માધાપરમાં છૂટાછેડા આપ્યા વગર વૃદ્ધાએ લગ્ન કરી લઈ પતિને ગાળો ભાંડી

0
54

  • પૈસા મુદ્દે બોલાચાલી થતા કર્મચારીએ ઝેર ગટગટાવ્યુ : ઢોરીમાં યુવક પર બે જણનો હુમલો, ભુજમાં બે યુવકે છરીના ઘા ઝીંકી દીધા

ભુજ : તાલુકાના માધાપર યક્ષ મંદર સામે રહેતા વૃદ્ધની પત્નીએ છુટાછેડા આપ્યા વગર અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લેતા મહિલાના ભાઈને જાણ કરવા જતા ગાળો ભાંડી ધમકી આપી હતી. માધાપર પોલીસ મથકે અમૃતલાલ નરશીભાઈ દવે (ઉ.વ.૬૦ )એ પોતાની પત્ની ભાવિનીબેન ખરાશંકર ગોર, વિશાલ જીતેન્દ્રભાઈ ભેડા (રહે. માધાપર) અને શરદ ખરાશંકર ગોર (રહે. ભુજ)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધને તેની પત્ની ભાવીનીબેન છુટછેડા આપ્યા વગર વિશાલ ભેડા સાથે લગ્ન કરી લીધા છે, જેથી ફરિયાદી શરદને આ વાતની જાણ કરવા જતા ત્રણેય જણાએ ભુંડી ગાળો આપી ધાકધમકી કરતા ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ, માધાપર જુનાવાસમાં આવેલા બસ સ્ટેન્ડ સામે માધવ ચેમ્બરની દુકાન નંબર ૧૪માં પૈસાની બોલાચાલી થયા બાદ એક શખસે કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. નરેન્દ્રકુમાર હરીરામ ચૌધરી (રહે. માધાપર નવાવાસ)વાળો ચેમ્બરમાં આવેલી ૧૪ નંબરની દુકાનમાં કામ કરે છે, એન.એફ.સી.એલ. કંપનીના નાગા અર્જુન સાથે પૈસા મુદ્દે બોલાચાલી થતા કપાસમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી, જેથી શખસને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. તો તાલુકાના ઢોરી ગામે બસ સ્ટેશન પાસે હપ્તો ભરવા જઈ રહેલા યુવકને બે શખસોને ધોકા વડે માર માર્યો હતો. અનવર અલીમામદ લાડક (ઉ.વ.૩પ) ઢોરી ગામે હપ્તો ભરવા માટે જતો હતો ત્યારે બસ સ્ટેશન પાસે અજીજ લાડક અને અસલમ અજીજ લાડક વગેરે આવીને ધોકા વડે માર મારતા ઈજા પહોંચી હતી.ભુજ શહેરના ભીડ ગેટ પાસે મુસ્તાક પાન કોર્નરની સામેના માર્ગ પર યુવક પર અન્ય એક શખસે છરી વડે હુમલો કરતા ઈજા પહોંચી હતી. અસલમ હુશેનશા શેખડાડા (ઉ.વ.રપ) ભીડ ગેટ રોડ પર હતો ત્યારે રીયાઝ ભચુ મમણે છરી વડે માર મારતા ઈજાઓ પહોંચી હતી, જેથી ઘાયલને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.