કોર્ટ કેસોમાં કસૂરવાર કલેકટર કચેરીના અધિકારી સામે લેવાશે શિસ્તભંગના પગલા

(એજન્સી દ્વારા) ગાંધીનગર : ગુજરાત સકારના વિવિધ વિભાગો તેમજ સરકારી કચેરીઓ મારફતે વિવિધ અદાલતોમાં દાખલ થતાં કેસોમાં સમયમર્યાદાનું પાલન નહીં કરનારી જિલ્લા કલેકટર કચેરી જવાબદાર રહેશે અને કસૂરવાર અધિકારી કે કર્મચારી સામે શિસ્તભંગના કડક પગલાં લેવાશે. આવો એક આદેશ રાયના મહેસૂલ વિભાગે જાહેર કર્યેા છે.આ અદાલતોમાં સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, અન્ય ન્યાયિક અદાલતો તેમજ અર્ધન્યાયિક ફોરમનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાયના મહેસૂલ વિભાગે આદેશમાં જણાવ્યું છે કે કોર્ટ કેસોમાં અપીલ દાખલ કરવા માટે સમય મર્યાદા નિયત કરવામાં આવેલી છે. એટલું જ નહીં આ બાબતોમાં નોડલ ઓફિસરની નિયુકિત કરી અદાલતી પ્રકરણોમાં યોગ્ય દેખરેખ થાય તે માટે સ્પષ્ટ્ર સૂચનાઓ આપવામાં આવેલી છે પરંતુ તેનું પાલન થતું હોતું નથી.કેટલાક કિસ્સામાં વિલબં થતાં સરકારને અદાલતોની ફિટકાર સહન કરવી પડતી હોય છે. અદાલતોમાં દાખલ થતાં કેસોમાં હાથ ધરવાની કાર્યવાહી અંગે વિધિસરની સૂચનાઓ આપવામાં આવેલી છે તેમ છતાં કેટલાક અધિકારી કે કર્મચારીઓ દ્રારા કસૂર થતી હોવાનું ધ્યાને આવ્યું છે તેથી આ આદેશ કરવાની ફરજ પડી છે.મહેસૂલ વિભાગે ૨૦૧૭ રાયના ૩૩ જિલ્લાના કલેકટરોને પત્ર પાઠવવામાં આવ્યો હતો. આ પત્રને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે કોર્ટ કેસોની ફાઇલો ટોચઅગ્રતાના ધોરણે હાથ ધરવાની રહેશે. એ ઉપરાંત કોર્ટ કેસને લગતી ફાઇલ કાર્યવાહી કર્યા સિવાય પડતર ન રહે તે બાબતને ગંભીર ગણીને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું આમ છતાં સરકારના ધ્યાન પર આવ્યું છે કે આ સૂચનાઓનું પાલન થતું નથી પરિણામે અપીલ કરવાપાત્ર કેસોમાં વિલંબના કારણોસર અપીલનો નિકાલ કરવામાં આવતો હોય છે જેના કારણે સરકારને નાણાંકીય નુકશાન અને કાયદાકીય પ્રશ્નોનો સામનો કરવો પડે છે.