લખપત તાલકામાં છેલ્લા ચારેક વર્ષમાં જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા અંદાજે ર૦ હજાર જેટલા દર્દીઓને આપાઈ સારવાર

0
36

ભુજ : અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહકારથી સરહદ અને ગ્રામ વિસ્તારમાં વસતા લોકોને આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય એ હેતુસર શરૂ થયેલા આઉટરિચ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. છેલ્લા ચારેક વર્ષથી આરંભાયેલા આ આરોગ્યલક્ષી આયોજન હેઠળ લખપત તાલુકાનાં વીસ હજાર દર્દીઓએ સારવાર લીધી હતી. જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા સ્ત્રીરોગ, બાળરોગ, મેડિસિન તેમજ રેડિયોલોજી વિભાગ વિગેરેની બનેલી સંયુક્ત ટીમે દયાપર સામૂહિક આરોગ્યકેન્દ્ર સહિતના અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છેલ્લા ચાર વર્ષમાં ૧૩૨ વખત મુલાકાત લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮ ૨૦૧૯માં શરૂ થયેલા આ આઉટરિચ કાર્યક્રમ અંતર્ગત શરૂઆતમાં દર્દીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ જેમ જેમ દર્દીઓને રાહત થવા લાગી તેમ વધુ ને વધુ લોકો લાભ લેતા થયા એ મુજબ સ્ત્રીરોગ માટે ત્રણ હજારથી વધુ મહિલાઓએ સારવાર લીધી હતી જ્યારે ચાર હજાર જેટલા બાળકોને તપાસી તેમનો ઉપચાર કરવામાં આવ્યો હતો. આ બંને રોગના દર્દીઓ ઉપરાંત રોજે રોજ પરિસ્થિતી પ્રમાણે મેડિસિન સંબંધિત દર્દીઓ આ છેવાડાના વિસ્તરમાં હોવાને કારણે મેડિસિન વિભાગને પણ સાબદું કરી સારવાર આપવામાં આવે છે. એ જાેતાં લખપત વિસ્તારના અંદાજે આઠ હજાર લોકોને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત બે હજાર જેટલી સોનોગ્રાફી સહિત એક હજાર ઇસીજી કરવામાં આવ્યું હતું.