સ્પેકટર અંકીત પટેલ અને પંચાલ ગેટ પર બેસી ગયા હતા અને અનધિકૃત વ્યક્તિઓને આવવા પર મનાઈ ફરમાવી દીધી હતી. આમ, ફરીથી જાહેરનામાની અમલવારી કરવાનું સુઝયું છે ત્યારે હવે આ નાટક કેટલા દિવસ ચાલશે તે જોવાનુુ રહ્યું તેમ એજન્ટ-અરજદાર વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.

અધિકારીઓના બે-બે દિવસે નિર્ણયો બદલાઈ જાય

આર.ટી.ઓ.માં નવા આવેલા અધિકારી વાહન નામ ટ્રાન્સફરમાં અરજદાર હાજર રહેશે તેવો નિર્ણય લીધો હતો, બાદમાં એક અરજીના પ૦૦ રૂપીયા લેવાની માંગણી સંતોષાઈ જતા થુંકેલુ ચાંટવું તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આમ હવે એજન્ટો પર પ્રંતિબંધ લાદવાનું બે સપ્તાહ ફરી સુઝયું છે ત્યારે આ નિર્ણયમાં પર થૂંકેલા ચાંટવા સમાન ફરીથી તમામને અંદર આવવા દેવાય તેમ દેખાઈ રહ્યું છે.