ગાંધીધામ ભાજપમાં બધુય સમુસુતરૂં તો નથી જ..!: કોણ છે ઝઘડાની જડ?: અનિરૂદ્ધ-વિકાસ સામે સવાલો.!

  • પાલીકામાં પક્ષની આબરૂના થતા ધજાગરાં..!

એકતરફ કારોબારી એજન્ડાઓને લીલીજંડી આપે તો બીજીતરફ એ જ ભાજપના અગ્રણી-પાલીકાના શાસક તે જ એજન્ડાઓમાં ભ્રષ્ટ ગોઠવણોને લઈને લેખિતમાં કરે ધારદાર રજુઆત-ફરીયાદ

ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ તથા નગરપાલિકા પ્રભારી વિકાસની ભૂમિકાઓ સામે ઉઠી રહ્યા છે આંતરીક પ્રશ્નો..! : આળતીયા-મળતીયા જેવા અઢીલોકોને મળી, આંટો મારીને નીકળી જતા હોવાથી સર્જાય છે વિખવાદ

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં હાલમાં ભાજપ શાસિત નગરપાલિકા ભારે ચર્ચાના એરણે ચડી જવા પામી છે. ગાંધીધામવાસીઓએ અત્યાર સુધીની સૌથી વધારે બેઠકો ભાજપને આ નગરપાલિકામાં આપી છે છતા પણ આંતરીક કકળાટ, જુથવાદ જેવો માહોલ બનીને સતત અહીથી બહાર આવવા પામી રહ્યો છે.દરમ્યાન જ રાજકીય સહિત જાણકારવર્ગમાં પણ આ બાબતે સવાલ થવા પામી રહ્યા છે કે, ગાંધીધામ ભાજપમાં આટઆટલો આંતરીક કકળાટ કેમ? તેની પાછળ કોણ છે કારણભુત? એકતરફ ગાંધીધામ નગરપાલિકાની કારોબારી બેઠક એજન્ડાઓને લીલીઝંડી આપે તો બીજીતરફ તે જ પાલિકાના સત્તાધીશ અને તે જ પક્ષના આગેવાન આવા એજન્ડાઓના મુદ્દે ઉચ્ચસ્તરે લેખિતમાં ફરીયાદ કરે અને તેમાં થયેલા ભ્રષ્ટ ચલકચલાણાઓને લઈને પોલમપોલ ખોલી રહ્યા છે? ત્યારે સવાલ તો થાય જ, કે ગાંધીધામ ભાજપમાં બધુય સમુસુતરુ નથી.! તેની પાછળ કોણ કારણભુત?ભોગગ્રસ્ત વર્ગ અને તજજ્ઞ રાજકીય આગેવાનો માની રહ્યા છે કે, ગાંધીધામ નગરપાલિકા હોય કે પછી ભાજપ અહી જે રીતે વિખવાદ થઈ રહ્યો છે તેની પાછળ જિલ્લા મહામંત્રી અનિરૂદ્ધભાઈ અને નગરપાલીકા પ્રભારી વિકાસ રાજગોરનું ચલકચલાણાને કારણભુત માનવામા આવી રહ્યા છે. નગરપાલિકામાં કેટલાક લોકોની મહામંત્રીએ ઈચ્છાપૂર્વક જ ટિકિટ કાપી નાખી અને તેના પાછળનુ કારણ માત્ર અને માત્ર એટલુ જ હતુ કે તે ટીકીટ વાંચ્છુકોના રમેશભાઈ મહેશ્વરીની સાથે નિકટના સબંધો હતા. જે ટીકીટ વાંચ્છુઓને તે વખતે કપાયા તેમા પ્રજાવિરોધ કે કામગીરી નબળી હોવી અથવા તો પક્ષમાં નોધ સારી ન હોવા જેવા કેાઈ જ વિષયો અને મુદાઓ ન હતા. પરંતુ માત્ર અને માત્ર તે રમેશભાઈ મહેશ્વરીના સમર્થકોમાથી હોવાથી તેમની ટીકીટો કાપી નાખી હતી. મહામંત્રી છે, તેઓ ને એલર્જી હોય એટલે બધાયેને સાથે રાખવા, બધાની સાથે મુલાકાતો કરવાના બદલે ખુદના આળતીયા મળતીયા અઢીલોકોને મળી આંટો મારીને અનિરૂદ્ધભાઈ પરત જતા રહે છે. આવામાં તમામ વર્ગની લાગણી-માંગણી સમજવામાં તેઓ નિષ્ફળ થઈ રહ્યા છે. બધાયને સાથે બેસાડી અનિરૂદ્ધભાઈ દરેકનો મત જાણી વિશ્વાસમાં લે તો પક્ષની આબરૂના ધજાગરા ઉડતા અટકી જાય. એક બાજુ કારોબારીમા એજન્ડાઓ બહાલ થાય અને બીજીતરફ તેની જ સામે સવાલો પક્ષના જ આગેવાનો લેખિતમાં ઉભા કરી દે. આ બધુ શું સુચવે છે..? એટલે જાણકારો કહી રહ્યા છે કે, જો ગાંધીધામ ભાજપમાં પક્ષ શાંતિ ઈચ્છતુ હોય તો અહીથી અનિરૂદ્ધભાઈ અને વિકાસભાઈને બદલો. કારણ કે, ઈચ્છાપૂર્વક જ ખટપટો વધે, પક્ષની સામે સવાલો ઉભા થાય, તે રીતે શાંત જળમાં વમળ સર્જવાની ભૂમિકા આ આગેવાનો ભજવી રહ્યા હોવાનુ ચર્ચાય છે.

અનિરૂદ્ધભાઈની લાગવગ તો જુઓ..!
એક કુટુંબ – એક વ્યકિત, ૧ હોદાના પાટીલજીના નિયમોના પણ થાય છે ધજાગરા..!

માંડવીની અન્ય સંસ્થાઓમાં પણ અનિરૂદ્ધભાઈની રહેમ નઝરે થાય છે આવા ચલકચલાણા, કોઈ એક જ કુટુંબ માંથી ચેરમેન છે તો એજ પરિવારના અન્યસભ્ય માંડવી સંગઠનમાં ગોઠવાયેલ છે

માંડવી શહેર ભાજપ પ્રમુખ તો હજુય યુવા છે, હાલમા જ નિમાયા છે, પણ મહામંત્રી પદે અનિરૂદ્ધભાઈ તો રીપીટ થયા છે, એટલે થોડો સમય અનિરૂદ્ધભાઈને આરામ આપવો જોઈએ

ગાંધીધામ : જાણકારો તો કહી રહ્યા છે કે, આ અનિરૂદ્ધભાઈની લાગવગ એટલી બધી છે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની નીતી પણ તેમના કેસમાં લાગુ પડતી નથી. પક્ષમાં એક વ્યકિત એક હોદાનુ સુત્ર પાટીલજીએ આપ્યુ હતુ. અહી તો પક્ષમાં જ નહી એક જ પરીવારમાં બે હોદાઓની લ્હાણી થયેલી છે છતા પણ કોઈ જ પુછાણુ નથી લેવાતુ કે નથી કોઈ ફેરફાર કરવામા આવતા! અનિરૂદ્ધભાઈ તો વરસોથી જિલ્લાના મહામંત્રી બની બેઠા છે ઉપરાંત તેમના ભાઈ પણ માંડવી શહેર પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે. તો શુ આ કાયદો તેમને લાગુ નહી પડે..કે એક કુટુંબમા બે હોદા ન હોવા જોઈએ. પાટીલજીના આગમન બાદ કઈકના રાજીનામા લેવાયા તો વરસોથી મહામંત્રી બનેલ હોવા છતા તેમના કુટુંબમા બે હોદાઓ કેમ? આ એક દાખલો પણ સૌને માટે છે કે, કચ્છ ભાજપમાં અનિરૂદ્ધભાઈ કહે તેમ જ બધુ થાય છે.


જિલ્લા ભાજપ પ્રમુખ ગંભીરતાથી કરે વિચારણા

ગાંધીધામને અનિરૂદ્ધ-વિકાસ મુકત નહીં કરાય તો રાજકીય નવાજુની થવાના વર્તાતા એંધાણ

અનિરૂદ્ધભાઈએ ખુદનો વટ પાડવા પાલિકાને ખેદાનમેદાન કરી દીધી : અવિશ્વાસની દરખાસ્તનો પણ તોળાય છે ખતરો : અથવા રપ વ્યકિતઓનુ ગ્રુપ થઈને બહાર પણ નીકળી શકે છે

જે અગાઉ ચેરમેન હતા તેમને જ કેમ ફરીથી ચેરમેન બનાવ્યા ? ૪૭ જણામાંથી બીજાઓને કેમ સ્થાન નહીં? તેની પાછળ અનિરૂદ્ધભાઈની ભૂમીકા શું ?

ગાંધીધામ : ગાંધીધામ ભાજપમાં જે રીતે કચવાટ અને રઘવાટ ફેલાયેલ છે તે જોતા જાણકારો કહે છે કે, આ બન્ને શખ્સોએ ગાંધીધામ નગરપાલીકાને ખુદાન મેદાન કરી દીધી છે. જો ટુક જ સમયમા આ બન્નેથી ગાંધીધામને મુકત નહી કરાય તો ગાંધીધામ નગરપાલીકામાં કઈ પણ નવા જુની થવા પામી શકે તેમ છે. અવિશ્વાસની દરખાસ્ત આવી શકે અથવા રપ જણાનુ ગ્રુપ થઈને બહાર પણ નીકળી શકે તેમ છે. ગાંધીધામ નગરપાલિકાને ગંભીરતાથી લેવાની જરૂર છે.અહી રઘવાટ બહુ જ છે અને દીવસાદીવસ તે વધુને વધુ વકરી રહ્યો છે. આ બન્નેના વ્હાલા-દવલાના વહીવટના લીધે અહી આફત આવી શકે તે દીવસો પણ બહુ દુર નથી. એક ગ્રુપને અહી ભ્રષ્ટાચાર થવા દેવો છે, ભ્રષ્ટાચાર ચાલે તેવી રીતે વહીવટ ચલાવો છે અને બીજુ ગ્રુપ ભ્રષ્ટાચાર અટકાવવા માંગે છે. ભ્રષ્ટાચાર કરવા ઈચ્છુક ગ્રુપને આ બે જણાની હુંફ હોવાનુ કહેવાય છે. જયારે પણ ગાંધીધામ આવે ત્યારે એક જ ગ્રુપના બે-ચાર જણને મળીને ચિંતા ન કરો પક્ષમા અમારૂ જ બધુ ચાલે છે, એક કુટુંબમા બબ્બે હોદાઓ લઈને બેઠા છીએ તેમ છતા અમને કોઈ પડકારતું નથી તો પછી તમે કેમ ચિંતા કરો છો..તમે ખાવ અને અમને પણ ખવરાવો તથા જલ્સા કરોને..આમ કહીને જતા રહેતા હોવાની પણ ચર્ચા થાય છે.