યક્ષ પાસે થયેલી સવા લાખની ચોરીમાં ર પકડાયા, ૪ના નામ ખૂલ્યા

0
34

નખત્રાણા : તાલુકાના મોટા યક્ષ નજીક આવેલા સુઝલોન કંપનીના યાર્ડમાંથી બુધવારે રાતથી ગુરૂવારે સવાર દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો સવા લાખની કિંમતની ર.૦પ ટનની ધાતુની પ્લેટો ચોરી ગયા હોવાની ફરિયાદ દેવેન્દ્રસિંહ સુજાનસિંગ ધાકરેએ નોંધાવી હતી. જે આધારે માનકૂવા પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ રાણા અને રૂપેશભાઈ દેસાઈ પેટ્રોલિંગમાં હતા. ત્યારે કોડકી ગામમાં બે ઈસમોને આધાર પુરાવા વગરની ધાતુની વજનદાર પ્લેટો સાથે પકડી લેવાયા હતા. જેમાં મૂળ નાના વરનોરાના અને હાલે ભીડ નાકા પાસે રહેતા ઈકબાલ સુલેમાન મમણ અને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામના સાગર રહીમભાઈ શાહ (મુસ્લિમ) પકડાયા છે, જયારે ભુજના અકરમ ઉર્ફે શિકારી, કમાગુનાના ભુરો અને જાવેદ તેમજ ચાવંડ ગામના સાદિક ઈકબાલ ગોગદાનું નામ ખુલ્યું છે. આરોપીઓ પાસેથી સવા લાખની પ્લેટો અને ર લાખની બોલેરો પીકઅપ મળી ૩.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઈકબાલ સામે અલગ અલગ ૪ પોસ્ટેમાં ગુના નોંધાઈ ચુકયા છે.