લાકડિયામાં સમાજના કહેવાતા આગેવાનોએ ઠગાઈ કરતા પોલીસમાં નોંધાઈ ફરિયાદ

0
64

રાપર : તાલુકાના લાકડીયા ગામે સમાજના કહેવાતા આગેવાનોએ ફંડ ફાળા ઉઘરાવી આ રકમ સમાજમાં જમા કરાવવાના બદલે પચાવી પાડતા ઠગાઈની કલમો તળે ફરિયાદ કરવામાં આવી છે. જંગી ગામે રહેતા વસરામભાઈ આલાભાઈ સોલંકીએ આરોપીઓ સમાજના પ્રમુખ જંગીના જીતુભાઈ ઉર્ફે ધરમશી ભાણા દાફડા, આધોઈના ખજાનચી ભગવાનજીભાઈ ભલાભાઈ બગડા, સહમંત્રી મેઘાભાઈ સવાભાઈ ચાવડા, જૂના કટારીયાના મંત્રી કેસાભાઈ મજુભાઈ પરમાર અને સામખિયાળીના સમાજના સભ્ય બાબુભાઈ ગોવાભાઈ સોલંકી સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ લખાવી હતી. જે મુજબ આરોપીઓએ ફરિયાદી અને સાહેદો પાસેથી સમાજના પ્રસંગોને અનુલક્ષીને ફંડ ઉઘરાવી ભેગું કરી સમાજના દિકરા, દિકરીઓના સગપણ ફોક અંગેના દંડના રૂપિયા મેળવી પોતાના પાસે રાખી સમાજ સાથે છેતરપીંડી કરી હતી. મનસ્વી વલણ અપનાવી સમાજના માણસોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા. કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજ સાથે કહેવાતા પદાધિકારીઓએ રૂપિયા ૧ કરોડની છેતરપીંડી કરતા ભચાઉ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ પ્રમાણે ર૭ પરિવાર મનસ્વી રીતે નાત બહાર પણ કરવામાં આવ્યા હતા.