ભુજમાં ઈબ્રાહીમના દેશી-અંગ્રેજી દારૂની રેલમછેલ : ઠેર-ઠેર પોઈન્ટ ધમધમ્યા ?

0
25

  • પોલીસ મારો વાળ પણ વાંકો ન કરી શકે! હું બધાયને હપ્તા આપું છું !

અગાઉ દારૂના અનેક કેસ જે બુટલેગર પર થયેલા છે તેવા ઈબ્રાહીમનો ભુજના મુખ્ય વિસ્તારોમાં શરૂ થયા પોઈન્ટ : આરટીઓ કચેરીની બાજુની ગલીમાં દેશીની રેલમછેલ તો રામકૃષ્ણ કોલોની આસપાસમાં દેશી-અંગ્રેજીનું ધૂમ વેંચાણ : શહેર એ-ડીવીઝન વિસ્તાર તથા મુખ્ય શાખાના અમુક બની બેઠેલા ખાખીધારીઓના જોરે કુદતા ઈબ્રાહીમને કાયદાનું ભાન કરાવવું જરૂરી

લોટસ કોલોની સમીપે ઈબ્રાહીમનો મુખ્ય અડ્ડો હોવાની ચર્ચા : વહેલી સવારે ઈબ્રાહીમ વ્હાઈટ કલરની વર્ના નંબર પ્લેટ વગરની કારમાં પાંચથી સાત વચ્ચે લોટસ કોલોની આજુબાજુમાં ઠાલવે છે દારૂની પેટીઓ જયાંથી કરે છે બધે જ સપ્લા..!

ભુજ સમીપે સુખપર પાસે પણ રેલવે પાટ્ટાના ક્રોસીંગ કરતાની સાથે જ આસપાસના વગડામાંથી સુખપર પટ્ટામાં ઈબ્રાહીમના અલગ અલગ ચારથી વધુ પોઈન્ટ ધમધમતા હોવાની ચર્ચા

ભુજ : ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની બદીને નાથવાને માટે કડકાઈ ભર્યા કાયદાઓ અમલી બનાવવામાં આવી રહ્યા છે એન પૂર્વ તથા પશ્ચીમ કચ્છમાં પણ તેને લઈને કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમ્યાન જ સામે આવતી વિગતો અનુસાર પશ્ચીમ કચ્છ પોલીસના જિલ્લા વડામથક ભુજમાં હાલના સમયે ઈબ્રાહીમ નામનો કુખ્યાત બુટલેગર ફાટીને ફુલેકે ચડયો હેાય તેમ ભુજમાં અલગ અલગ જગ્યાએ તેના પોઈન્ટ બેધડક ધમધમી ઉઠયા હેાવાની ચર્ચા સામે આવવા પામી રહી છે. આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર ઈબ્રાહીમના મુખ્ય પોઈન્ટની વાત કરીએ તો ભુજના આરટીઓ સર્કલથી સહેજ નીચે ઉતરતા ભાગે આરટીઓ કચેરીની ગલીની આજુબાજુમાં એક પોઈન્ટ દેશીનો શરૂ થવા પામી ગયો છે. આ ઉપરાંત રામકૃષ્ણ સોસાયટીની આજુબાજુમાં પણ દેશી-અંગ્રેજીનો પોઈન્ટ બરાબરનો ચાલી રહ્યો છે. તેની સાથોસાથ જ રીલાયન્સ પેટ્રોલપંપ મુંદરા રોડની આજુબાજુમાં ઝુપડપટ્ટી વિસ્તારોમાં પણ ઈબ્રાહીમનો દેશીનો દારૂનો પોઈન્ટ મોટાપાયે બેરોકટોક ચાલી રહયો હોવાનુ કહેવાય છે. આ ઉપરાંત ભુજમાં તેનો સૌથી મોટો અડ્ડો અને પેાઈન્ટ લોટસ કોલોની સમીપે ચાલતોહોવાનુ મનાય છે.ઈબ્રાહીમનો દારૂ સફેદ કલરની કાળા કાંચવાળી નંબર પ્લેટવગરની વર્ના ગાડીમાં વહેીલ સવારે પાંચથી સાત વચ્ચે લોટસ કોલોની આજુબાજુના વિસ્તારમાં ડમ્પ થતો હોવાનુ પણ કહેવાય છે. તે ઉપરાંત ભુજના સુખપર ગામના રેલવે પાટ્ટાની આજુબાજુમાં પણ અંગ્રેજીનો મોટો અડ્ડો શરૂ કરી દીધો હોવાનુ ચર્ચાય છે. અહીથી જ સુખપર આસપાસમાં ચાર અલગ અલગ પોઈન્ટ પરથી દારૂનો વેપલો બેખોફીથી કરતો હોવાનુ પણ મનાય છે. આ ઈબ્રાહીમ પર અગાઉ પણ દારૂના કેસો નોધાઈ ચૂકયા હોવાનુ મનાય છે. ઈબ્રાહીમ એટલો ફાટીને ધુમાડે ગયો છે કે, તે ખુલ્લેઆમ કરતો રહે છે કે, હુ તો આમને આમ જ દારૂ વેંચતો રહીશ, મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. હુ બધાયને પોલીસમાં હપ્તા આપું છુ. હવે આ વાત કેટલી સાચી એ તો તેનો દારૂ પકડાય અથવા તો સદંતર બંધ કરાવે તો જ ખ્યાલ આવી શકે તેમ છે.

ભુજના કાળા વંડા પાસે પંટરીયા બબુના પોઈન્ટ પર કોની મીઠી નજર !

શહેરના હોસ્પિટલ રોડ પાછળના વિસ્તારમાં રામક્રિષ્ન કોલોનીમાં કાળા વંડા પાસે ઈબ્રાહીમના પંટર બબુનો દેશી-વિદેશી શરાબનો રીતસરનો પોઈન્ટ ખુલ્યો છે. આ પોઈન્ટ પર સ્થાનિક પોલીસના કયા યુવાન પોલીસ કર્મચારીની મીઠીનજર છે તેવા સવાલો ખડા થઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સીંઘની ધાક બેસાડતી કાર્યવાહી હોવા છતાંય પણ બી ડિવિજન પોલીસ મથકના કર્મચારીઓ પ્રસાદી રુપે ‘દાન’ લઈ અને દેશી-વિદેશી શરાબનો પોઈન્ટ ખોલવાની રીતસરની મંજુરી આપી દીધી હોય તેમ પોઈન્ટ ધમધમી ઉઠયો છે.