ગુજરાતમાં ભાજપ ભીખુભાઈ જેવા જુનાજોગીઓને સંગઠનની ફરી સોપે કમાન : તો ચૂંટણીચિત્ર બદલાય

0
60

 

  • કેસરીયા બ્રીગેડનું હાઈકમાન્ડ ગૌર ફરમાવે

મિશન ર૦રર ટાંકણે કચ્છથી લઈ અને ગુજરાતભરના રાજકીય તજજ્ઞોનો સુચક ઈશારો

ગુજરાત ભાજપમાં દિર્ઘ સંગઠન અનુભવ ધરાવતા, સૌનો સાથ-સૌનો વિકાસના સુત્રને ચરીતાર્થ કરી દેખાડનાર, ભાજપના સંગઠનના પાયાને રાજયભરના છેવાડાના વિસ્તારોમાં મજબુત કરનારા ભીખુભાઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિશેષ-ખાસ કિસ્સામાં મોટી જવાબદારી સોંપાય તો ભાજપને માટે પડકારજનક સ્થિતીના બદલે ચૂંટણી જીતવી લાપસીમાં લીટટા સમાન બની રહે..!

એન્ટી ઈન્કમબક્ષી,જુથવાદ, અસંતોષ-નારાજગી, ટિકિટની કટ-કટ-બબાલ, સારા નહીંં મારા, સહિતના ડખ્ખાઓ ભીખુભાઈનુ નામ માત્ર આવતા જ આપોઆપ સંકેલાઈ જાય : ભાજપ માટે સૌરાષ્ટ્ર-પાટીદાર મતબેંકની ચિંતા સહિતના વિષયો પણ ઉગતા જ ડામી દેવાની બને પહેલ

ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણીની ચોપાટ મંડાઈ ચૂકી છે. અઢી દાયકા કરતા વધુ સમયથી અહી શાસન કરી રહેલ ભાજપ, કોંગ્રેસની સાથે આ વખતે દિલ્હી મોડેલના જોરે આમઆદમી પાર્ટીએ પણ એડીચોટ્ટીનું જોર લગાવી દીધું છે. આમઆદમી પાર્ટીને મળતો ઉમળકો અને આવકાર તથા રણનીતી ભાજપની મુશ્કેલીઓ વધારી રહી હોય તેમ વર્તારો ઉભો થતો જોવાઈ રહ્યો છે. આમ-ભાજપના મેાડેલથી જ રાજનીતી વધુ કરી રહ્યુ છે, ગુજરાતમાં શહેરી વિસ્તાર, નગરપાલીકા, સૌરાષ્ટ્ર, પાટીદાર, બેરોજગાર, યુવાનો, મહીલાઓ, માળખાગત સુવિધાઓ આ બધાય જ મુદાઓ પર ફોકસ કરતા હવે ભાજપને આ મુદાઓ ચૂંટણીમાં પડકાર સર્જનારા જ બની રહે તેમ મનાય છે ત્યારે બીજીતરફ કચ્છથી લઈ અને ગુજરાત સુધીના રાજકીય તજજ્ઞો એક સુચક સંકેત સમાન ઈશારો કેસરીયા બ્રીગેડનો કરી રહ્યો હોવાની વાત પણ બહાર આવવા પામી રહી છે.કેન્દ્રીય પ્રધાનો જે રીતે ગુજરાતના આંટાફેરા કરી રહ્યા છે, તે જોતા સ્થાનિકે સંગઠનમાં કયાંક તો કશુક ખુંટતુ હોય તેમ ખુલ્લીને પાધરૂ થતુ જોવાઈ રહ્યુ છે. આવામાં જાણકારો કહે છે કે, ગુજરાત સંગઠનમા ંજેઓએ યશસ્વી અને દિર્ઘકાળ સુધી સફળ કામગીરી અદા કરી છે તેવા ભીખુભાઈ દલસાણીયાને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા વેળાસર જ અહી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવી જોઈએ.કહેવાય છે કે, હાલમાં જે રીતે ટિકિટોના સેન્સ પ્રક્રીયાઓ વખતે ઠેર ઠેર ખુલ્લીને ડખ્ખાઓ સામે આવી ચૂકયા છે તેમાં જેમને ટીકીટમાં કપાશે તેઓ નુકસાન કર્યા વિના તો નહી જ રહે.! આવા લોકોને ગુજરાતમાં કાબુમાં રાખવાની કુનેહ જો કોઈની પાસે હોય તો એ ભીખુભાઈ દલસાણીયા જ છે. તેનુ કારણ એ જ છે કે, ભીખુભાઈ વરસો સુધી ગુજરાત સંગઠનમાં સેવારત રહ્યા છે. સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેઓની શેહ-શરમ ચોકકસથી નડે તેમ છે. ઉપરાંત તેઓ મૃદુભાષી હોવાથી કયાંય અણખામણા પણ નથી બન્યા અને બની શકે તેટલુ બધાયને સદાય ઉપયોગી થવાની જ તેમની ભાવના રહી છે. એટલે ટિકિટો-ઉમેદવારો જાહેર થયા બાદનો પક્ષની આંતરીક નારાજગીનો જ પ્રથમ સૌથી મોટો પડકાર-ડેમેજ કન્ટ્રોલ કરવાની જે સ્થિતી છે તે ભીખુભાઈ બખુબી નિભાવી જાણે તેમ છે. આવા સંજોગામાં જરા સહેજ પણ વિલંબ કર્યા વિના ભીખુભાઈને બિહારમાંથી હાલમાં એકાદ-બે માસ મુકત કરી અને ગુજરાતમાં ચૂંટણીની જવાદબારીઓ સંગઠનની દ્રષ્ટીએ આપવી જોઈએ. તાજા ભુતળકાનો જ દાખલો જોવો હોય તો ગાંધીનગર મ્યુનીસીપલ કાર્પોરેશનની ચૂંટણીનો દાખલો જ જોઈ શકાય તેમ છે. અહી ભાજપે ભુકંપ લાવી દીધો હોય તેમ ૪૪માથી ૪૧ બેઠકો હાંસલ કરી અને કોગ્રેસ તથા આપને અનુક્રમે માત્ર બે અને એક બેઠક પર જ સમીતી રાખી રકાશ જ કરી દીધો છે. નોધનીય છે કે, ભીખુભાઈ દલસાણીયાને આ ચુંટણીની રણનીતી માટે ખાસ ગુજરાત બોલવવામાં આવ્યા હતા. આવી જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને ખાસ અહી બોલાવાય તો જેે પડકારો ભાજપ ચૂંટણીલક્ષી મોટા માની રહી છે તે પડકારો ન માત્ર નાના થઈ જાય બલ્કે ભાજપને માટે તો લાપસીમાં લીટ્ટા તાણવા સમાન જ સ્થિતી બની શકે તેમ છે.ગુજરાતમાં પાટીદાર સમુદાય સૌથી વધારે શકિતશાળી સમુદાયમાંથી એક છે. આ વખતે ભાજપને માટે સૌરાષ્ટ્ર અને પાટીદાર સમુદાય બન્નેને જાળવી રાખવાનો પણ એક પડકાર રહેલો છે ત્યારે ભીખુભાઈ દલસાણીયાને ફરીથી ગુજરાતમાં લાવી અને ચૂંટણીમાં સંગઠનમાં મહત્વપૂર્ણ કમાન સોપવામાં આવે તો આ એક મોટો લલકાર અને પડકારને ડામવો પણ વધારે સરળ બની શકે તેમ છે. અને ભાજપને ચુંટણીમાં લાપસીમાં લીટ્ટા સમાન જ તાલ થવા પામી શકે તેવુ પણ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. કારણ કે, ભીખુભાઈ ખુદ સૌરાષ્ટ્રના પટેલ છે અને તેમને ગુજરાતમાં મહત્વપૂર્ણ જવાદબારી ફરીથી આપવાથી સૌરાષ્ટ્ર અને પાટીદાર સમુદાય બન્નેને ભાજપ તરફી વલણ માટે વાળવું નિશ્ચિત જ બની જાય તેમ છે. ભીખુભાઈ ખુદ જામનગરમાંથી જ છે. તેઓએ અહી આરએસએસના પ્રચારક તરીકે યશસ્વી સેવાઓ કરેલી છે અને તે બાદ મધ્ય ૯૦ના દાયકામાં તેઓ ભાજપમાં જોડાયા અને તેઓને મળેલી જવાબદારી ભીખુભાઈએ બખુભી નિભાવેલી છે. તેમના સમયકાળમાં ત્રણ લોકસભા અને બે વિધામનસભામાં ભાજપનો ભગવો સોળે કળાએ ખીલી ઉઠયો હતો અને ભીખુભાઈની પણ ચૂંટણી-સંગઠનાત્મક કાર્યશૈલીની પણ તે વખતથી સૌ કોઈ ઠેર ઠેર દાદ દેતા થઈ ગયા હતા.૧૯૯૭ થી ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી ફરજ પર રહેવાનું સૌભાગ્ય જો કેાઈને પ્રાપ્ત થયું હોય તો એ પણ ભીખુભાઈને જ મળ્યુ છે. ભીખુભાઈના સૌનો સાથ-સૌનો વીકાસના સુત્રને સાર્થક કરવાનો સ્વાભાવ-ઉદાર અને સકારાત્મક વલણ, ટીમવર્કની આગવી કોઠાસુઝ-સંધભાવના થકી તેમને વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ-માર્ગદર્શન-પ્રેમ સદાય મળતા રહ્યા છે. એટલું જ નહી પણ સંગઠનના મંત્રી પદે લાંબો સમય રહ્યા હોવાથી ગુજરાતના ખુણે ખુણેમાં તેઓને અનુસરતા કાર્યકર્તાોઅની આજે પણ વિશાળ ફોજ રહેલી છે. તેઓ રાજયના છેવાડાના વિસતારોમાં પણ આજેય કાર્યકર્તાઓની સાથે સંપર્કમાં રહેલા હશે તે વાત નકારી શકાય તેમ નથી. અને એટલે જ ભીખુભાઈને ન માત્ર વિડીલા-મોભી નેતાઓ બલ્કે નાના કાર્યકર્તાઓનો પણ અપાર આદર અને સ્નેહ એટલે જ સદાય મળતો જ રહ્યો છે. ભીખુભાઈ સદાય પક્ષને સમર્પિત રહ્યા છે, કર્મઠ વ્યકિત છે, સંગઠનનો વિશાળ અનુભવ ધરાવે છે, કાર્યકરોમાં તેમની સારી છાપ છે, તેમનો ખરેખર ભાજપે હાલના સમયે લાભ લેવો જ જોઈએ.

  • સાદગીનો શ્રેષ્ઠ દાખલો કહી શકાય ભીખુભાઈ
  • હાલના અમુક સંગઠનવાળા ૧૦૦૦ કરોડના બની ગયા છે આસામી…!
  • ગાંધીધામ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને જીવનમાં ચરિતાર્થ કરવુ સહેલુ નથી હોતુ તે સૌ કોઈ સમજે છે. સંઘને ખરા સમર્પિત આગેવાનો રાષ્ટ્રીય સેવાના દીશામાં સદાય ઘસાતા જ રહે છે. ભીખુભાઈનું નામ કદાચ આ યાદીમાં લેવાય તો જરા સહેજ પણ વધુ પડતું નહી કહેવાય. વરસો સુધી ગુજરાતમાં સંગઠનના ક્ષેત્રમાં ચાવીરૂપ ભૂમિકાઓ પક્ષને માટે ભજવી છતા પણ તેઓ આજે નિર્વિવાદીત ચહેરા તરીકે જ ઓળખાય છે. તેઓ પ્રમાણિક, પક્ષનિષ્ઠ, સ્વામાનિ વ્યકિતત્વની છબી ધરાવી રહ્યા છે. કોઈ પણ પ્રકારના બેનંબરી ધંધાઓ કે રાજકારણના નામે રોકડીઓ કરવાના વિષયોથી ભીખુભાઈ ખુબજ દુર રહેતા હોવાની સર્વસ્વીકૃત વાત છે. મજાની વાત તો એ છે કે, ભીખુભાઈ આજે પણ તેમના ખુદના જુના મકાનમાં જ વસવાટ કરે છે. જયારે કે બીજીતરફ હાલમાં તો સંગઠનના અમુક ટુંકા સમયમાં આવેલા પદાધિકારીઓ-માણસો ૧૦૦૦ કરોડના આસામી બની ગયા છે?