સ્મૃતિવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ નિમિત્તે હ્યુમન ચેઇન કાર્યક્રમ યોજાયો

0
39

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો સામેલ થયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ સ્મૃતિવન ખાતે હ્મુમન ચેઇન કાર્યક્રમ યોજાયો હતો.

        વહેલી સવારે સનસેટ પોઇન્ટ પર આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો સામેલ થઇને હ્મુમન ચેઇન બનાવી દેશને એક તાંતણે જોડનાર સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરી ભારતના વિકાસ અને ખુશાલીની કામના કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી તથા નહેરૂ યુવા કેન્દ્ર કચ્છ કરાયું હતું.