ગાંધીધામમાં દેશીદારૂની બેફામ ભઠ્ઠીઓ પુરજોશમાં શરૂ : ખાખી કેમ અંધારામાં?

0
39

ઈસ્માઈલ-જેશાની દેશીદારૂની ઠેર-ઠેર રેલમછેલ : એ-બી ડીવીઝન બન્ને વિસ્તારોમાં કોને આ બુટલેગરોને આપી દીધી મંજુરી? ખાખીના જવાબદારો અજાણ હોય અને ખુલ્લેઆમ દારૂ વેંચાય તે બને ખરૂં? વિજય ટીમ્પરની પાછળ-મોડવદર રોડ પર ઈસ્માઈલ-જેસાના દારૂના પોટલાના પોટલાઓનુ થાય છે વેંચાણ તો મીઠીરોહર તળાવની બાજુમાં સુલેમાનની દેશી દારૂની ધમધમી રહી છે ભઠ્ઠી…!

ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થવા પામી ગઈ છે. એકતરફ આ દરમ્યાન કાયદો-વ્યવસ્થાની ચુસ્ત જાળવણી થાય તે માટે કડક તાકીદો કરીને મોનીટરીંગ કરવામા આવી રહ્યુ છે, તેવામાં બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેર-સંકુલમાં દેશીદારૂના બુટલેગરોને બખ્ખા જ થઈ ગયા હોય તેમ અહી પુરજોશમાં અડ્ડાઓ ધમધમી ઉઠયા હોવાનું ચર્ચાય છે. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ એ અને બી ડીવીઝન બન્ને વિસ્તારોમાં દેશીદારૂ વાળા કુખ્યાત બુટલેગરો ફરી મેદાનમાં આવી ગયા હોય તેમ ઈસ્માઈલ અને જેશા નામના દેશીદારૂના બુટલેગરોની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ શરૂ થઈ જવા પામ્યા હોવાનુ કહેવાય છે. અહી તપાસનો વિષય બની રહ્યો છે કે, આવી મંજુરીઓ આપી કોણે દીધી છે? ખાખીધારીઓ અજાણ હોય અને દારૂના અડડાઓ ધમધમી ઉઠે તે વાત માનવી અસંભવ જ છે. બીજીતરફ વિજય ટીમ્બર પાછળના ભાગે મોડવદર રોડ પર ઈસ્માઈલ-જેશાની દારૂની બદીઓ વકરેલી છે. તો વળી મીઠીરોહરમાં તળાવની બાજુમાં સુલેમાનની દેશી દારૂની રીતસરની ભઠ્ઠીઓ જ શરૂ થવા પામી ગઈ છે. અહી મોટા પ્રમાણમાં પોટલાઓ ભરી ભરીને વાહનોમાં દેશી દારૂના વેપલાઓ થવા પામી રહ્યા હોવાનુ કહેવાય છે. ચૂંટણીમાં દારૂની બદીને ડામવાની દીશામાં સ્પષ્ટ સુચનાઓ હોવા છતા કયા ભ્રષ્ટ ખાખીના તત્વોએ આવા બુટલેગરોને દેશી દારૂ માટેની પરવાનગી આપી દીધી છે તે તપાસ કરવાની જરૂર છે.