ગાંધીધામ-આદિપુરમાં હથિયારધારી બાઈકચોર ગેંગ બેફામ : પોલીસતંત્ર કેમ નાકામ..?

0
62

આદિપુર ૬૪ બજારમાં રાત્રે બાઈક ચોર ત્રિપુટીએ ફરી મચાવ્યો આતંક : પીછો કરનાર વેપારીના પરીવારના સભ્યો પર ફાયરીંગ કરાયાની ચર્ચાની ઘટના ચિંતાજનક : મહેશ સુટવાલાની એક જ વર્ષમાં બે બાઈક ચોરાઈત્રીજી ચોરવાનો પ્રયાસ પરિવારના સભ્યોની જાગૃતીથી અટકયો, પરંતુ આ રીતે બાઈક ચોરોનુ સતત ત્રાટકવુ, ખાખીની ભૂમિકા સામે ખડા કરી રહ્યું છે સવાલો

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર એવા ગાંધીધામ સંકુલમાં હથિયારધારી બાઈકચોર ગેંગ સક્રીય બનેલી હોવાની પુષ્ટી કરતી વધુ એક ઘટના ગઈકાલે રાત્રે બની જવા પામી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. હથિયારો સાથે બાઈકચોરવા ત્રાટકતા તત્વો પર કાર્યવાહીના અભાવે તેમનુ મનોબળ ઉચકાતુ હોય તેમ એકન એક સ્થળેથી બાઈક ચોરીની ઘટનાઓને અંજામ આપવાના સતત આદરી રહ્યા છે ગતકડાં.

આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો આદિપુરની ૬૪ બજારમાં મહેશ સુટવાલાની પેઢી આવેલી છે અને તે શોરૂમની ઉપર જ તેમનુ નિવાસસ્થાન આવેલ છે. ગત રોજ રાત્રીના બાઈક પર આવેલી તસ્કર ચોર ત્રિપુટીએ તેમના ઘર પાસે નીચે પાર્ક કરેલી મોંઘીદાટ બાઈકને ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, અહી પરીવારના સભ્યો જાગી જતા તેમને જાેઈ અને આ બાઈક ચોર તત્વો નાશી છુટયા હતા. જાે કે, પરીવારના સભ્યોએ આ બાઈકચોરનો પીછો કર્યો ત્યારે બાઈકચોર દ્વારા તેમના પર ફાયરીંગ કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી રહી છે. જાે આ વાત સત્ય જ હોય તો પછી ચૂંટણીના માહોલ વચ્ચે જ હથિયારો સાથે ફરતા શખ્સોને ખાખીધારીઓએ કેમ રોકયા નહી? પોલીસ બંદોબસ્ત આ સમયે કયાં હતો? ચૂંટણી આંચરસંહિતાના સમયે પણ જાે પોલીસ બંદોબસ્ત વ્યવસ્થિત ન ફળવાય તો એ ગંભીર ચિંતાનો જ વિષય કહી શકાય તેમ છે. નોધનીય છે કે, આ ઘટનાને લઈને મહેશ સુટવાળા શિતલભાઈએ તેમના શોરૂમ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે વીડીયો અલગ અલગ પ્રતિષ્ઠીત ગ્રુપોમાં પણ શેર કરી અને આવી ઘટનાઓને અંજામ આપનારા તત્વોને કડકમાં કડક શબક શીખવાડાય તેવી માંગ કરાઈ છે નહી તો ચૂંટણી દરમ્યાન હજુય કાયદો વ્યવસ્થાને પડકારતી ગંભીર સ્થીતી સર્જી જાય તેવી ઘટનાઓ પણ બની જશે તેમ કહેવુ પણ વધારે પડતુ નહી કહેવાય.

આ બાબતે આદિપુર પોલીસ મથકના શ્રી ચુડાસમાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓના ફોનની સતત ઘંટડી જ રણકતી રહી હોવાથી તેમની પ્રતિક્રીયાઓ જાણી શકાઈ ન હતી.