ગાંધીધામ સંકુલની પ્રજાની સહનશકિતની હજુ કેટલી થશે કસોટી? જુઓ તો ખરા, કેવી અવદશા છે!

0
34

  • ઓસ્લા બ્રિજ, ટ્રાફિક જામ,.. લોકો ત્રાહીમામ..!

ટાગોરા રોડ-ઓસ્લો ઓવરબ્રિજના કામો રાખનાર ઠેકેદારની દાદાગીરી, ધીમુ કામ, મશીનરી-માવનશ્રમનો અભાવ, સંકુલવાસીઓને છાશવારે પજવતા હોવાની બની રહી છે ઘટના : આ ઠેકેદાર જો કામ ઝડપી કરે, માનવશ્રમ વધારે, મશીનરી છે તેનાથી ડબલ કામે લગાડે, રોડ-રસ્તાઓ આસપાસમાં યોગ્ય બને તો ટ્રાફિક નિયંત્રણ રૂટીન થાય..!

ગાંધીધામ : કરે કોઈંક અને ભરે કાંઈકના તાલે શહેરના ઓસ્લો-ટાગોર રોડ પર બની રહેલા ઓવરબ્રિજનો તાલ થયો છે. ઓવરબ્રિજનુ કામ રાખનાર ઠેકેદાર પાર્ટી, આર એન્ડ બી વિભાગના ભ્રષ્ટ તત્વો સહીતનાઓની મીલીભગતથી સરકારની તિજારેને તો કેટલુ નુકસાન થાય છે તે ભાગબટાઈ કરનારાઓ જ જાણે પરંતુ આ સિન્ડીકેટ અહી બની ગઈ હોવાથી કામ તદન લોટ-પાણીને લાંકડાની સ્થિતીવાળુ જ થઈ રહ્યુ હોવાની ઠેર ઠેરથી ફરીયાદો આવી રહી છે અને તદન ધીમુ કામ ચાલતુ હોવાથી સંકુલની પ્રજા પણ છાશવારે આ કામના લીધે એક યા બીજા કારણોસર પરેશાનીઓનો સબબ બની રહી છે. છાશવારે ઓસ્લો પાસે મોટા મેાટા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાઈ જતા હોય છે. તો વળી અહી સર્જાતા લાંબા ટ્રાફીકમાં કેટલીક વખત તો એમ્બયુલન્સ પણ અટવાઈ જતી હોવાની સ્થીતી સર્જાઈ જતી હોય છે.દરમ્યાન જ હાલમાં પણ ઓસ્લો બ્રીજ પાસે એક એસટી બસ બરાબર વચ્ચોવચ્ચ માર્ગમાં જ બંધ થઈ જતા અહી ચાલુ રહેલા એકએક સર્વિસ રોડ પર મોટો ટ્રાફીક જામ સર્જાયો હતો ન માત્ર એટલુ જ પરંતુ આવા ટ્રાફિકના લીધે લોકોના ઈંધણ, સમય, શકિતતો વેડફાય જ છે પરંતુ વાહનોના નાના મોટા અકસ્મતો પણ આવા ટ્રાફીક જામથી થવા પામી જતા હોય છે અને લોકો વચ્ચે ટકરાવ થઈ રહ્યા છે. આ બધી જ પીડાનુ મુળ કારણ ઓવરબ્રીજનુ કામ રાખનાર ઠેકેદાર પાર્ટી છે. અહી જે ટાગોરા રોડ પર બ્રીજનુ કામ ચાલી રહ્યુ છે તે કામ રાખનાર ઠેકેદાર રીતસરની ખુલ્લી દાદાગીરી પૂર્વક જ વર્તી રહ્યા હોય તેમ આખાય શહેરની જનતાને બાનમાં લઈ લીધા છે. ઓછી મશીનરીથી ધીમુ કામ ચાલી રહ્યુ છે, બ્રીજના કામોમાં પાટીચોરીઓ થાય છે, મંજુરી વિના જ કાળી કોલસીીની ભુક્કીઓ પથરાઈ રહી છે, અને ઓસ્લો પાસે સવાર-બપોર અને સાંજ ટ્રાફિક જામની પીડા તો ઉભીને ઉભી જ છે. ખરેખર અહી સર્જાતા ટ્રાફિક જામને માટે જો કોઈને પણ જવાબદાર ઠેરવવા હોય તો એ ઓસ્લો ઓવરબ્રીજનુ કામ કરનાર ઠેકેદાર જ છે. તેને સંકુલના લોકોની તકલીફોની કોઈ જ પીડા જ ન હોય તેમ ખુદના ગજવા વધુ નફાઓ કેમ રડીને ભરવા તેમાં જ વ્યસ્ત છે નહી તો અહી તે મશીનરી વધારે, માનવશ્રમની સંખ્યા વધારો કરે તો આ બ્રીજ ઝડપથી સંપન્ન થાય અને નાની મોટી પીડાઓમાથી શહેરીજનોને છુટકારે મળી શકે તેમ છે.