અબડાસામાં કમળ સોળે કળાએ ખીલશે : સીએમનો હુંકાર

0
50

નલિયામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક દાખલ કર્યું : જંગી જાહેરસભામાં અબડાસા બેઠક પર ફરી એકવાર ભાજપના ઉમેદવાર મોટી લીડ સાથે જીતશે વ્યકત કર્યો વિશ્વાસ

નલિયા : વિકાસ એ ભાજપનો મુળમંત્ર છે. છેલ્લા અઢી દાયકાથી વધુ સમયમાં ગુજરાતના વિકાસની દેશ અને દુનિયામાં નોંધ લેવાઈ છે, ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં પુનઃ ભાજપની સરકાર જંગી બહુમતીથી રચાશે તેવો હુંકાર નલિયા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વ્યકત કર્યો હતો. અબડાસા ધારાસભ્ય તરીકે ભાજપ દ્વારા પ્રધ્યુમનસિંહ જાડેજાને રીપીટ ટીકીટ આપવામાં આવતા આજરોજ વિજય સંકલ્પ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કચ્છમાં મુંખ્યમંત્રીએ ફોર્મ ભરતી વેળાએ ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફુકયું હતું.મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. તો વિનાશક ભૂકંપ બાદ કચ્છનો બેનમુમ વિકાસ પણ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સાકાર બન્યું છે. આજે નર્મદાના નીર મોડકુબા સુધી પહોંચી આવ્યા છે. ભાજપની સરકારે ખેડૂતો, પશુપાલકો, અને ગરીબોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ ચલાવી છે જેનો લાભ કચ્છના છેવાડાના લોકો સુધી પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પહોંચાડયો છે. કચ્છની તમામ છ બેઠકો પર ભાજપનું કમળ ખીલશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો. આવનારા દિવસોમાં પણ વિકાસનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પુનઃ ભાજપને સત્તા સ્થાને બેસાડવા મતદારોને અપીલ કરી હતી.પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રાસંગીક ઉદ્‌બોધન કરતા જણાવ્યું હતું કે, મારા પર વિશ્વાસ રાખી ટિકીટ આપી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ફોર્મ ભરવા સમયે હાજર રહ્યા છે તે બદલ તેમનું આભાર વ્યકત કરૂં છું. રાજ્યમાં જે વિકાસ થયો છે, તેનાથી પ્રેરીત થઈને તેમણે વિકાસ કાર્યોને આગળ લઈ જવા મેં કોંગ્રેસ છોડી હતી. અબડાસા વિધાનસભા વિસ્તારમાં ૪૬૦ ગામડાઓ આવેલા છે. મેં હંમેશા સક્રિય રહી કામો કર્યા છે અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કર્યા છે, ત્યારે આવનારી ચૂંટણીમાં પણ અબડાસાના મતદારો ભાજપ સાથે રહી જંગી જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજીભાઈ હુંબલે અબડાસાના ભાજપના ઉમેદવારના નામાંકન વેળાએ ખુદ મુખ્યમંત્રી હાજર રહ્યા તે બહુભાગ્ય છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગત ટર્મમાં ચાર હજાર કરોડના વિકાસ કામો કર્યા છે તે તેમનું જમા પાસુ છે, ત્યારે ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત નિશ્ચિત છે.મુંદરા ખાતે માંડવી વિધાનસભા ભાજપના ઉમેદવારના નામાંકન બાદ ૧ અબડાસાના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાના ફોર્મ ભરવા માટે નલિયાના જંગલેશ્વર મહાદેવ મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમ સ્થળે મુંખ્યમંત્રી આગમન સાથે તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કાર્યકારી જિલ્લા ભાજપ અધ્યક્ષ વલમજીભાઈ હુંબલ અને મહેશ ભાનુશાલી સહિતના ભાજપ અગ્રણીઓએ કર્યું હતું. ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા કચ્છી પાઘ પહેરાવી મુખ્યમંત્રીને આવકાર આપ્યો હોત. અબડાસાના વિવિધ સમાજોના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી અને ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ અબડાસા ઉમેદવાર પી.એમ. જાડેજા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓએ અબડાસા વિધાનસભા ચૂંટણી અધિકારી દેવાંગ જી. રાઠોડ સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.આ પ્રસંગે મહાનુભાવો કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કાર્યકારી જિલ્લા પ્રમુખ વલમજીભાઈ હુંબલ, અબડાસા તાલુકા પ્રમુખ મહેશ ભાનુશાલી, દિલીપભાઈ પટેલ, લખપત તાલુકા ભાજપ પ્રમુખ વેસલજી તુંવર, રાજસ્થાન ધારાસભ્ય હમીરસિંહ ભાયલ, અલનાભાઈ સુમરા, જખુ દાદા માતંગ, હરિચંદ્રસિંહ જાડેજા, ખેંગારભાઈ રબારી, જયસુખભાઈ પટેલ, વાડીલાલ પોકાર, કરશનજી જાડેજા, જયાબેન ચોપડા, રાજેન્દ્રસિંહ જાડેજા, પરસોત્તમભાઈ મારવાડા, નયનાબેન પટેલ, મહાવીરસિંહ જાડેજા, રાજુભાઈ સરદાર, મહેન્દ્રસિંહ સોઢા, લીલાબેન મહેશ્વરી, કાદરછા બાવા સૈયદ, મોડ જાફર સુમરા, રામજીભાઈ કોલી, દામજીભાઈ ભાનુશાલી, કાનજીભાઈ ગઢવી, બાબુભાઈ ચોપડા, વિજયભાઈ કોલી, પ્રવીણસિંહ વાઢેર, ખુમાનસિંહ સોઢા, પ્રકાશભાઈ જોશી, ભરત સોની, જીવણ મારવાડા, હઠુભા ભાણજીભા જાડેજા, આરબ જત, પરસોત્તમ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, હરેશ ઓધવજી ઠક્કર, નરેન્દ્રસિંહ જાડેજા, પરેશસિંહ જાડેજા,જયદીપસિંહ જાડેજા, અરવિંદભાઈ શાહ, વિક્રમસિંહ અમરસિંહજી જાડેજા, અજય જોષી, મુળરાજભાઈ ગઢવી, વેરશી સંજોટ, ગાંગજી મહેશ્વરી, મહાવીરસિંહ જાડેજા, ગોવિંદ ભાનુશાલી, મહેશ ઠાકર, પંકજભાઈ, ઉષાબા જાડેજા, રમીલાબેન ભાનુશાલી, વિક્રમસિંહ જાડેજા, જયાબેન ચોપડા, ચંદનસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ જાડેજા, લાલજી રામાણી, જીતેન્દ્રસિંહ જાડેજા, જાગૃતિ ઠક્કર, બહાદુરસિંહ જાડેજા, મહેશ સોની સાથે અબડાસા, લખપત, નખત્રાણાના ભાજપના અગ્રણીઓ જિલ્લા ભાજપના અગ્રણીઓ સહિત ત્રણેય તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ કર્યું હતું. આભારવિધિ નખત્રાણા તાલુકા પ્રમુખ દિલીપભાઈ નરસંગાણીએ કરી હતી.