મીઠીરોહર જીઆઈડીસીના એકમમાંથી ૯ર લાખનો ગેરકાયદેસર જવલનશીલ પદાર્થ પકડાયો

0
26

એસ.ઓ.જી.ની ટુકડીએ સોયા લેશેથીન, મસ્ટર્ડ ઓઈલ, સલ્ફયુરીક એસીડ, પામ ઓઈલ, સ્લજ અને સોયા સોપ સ્ટોક અને ટેન્કર કબજે કર્યો

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં જી.આઈ.ડી.સી. પ્લોટ નંબર – ૪પમાં આવેલા એકમમાં પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડી ૯ર લાખ રુપીયાનો જવલનશીલ પદાર્થનો ગેરકાયદેસર જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી.ના પીઆઈ એસ. એન. ગડ્ડુ તથા સ્ટાફના સભ્યો પેટ્રોલીંગ વેળાએ મીઠીરોહર સીમમાં આવેલી નર્મદરાજ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં દરોડો પાડયો હતો. કંપનીના માલિક રાજેશ કન્સલ (રહે. ગાંધીધામ)વાળાએ પોતાની કંપનીમાં નાઈજીરીયા સોયા લીટર ૬૧ હજાર કિંમત ૪ર,૭૦,૦૦૦ તો મસ્ટર્ડ ઓઈલ લીટર ૩પ હજાર કીંમત ૧૭,પ૦,૦૦૦, સલ્ફયુરીક એસીડ લીટર ૧૦ હજાર કિંમત ૧.૪૦ લાખ, પામ ઓઈલ લીટર ૧૭ હજાર કિંમત ૮.પ૦ લાખ, સ્લજ લીટર ૧ક્ષ હજાર કિંમત રર હજાર અને સોયા સોપ સ્ટોક લીટર ૧૭ હજાર કિંમત ૧.૭૦ લાખ અને વાહન ટેન્કર જીજે ૧ર એકસ ૧પ૮૭ કિંમત ર૦ લાખ મળી કુલ ૯ર,૦ર,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અલગ અલગ જવલનશીલ પદાર્થનો જથ્થો પોતાની ઈન્ડસ્ટ્રીઝમાં કોઈપણ સેફટીના સાધનો વ્યવસ્થા વગર સંગ્રહ કરી તેમજ વેપાર કરી માનવ જીંદગી જોખમાય તેવું કૃત્યુ કર્યુ હતુ. આમ લોકોની તંદુરસ્તીને નુકસાન થાય તે રેતી હવા દુષીત થાય તે પ્રકારનું કૃત્ય કરી સરકાર પાસેથી લેવાના થતા પરવાના-લાયસન્સ તેમજ એન.ઓ.સી. મેળવ્યા વગર સંગ્રહ કર્યો હતો. આરોપી હાજર મળી ન આવતા જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.