ગાંધીધામ સુધરાઈની બેઠકમાં ફરી ધાંધલ-ધમાલ : બગાસા ખાત્તા પત્તાસાવાળા સુકાની સામે રોષ.!

0
38

  • નાળા સફાઈના નામે ડીંડકનો પર્દાફાશ..!

વરસાદી નાળાઓની શહેરભરમાં છે ઠેર-ઠેર અવદશા : કચરાઓના ગંજ મોટાભાગના નાળાઓમાં પડયા છે યથાવત, અને સુધરાઈએ ટેન્ડરમાં દર્શાવેલી શબ્દ ફેર કરી અને નાળાસફાઈના ઠેકેદારને ર૦ લાખના ચુકવાણાની તાલાવેલી દેખાડતા જાગૃત સભ્યએ કર્યો બરાબરનો વિરોધ : નાળાસફાઈ માટેનો ઉલ્લેખ ટેન્ડરમાં કર્યો હતો તે ચૂકવણા વખતે નાળા સફાઈ માટે ઠેકેદારે દ્વારા સપ્લાય કરેલા મજુરોને ચુકવાયેલી રકમ શબ્દ દર્શાવતા હું..તું..રતનીયો..અને ફઈના ભ્રષ્ટ કારનામુ આવી ગયુ સામે..!

આ કોન્ટ્રાકટરને વિશેષ સુવિધાઓ મળી શકે કારણ કે, સુકાનીનો પતિ તેનો મિત્ર છે એટલે બધી જ છુટ મળી જ જાય ને ! જાણકારોનો ઈશારો

મારા પ્રશ્નનો સુધરાઈના અધિકારી-પદાધિકારીએ જવાબ જ ન આપ્યો, જે અપેક્ષિત હતુ, નાળા સફાઈના ઠેકેદાર કહે છે કે, કામ અમારા ન કરાવવાનુ હોય, એ તમે માથે ઉભા રહીને કરાવો, આજે પણ અનેક નાળાઓમાં ગંદકીના ગંજ પડયા છે : મનોજ મુલચંદાણી(નગરપાલિકામાં સચોટ રજુઆતકર્તા) : મારૂ ટેન્ડર નગરપાલિકાને નાળા સફાઈ માટે મશીનરી ફાળવાવનુ હતુ, નિયમ અનુસાર જ બધુ કામ થયુ છે, નગરપાલિકાના વહીવટની કોઈ ચુક હશે કે શબ્દફેર કર્યા હશે, તેનાથી મને કોઈ લેવા દેવા જ નથી : કિશોરભાઈ(કામ રાખનાર ઠેકેદાર પાર્ટીના જવાબદારશ્રી)

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એ કેટગરીની ગાંધીધામ નગરપાલીકામાં હુ..તુ..ફઈ અને રતનીયાના શાસનની સામે સતત વિરોધના વંટોળ ઉભા થવા પામી જ રહ્યા છે. પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી અને સુકાની બનાવી દેવાયા હોવાથી બગાસા ખાતુ જ પત્તાસુ જાણે કે આવી ગયુ હોય તેમ અહી આ સુકાની આણી મંડળી તદન મનસ્વી રીતે નિર્ણયો લઈ રહયા છે જેનાથી તેઓ સૌનો સાથ સૈનો વીકાસ નહી પરંતુ પ્રજા મરે, સભ્યો મરે, મતદારો મરે, પક્ષની પ્રતિષ્ઠા મરો પણ બસ એકમાત્ર મારૂ તરભાણું ભરોની જ રીતીનીતીઓ અપનાવતા હોય તેમ વિશેષ જોવાઈ રહ્યું છે.દરમ્યાન જ ગઈકાલે ગાંધીધામ નરગપાલીકાની સામાન્ય સભા મળવા પામી હતી તેમાં પણ કેટલાય ગંભીર પ્રકારના પ્રશ્નો જાગૃત સભયો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં મનોજભાઈ મુલચંદાણીએ પ્રશ્ન પુછયો હતો કે, શહેરમાં નાળા સફાઈનું જે કામ થયુ છે તે તદન કાગળ પર જ થયું છે. ઉપરાંત પણ શહેરમાં નાળા સફાઈના નામે ર૦ લાખના ચુકવણાનો ઉલ્લેખ અનેકવીધ રીતે સવાલો સર્જી રહ્યો છે. શ્રી મુલચંદાણીએ કહ્યુ કે, જયારે ટેન્ડર બહાર પડયુ ત્યારે વરસાદી નાળાની સફાઈ તે રીતે બહાર પડયુ હતુ અને આજે ચુકવણાઓ કરાયા છે તેમાં ઉલ્લેખ કરાયો છે કે, વરસાદી નાળાની સફાઈમાં ઠેકેદાર દ્વારા સપ્લાય કરેલા મજુરને ચુકવણા પેટે ર૦ લાખ આપ્યા. આ જ મોટી વિસંગતા રજુ કરી જાય છે કે, સુધરાઈના શાસનમાં વહીવટ ભાગ ભજવી રહ્યો છે. આ રીતે શબ્દ ઉલટફેર કરીને જે લાખોની મત્તા ઠેકેદારને પધરાવી દેવાઈ છે તેના પાછળનું રહસ્ય શુ છે? આ સવાલ ખુબજ સુચક છે અને હુ..તુ..ફઈ અને રતનીયાના શાસન ચલાવનારાઓના ભેાપાળાઓ ઉઘાડનારો જ બની રહ્યો છે. કાઉન્સીલર મનોજભાઈએ આ બાબતે વાત કરતા કહ્યુ હતુ કે, તેમના વિસ્તારમાં નાળા સફાઈનુ કામ બરાબર નથી થતુ તે બાબતે સંગઠન-પક્ષમાં રજુઆત કરાઈ હતી તે બાદ આજે બોર્ડ બેઠકમાં ફરીયાદ કરી હતી, ઠેરેદાર કામ કર્યુ નથી અને અમોએ તેમને રજુઆત કરી તો અમને જણાવ્યુ કે, અમારે લેબર આપવાના છે, કામ માથે ઉભા રહીને તમારે કરાવાવનુ છે? મનોજભાઈએ ક્હયુ કે, અમને લેબર પાસેથી કામ લેવાનુ છે તેવુ નગરપાલિકાએ વહેલુ જણાવ્યુ હોત તો કદાચ એ પણ કરાવી લેત? પરંતુ અહી સવાલ એ થાય છે કે, તો પછી આ ઠેકેદારનુ શુ કામ છે? નાળા સફાઈ થયા નથી, અહી પેટ્રોલપંપથી લઈ અને તેાલાણી કોલેજ સુધીના નાળાઓની અવદશા તો આજે પણ એની એ જ છે? તો કામ કર્યુ છે કયા? લેબર સપ્લાય થયા છે કયા કામ પેટે?
બીજીતરફ કામ રાખનાર ઠેકેદારશ્રી કિશોરભાઈની સાથે આ બાબતે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, મારૂ કામ નગરપાલિકા નાળા સફાઈ માટે જે માંગે તે મશીનરી સપ્લાય કરવાનું હતુ. તેમા લેબરનો પણ સમાવેશ હતો. હવે સુધરાઈના ટેન્ડરમાં કે ઠરાવમાં કોઈ શબ્દે ફેર કરાયા હોય તો તેનાથી હું બંધનકર્તા નથી. તે નગરપાલિકાન વહીવટની કેાઈ ચૂક હોઈ શકે છે. મારૂ કામ બધુ જ પારદર્શીતાથી મે કરેલ હોવાનુ શ્રી કિશોરભાઈએ જણાવી અને બાકીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ ઉપરાંત બોર્ડ બેઠકમાં કમલેશભાઈ પરીયાણી દ્વારા પણ સવાલ રજુ કરવામાં આવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, આજની બેઠકમાં સુકાનીએ એમ કહ્યુ કે, ગત બેાર્ડ બેઠકના બધાય મુદા પાસ કરવા આજની બેઠક બોલાવાયેલી છે તો પછી ગત બોર્ડમાં જે મુદાઓ પડતર અને મુલતવી રાખ્યા હતા તેનું શુ? તેવો સવાલ ઉઠાવ્યો હતો. ગાંધીધામની મેઈન બજારમાં ત્રણ શૌચાલયોની મંજુરીનુ કામ ગત બોર્ડમાં મુલતવી રખાવી દેવાયું હતુ? અહી વેપારીઓ છે, ગ્રાહકોનો જમાવડો હોય છે, મહીલાઓ છે, કામકરનારો સ્ટાફ છે, અ બધાયને જાહેર શૌચાલયની અહી આવશ્યકતા છે. પરંતુ તે મંજુર કરવામાં શા માટે અખાડા થાય છે. આ બધાય સવાલોના જવાબો આપ્યા વિના જ મુદાઓ પાસ..પાસ કરીને બની બેઠેલા સુકાની સભાખંડ છોડીને જતા જ રહ્યા હોવાનુ કહેવાય છે. તો વળી આ બાબતે ગાંધીધામ નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ચાવડાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ તેમનો ફોન સ્વીચ આફે આવતા વિફળ જ નીવડયો હતો.

સધુરાઈના બની બેઠલા સુકાનીના ચલકચલાણા સામે આ રહ્યા સવાલો..!

ગાંધીધામ : પેટ્રોલપંપથી કોલેજથી ગોપાલપુરી સ્ટેડિયમ સુધીના નાળા આજે પણ પડયા છે ગંદકીના ગંજથી ભરેલા..! – મેઈન બજારમાં આખી લાઈનમાં આજે પણ નાળા ગંદકીથી ખદભદે છે – તો પછી આ ટેન્ડરના કામની સફાઈ કરાઈ છે કયાં? બોર્ડ એજન્ડામાં લખો છો કે, વરસાદી નાળાની સફાઈના ઠેકેદાર દ્વારા સપ્લાય કરેલા મંજુરોની રકમના ર૦ લાખ ચુકવ્યા અને ટેન્ડરના ઠરાવમાં નાળા સફાઈનો કોન્ટ્રાકટ આપવાનું લખાયુ છે, આવી વિસંગતાતાઓ શુ સુચવે છે?- બોર્ડ બેઠકમાં બની બેઠેલા સુકાનીએ જવાબ આપવના બદલે સેનિટેશનના જવાબદારને ઉભા કરી જવાબ આપવાનુ કહ્યુ..? તેની પાછળનુ કારણ શુ? શુ આ સુકાનીની કોઈ જ જવાદબારી નથી બનતી? તો પછી તેને સુકાની પદે રહેવાનો અધિકાર જ છે ખરો?

સુધરાઈમાં નગરસેવકોની હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે..!

ગાંધીધામ : નગરપાલિકામાં વર્તમાન સમયે નગરસેવકોની હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી જ થવા પામી ગઈ છે. પ્રમુખ પાસે રજુઆત કરવા જાય તો તમે સહી વાળા છો એવુ કહીને અપમાનિત કરી દેવામા આવે છે ને મતદાતાઓ કામ માંગે છે જે થવા પામતા જ નથી એટલે ગૌરવ યાત્રામાં પણ ગેરહાજર રહીને પોતાની પીઠ જ બતાવી પણ તેની નોંધ કોઈ લેતુ નથી. શુૃ ૪૧ જણા જાણે કે પક્ષમાથી કાઢવા જ હોય તેવું વર્તન થવા પામી રહ્યુ છે. બીજીતરફ ચુંટણીઓના ઢોલ ઢબુકી રહ્યા હોવા છતા ગંભીરતાથી જોવામાં નથી આવતુ. પક્ષની નીતીરીતીથી બધાયને સાથે લઈને ચાલવાનુ પણ સુચન કેમ કરવામાં નથી આવતુ? આવી ઢીલીનીતીથી પક્ષને બહુ જ નુકસાન થશે. પ્રમુખ તો પક્ષના પ્રાથમિક સભ્ય પણ ન હોતા છતા આટલુ ગરીમાવાળુ પદ મળી ગયુ તેમ છતા પક્ષને મજબુત કરવાનુ કામ કરતા જ ન હોય તેવુ દેખાઈ રહ્યુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સૌએ જોવાની તાતી જરૂરીયાત છે.