દુધઈ પટ્ટામાં પીએમ-રાણા નામના શખ્સની બેનંબરી ધંધાઓના સામ્રાજયમાં ઈજારાશાહી.!

0
68

દારૂના મોટા નેટવર્ક, કટીંગ, રોજની ર૦૦થી વધુ ગાડીઓ માટી-કપચી-કાંકરીઓની રોયલ્ટી ભર્યા વિના ધુમ હેરફેર-લાખો-કરોડોની રોયલ્ટી ચોરી, લોખંડના સળીયાની પણ ગેરકાયદેસર હેરફેર, છતા પણ ન તો સાયબર ક્રાઈમની ટુકડી અહી ત્રાટકે છે, ન તો એલસીબી-એસઓજી દરોડો પાડવા ફરકતું પણ નથી

પીએમ અને રાણા નામનો શખ્સ કેટલા મજબુત બની ગયા છે..જુઓ તો ખરો..! ચૂંટણીના માહોલ વચ્ચે પણ ર૦૦થી વધુ રોયલ્ટીભર્યા વિનાની દૈનિક ગાડીઓ કાઢી જાય છે, હવે દારૂના નેટવર્કને ધમધમાવવાની જવાબદારી પણ રાણા નામના શખ્સે જ લીધી હોવાની ચકચાર

ગાંધીધામ : દુધઈ પટ્ટામાં બેનંબરી ધંધાઓમાં હાલના સમયે પીએમ અને તેના મળતીયા રાણા નામના શખ્સનો ઈજારો જ ચાલતો હોય તેવી ચર્ચાઓ હવે ભારે તેજ બની જવા પામી ગઈ છે. આ બાબતે અંતરંગ વર્તુળોમાં ચર્ચાતી વિગતો અનુસાર દુધઈ પટ્ટામાં દારૂ ઉતારવા માટે રાણા નામના શખ્સે જવાબદારી લીધી હોવાનુ ચર્ચાય છે. આ પટ્ટો એટલે પીએમના બેનંબરી ધંધાના સામ્રાજયથી ધમધમતો વિસ્તાર છે તે સૌ કેાઈ જાણે છે પરંતુ હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ અને ઠેર ઠેર કડક ચેકીંગ ચાલી રહી હોવાથી અહી દારૂ ઉતારવાને માટે પીએમ દ્વારા આ તમામ સુરક્ષા ઘેરાને જોતા ચોખ્ખીના જ પાડવામાં આવી હતી. પીએમને અહી માલ પકડાઈ જવાની ચિંંતા સતાવતી હતી પરંતુ રાણા નામના શખ્સે પીએમને કહ્યુ કે, તમે ચિંતા શા માટે કરો છો? અહી રોજની ર૦૦થી વધુ ગાડી ગેરકાયદેસર રીતે માટી-કાંકરીની નીકળી જ રહી છે, કોણ ચેક કરે છે, કયાં કોઈ અટકાવે છે, તો પછી દારૂની ગાડીઓ આપણી કોણ અટકાવશે? આ રાણા નામના શખ્સે તો એવી પણ ડંફાસ હાંકી દીધી કે આપણે તો બધાયને સાચવીને જ આ બેનંબરી ધંધાઓ કરીએ છીએ તો આપણા પર રેડ કરવાની હિંમત પણ કરશે તો કોણ? આથીય વધુ રાણા નામનો આ શખ્સે કહ્યુ કે, માલ ભરેલી જે ગાડીઓ આવશે તો હું ખુદ જ તેનુ પાયલોટીંગ કરીશ અને પીએમની વાડીઓમાં આ માલ સંગ્રહ કરવા માટે જે મોટા મોટા ટાંકાઓ બનાવ્યા છે ત્યાં સુધી માલ હુ પહોંચાડી દઈશ. આવી મોટી મોટી ડંફાસો આ રાણા નામનો શખ્સ ફેંકી રહ્યો છે અને જાણકારો કહે છે કે, ફેંકે પણ શા માટે નહી? દુધઈ પટ્ટામાં દારૂનું જે મોટુ નેટવર્ક ચાલી રહ્યુ છે તે આ રાણા નામનો શખ્સ જ તો સંભાળી રહ્યો છે અને ચલાવી રહ્યો છે. તો પછી ડંફાસો મારે પણ શા માટે નહી? આ બેંનબરી દારૂના ધંધામાંથી જ તો રાણા નામના શખ્સે કરોડોની કાળી કમાણી કરી લીધી છે અને તેમાથી જ મોંઘીદાટ જમીનો પણ ખરીદી લીધી છે. રાણા કહે છે કે, બધાયને સાચવીએ છીએ તો શું ખરેખર સાહેબો રાણા પાસેથી આવા ધંધાઓ ચાલુ રાખવા પેટે પૈસા લે છે ખરા? રાણા નામના આ શખ્સની ડંફાસો તો માત્ર નથી જ લાગતી કારણે દુધઈ પટ્ટામાં ન તો એલસીબી ત્રાટકે છે કે ન તો ભુજ સાયબર સેલની ટીમ વક્રદ્રષ્ટી કરતી જેાવાઈ રહી છે કે ન તો એસઓજી આ વિસ્તારમાં મોટો દારૂ ઠલવાતો અટકાવતી નજરે આવી રહી છે? જો આમ જ હોય તો પછી રાણા નામનો આ શખ્સ તાકાત વાળો તો કહેવાજ ને..! પીએમ પણ તેટલો જ વગદાર કહેવાય. તે રાણા પર ઉંની આંચ પણ આવવા દેતો નથી. દુધઈ પટ્ટા વિસ્તારમાં તો હવે જે રીતે પીએમ-રાણા નામના શખ્સનુ સામ્રાજય ચાલી રહ્યુ છે તે જોતા આ પટ્ટામાં તેમના સીવાય કોઈએ પણ ધંધો કરવો તો દુરની વાત પરંતુ ધંધાઓ બાબતે વિચારવુ પણ કપરૂ જ બની રહે તેમ છે. એ પછી બેજ ઓઈલ હોય કે લોખંડના સળીયાની ચોરી કરી ગેરકાયદેસર હેરફેર કરવાની જ વાત કેમ ન હોય, યા તો પછી દારૂના ધંધાના નેટવર્ક અને કટીંગનો વિષય હોય..આ બધામાં પીએમ અને રાણા નામના શખ્સના એકચક્રી જ આધિપત્ય અહી સ્થપાઈ ગયા છે તેમ કહેવુ વધુ પડતુ નહી કહેવાય. આ બધા ધંધાઓ ઉપરાંત ડુંગરોની કોતરોમાં પણ પીએમ અને રાણા નામના શખ્સના લીઝ ભર્યા વિનાના રોજના ર૦૦થી વધુ ડમ્પરો માટી-કાંકરી-ખનીજના નીકળી રહ્યા છે. કરોડોની રોયલ્ટી ચોરીઓ કરવામાં આવી રહી છે તેમ છતા પણ અહી તેમના પર રેડ કરવાની કોઈ હિમંત કરતુ નથી તો પછી શું સમજવુ? આ વિસ્તારમાં માત્ર હપ્તા ન
અપાય તેવા ડમ્પરો પર જ કાર્યવાહી થતી જોવાઈ રહી છે અને તેમાં પણ આ રાણા નામનો શખ્સ મોટી તોડ કરી લે તે બધાયને ખબર હોવા છતા પણ કોઈ કાર્યવાહી ન થાય અથવા તો આ વિષય પર કોઈ બોલે જ નહી? પીએમની ખરેખર ચડતીને માનવુ જોઈએ કે, તે કેટલો બધો મજબુત હશે કે, અહી કોઈ એજન્સીઓ રેઈડ કરવુ કે ત્રાટકવાનુ તો દુરનુ રહ્યુ પરંતુ ચકલું પણ પીએમ-રાણા નામના શખ્સની પરવાનગી વગર આ પટ્ટામાં ફરકતું દેખાતુ નથી તેવી ચર્ચાઓ થવા પામી રહી છે.

  • જુઓ તો ખરા, કેટલો ફાટીને ફુલેકે ગયો છે આ શખ્સ.!

રાણા નામના શખ્સે તાજેતરમાં જ પ્રકાશ્યું હતુ પોત : ખનીજના ડમ્પર છોડવા પેટે પાંચ લાખની કરી તોડ.!

હું જ આઈજી, હું જ એસપી છુ.! અત્યાર સુધીમાં ૧૦૦ કરોડની કાળી કમાણી તો, મે કરી લીધી છે ! હવે મને સસ્પેન્ડ કરે તોય કાંઈ ફરક પડતો નથી

રાણા નામના શખ્સે તોડ કરીને કયા સાહેબને આપી ભાગબટાઈ? શું આવા બેંનંબરી ધંધાઓમાંથી કોઈ સાહેબ રાણાથી કટકી-કમિશન ખાતા હશે ખરા..?

ગાંધીધામ : દુધઈ પટ્ટામાં આ રાણા નામનો શખ્સ કેટલો ફાટીને ફુલેકે ગયો છે! આ વિસ્તારમાં બેનંબરી ધંધાઓ તો તે ચલાવી જ રહ્યો છે પરંતુ તોડપાણી કરવામાં પણ જરા સહેજ પાછીપાની તે ન કરતો હોય તેમ ગત એકાદ અઠવાડીયામાં જ તેણે અહીથી પસાર થતા પાસ પરવાના વિનાના ખનીજ ભરેલા ડમ્પરને અટકાવ્યા હતા અને તેને છોડી મુકવાની આડમાં પાંચ લાખની તોડ આ રાણા નામના શખ્સે કરી હોવાનુ કહેવાય છે. એકચોટ તો જેસીબી અને ડમ્પરને પકડી જ લીધા હતા. કહેવાય છે કે, રાણાના ગજવા જે ગરમ કરે તે અહીથી રોયલ્ટી વિના ગમે તે બેનંબરી ચીજવસ્તુઓ કાઢી જાય, જરૂર પડે તો રાણા નામનો શખ્સ ખુદ પાયલોટીગ કરીને પણ આ માલ હેમખેમ પહોચાડી દેતો હોય છે પરંતુ તેને હપ્તા દેવા જે તૈયાર ન થાય તેને જ માત્ર અટકાવતો રહે છે. પાંચ લાખની તોડવાળી કાર્યવાહી પણ તેનો જ એક ભાગ હોવાનુ મનાય છે. બીજીતરફ રાણા નામનો શખ્સ ખુલલીને કહે છે કે, હું તો બધાય બેનંબરી ધંધાઓને ધમધમાવુ છે, પીએમના દારૂના નેટવર્ક સહિતની વ્યવસ્થાઓ મારી પાસે જ છે, મને ફરજમાંથી સસ્પેન્ડ કરાશે તો કોઈ ફર્ક નથી પડતો..! ખોટાધંધાઓમાંથી અત્યાર સુધીમાં ટુંકાગાળામાં જ હું ૧૦૦ કરોડથી વધુનો તો આસામી બની ગયું છે. બે-ચાર આંકડાના પગાર કદાચ મને નહી મળે તો મને કોઈ મોટી નુકસાની થતી જ નથી. હું જ સર્વેસર્વા છું. હાલમાં તો આ વિસ્તારનો આઈજી પણ હું જ છુ, અને એસપી પણ હું જ છુ.મારૂં કેાઈ કંઈ જ બગાડી શકે તેમ નથી.