કંડલામાં યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

0
32

ગાંધીધામ : અહીં કંડલામાં ર૭ વર્ષના યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ કંડલા સરવા ઝુપડામાં રહેતા ર૭ વર્ષિય શબ્બીર સુલેમાન કકલ નામના યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આ પગલું ભરી લીધું હતું, જેને આદિપુર રામબાગ હોસ્પિટલમાં લઈ જવાતા પીએમ અને પંચનામા બાદ કંડલા મરીન પોલીસમાં એડી દાખલ કરવામાં આવી હતી. મોત કયા સંજોગોમાં થયું તે જાણવા માટે પીઆઈ હીનાબેન હુંબલને તપાસ સોંપવામાં આવી છે.