સરહદી કચ્છમાં ખાડે ડુચ્ચાં-દરવાજાં મોકળા..!

0
31

સરહદે કિલ્લેબંધી હોવાના દાવાઓની વચ્ચે જ લાખોના ચરસના બિનવારસુ પેકેટસ મળવા, કરોડોના ડ્રગ્સ-હેરોઈન ઝડપાવવો, પ્રતિબંધિત ઈ-સીગારેટના જથ્થાઓ કચ્છ થઈ અને સુરત-મુંબઈ સુધી પહોંચી જવા(બાદમાં ભુજ કડી ખુલીવ), વડોદરાના એક વિવાદીત તબીબી સંસ્થાના યુ.કે.થી ફડીંગ-હવાલા, સીએએ આંદોલનમાં નાણાકીય મદદ કરનાર વડોદરાના આ સંગઠનના હવાલાકાંડથી આવેલા નાણાના ભુજના ધાર્મિક સ્થાનકો સુધી તપાસના રેલા લંબાવવા, બાદ હવે પીએફઆઈ જેવી સંસ્થાઓની તપાસની કડીઓ પણ ખુલવા પામી ગઈ…! આ બધું શું સુચવે છે..?

સીમાવર્તી ક્ષેત્રોને મજબુત બનાવાયા હશે કદાચ, પરંતુ આંતરીક સલામતીના કોઈ જ ઠેકાણા ન હોવાની ચાડી ખાતી આ બધી ઘટનાઓ કહી શકાય ખુબજ ચિંતાજનક : પોલીસની આઈબી-સહિતની સંસ્થાઓની નિષ્ક્રીયાતા કચ્છ દ્વારા કયારેક રાષ્ટ્ર માટે બની જશે મોટું જોખમ..!

ગાંધીધામ : ભારતની સલામતી તથા વ્યુહાત્મક રીતે પણ જે સરહદી છેવાડાના વિસ્તારની મહત્વતા ખુબજ રહેલી છે તેવા કચ્છમાં દરીયાઈ-જળ અને વાયુસીમાઓને જડબેસલાક કિલ્લેબંધી કરી દેવામાં આવ હોવાના દાવાઓ કરવામાં આવી રહયા છે. માની લઈએ કે, સરકારો આ બાબતે ચોકકસથી પ્રયાસો કરતી જ હશે પરંતુ બીજીતરફ સમાંતર રીતે જ આ જ જિલ્લામાંથી અલગ અલગ પ્રકારના ગંભીર દેશહિતને નુકસાન પહોચાડનારા ઘટનાક્રમો પાછલા કેટલાય સમયથી સતત બહાર આવવા પામી જ રહ્યા છે તેને શું સમજવુ?જાણકારોની વાત માનીએ તો સીમાવર્તી કચ્છમાં ખાળે ડુચ્ચા અને દરવાજા મોકળાનો તાલ કરી દેવાયો હોય તેમ વધારે જોવાઈ રહ્યુ છે. વાયુ અને દરીયાઈ તથા ભુમી સરહદો પર પેટ્રોલીંગ આધુનીક બનાવવાની સાથે જ ચુસ્ત બનાવાયુ જ છે તેમાં કોઈ બેમત નથી પરંતુ નાપાક મુલક અને તેના સાગરીતો તેમ છતા પણ વારંવાર એક યા બીજારૂટથી ભારતની સલામતી જોખમાય તેવા કૃત્યોને કચ્છની સાથે જોડીને અંજામ આપતા જ રહેતા હોય તેવા ઘટનાક્રમો પાછલા સમયમાં કડીબદ્ધ રૂપ જોવામાં આવી ચૂકયા છે.
જો કચ્છમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ તમામ મોરચે રખાયેલી જ છે તો પછી આવા દાવાઓની વચ્ચે જ લાખોના ચરસના પેકેટસ એક પછી એક અલગ અલગ એજન્સીઓને બિનવારસુ અવસ્થામાં મળવાની ઘટનાને શુ કહેવુ..?કરોડોના ડ્રગ્સ-હેરોઈન ઝડપાવવો, પ્રતિબંધિત ઈ-સીગારેટના જથ્થાઓ કચ્છ થઈ અને સુરત-મુંબઈ સુધી પહોંચી જવાની ઘટનાઓ પણ સોચનીય જ બની રહી છે. જો કચ્છમાં એજન્સીઓ તમામ મોરચે સક્રીય છે તો પછી પ્રતિબંધિત વિદેશી સિગારેટ ભારતના પરોક્ષ રીતે ક્ષત્રુ દેશ ચીનથી કચ્છમાં મુંદરામા આવીને સરકી ગઈ અને સુરતમાં છેટ પકડાઈ, કચ્છની એજન્સીઓને આ બાબતે જરા સહેજ પણ ખબર કેમ ન પડી? આ પહેલા પણ વડોદરાના એક વિવાદીત તબીબી સંસ્થાના યુ.કે.થી ફડીંગ-હવાલા કે જે રકમનોગેરઉપયોગ દિલ્હીના શાહીનબાગમાં સીએએ આંદોલનમાં નાણાકીય મદદ તરીકે થયો હોવાનુ ખુલ્યુ હતુ તે વડોદરાના આ સંગઠનના હવાલાકાંડથી આવેલા નાણાના ભુજના ધાર્મિક સ્થાનકો સુધી પહોચ્યા હોવાની તપાસના રેલા લંબાયા હતા.આ બધી જ ઘટનાઓ જાણે કે ચિંતા કરવા ઓછી હોય તેમ હવે દેશવ્યાપી પીએફઆઈ સંસ્થાની સામે કાર્યવાહી થઈ તેના પણ તાર સાથે તપાસની કડીઓ કચ્છમાં ખુલવા પામી ગઈ…! આ બધું શું સુચવે છે..? માની લઈએ કે, સરકારો દ્વારા સીમાવર્તી ક્ષેત્રોને મજબુત બનાવાયા હશે કદાચ, પરંતુ આંતરીક સલામતીના કોઈ જ ઠેકાણા ન હોવાની ચાડી ખાતી આ બધી ઘટનાઓ ચિંતાજનક જ કહી શકાય તેમ છે. રાજય પોલીસની આઈબી-સહિતની સંસ્થાઓની નિષ્ક્રીયાતા કચ્છ દ્વારા કયારેક રાષ્ટ્ર માટે બની જશે મોટું જોખમ..! તે વિસરવું ન જોઈએ.