આદિપુરમાં ચૂંટણી સ્કવોર્ડ સાથે જાણીતા અગ્રણીનો હાઈવોલ્ટેજ ડ્રામા : પરવાનાવાળા હથિયાર મુદ્દે ચકમક જરી : ગાંધીધામ સંકુલમાં હોટટોપીક

0
38

  • ચૂંટણીના સ્થાનિક તંત્રને બગાસા ખાતા પત્તાસું મળ્યું..!

તમંચા કે હથિયાર બાબતેની માહીતીઓ તો ખ્યાલ નથી, પરંતુ ચૂંટણીલક્ષી સ્કવોર્ડ દ્વારા અમને જાણ કરવામાં આવી છે, રોડક બાબતેની તપાસ ચાલી રહી છે, હજુ સુધી સત્તાવાર કોઈ અહેવાલ અમને મળ્યો નથી, ત્યાં સુધી કંઈ પણ કહેવુ વહેલુ છે : શ્રી મેહુલ બરાસરા(ચૂંટણી અધિકારી-૦પ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી નખત્રાણાશ્રી)

૫ેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા તપાસ અર્થે ગયેલ હતા પરંતુ અન્ય વિષય પણ તપાસમાં જોડાતા હાલ સબંધીત વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે જેમાં અમે સામેલ નથી :શ્રી પી.ડી.ઝાલા (સાયબર સેલ વિભાગ) કચ્છ બોર્ડર રેન્જ ભુજ

આશ્ચર્ય…! : તંત્રનું તપાસને સમર્થન પણ નામ-ઠામ બાબતે અસમર્થતા

જોડીયાનગર પૈકીના એક એવા આદીપુરમાં ગત રાત્રીએ ચૂંટણી સલગ્ન સ્કવોર્ડ એક શખ્સના ઘરે લાયસન્સનાવાળા હથિયાર નિયમ અનુસાર જમા ન કરાવ્યાની બાતમી મળતા સ્કવોર્ડ ત્રાટકી, હથિયાર તો ન મળ્યુ પરંતુ મોટી રોકડનો દલ્લો હાથ લાગી જવાની સેવાતી આશંકા : સ્કવોર્ડને મચક ન આપતા તપાસની ટુકડીએ ચૂંટણીપંચને જાણ કરતા ઈસીએ સંકલન કરીને ઈન્કમટેક્ષ વિભાગને મોકલતા વહેલી સવારથી જ તપાસનો ધમધમાટ તેજ બન્યો હોવાની ચકચાર

ગાંધીધામ : ન્યાયિક અને પારદર્શક વીધાનસભાની ચૂંટણીઓ યોજાય તે દીશામાં આ વખતે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા કડક જોગવાઈઓ કરી છે અને તે પૈકીની જ એક એવી રોકડની હેરફેર ખેાટી રીતે ન થાય તે માટે પણ સર્વેલન્સની ટીમો અને સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. કચ્છમાં આ સ્કવોર્ડ પણ સતર્કતા પૂર્વક સદાય મોનીટરીંગ કરી રહી હોય તેનો દાખલો પૂર્વ કચ્છમાં સચોટ રીતે સામે આવતો જોવાઈ રહ્યો છે. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો ચૂંટણીની સ્કવોર્ડને આદિપુરમાં રહેતા એક શખ્સ દ્વારા ચૂંટણીના જાહેરનામા અનુસાર પરવાનાવાળા હથિયારો જમા કરાવવાના આદેશ હોવા છતા પણ હથિયાર જમા ન કરવાયુ હોવાની બાતમી મળતા તેઓ અહી સબંધિત શખ્સના ઘરે ધસી ગયા હતા પરંતુ જે-તે શખ્સે આ બાબતે વોરન્ટની માંગણી કરવા ઉપરાંત હાઈવોલ્ટેજ ડ્રામા ઘડી દીધો હોવાની વાત સામે આવવા પામી રહી છે.જો કે, તે વખતે અહીથી સ્કવોર્ડને લાયસન્સવાળું હથીયાર ન મળ્યુ પરંતુ તેના ઘરમાથી કેશ પડી હોવાની વાત મળતા તુરંત જ ગાંધીધામ વિસ્તારના ચૂંટણી અધિકારીને આ બાબતે અવગત કરવામાં આવ્યા હતા અને ગાંધીધામના ચુંટણી અધિકારીશ્રીએ સબંધિત વિભાગો સાથે સંકલન સાધી અને કેસ અંગેની ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ બાબતે નખત્રાણાના પ્રાંત અધિકારી અને ગાંધીધામ વિધાનસભા વિસ્તારના ચુંટણી અધિકારી શ્રી મેહુલ બાલસરાને પુછતાં તેઓએ કહ્યુ હતુ કે, હથિયારની કોઈ માહીતીઓ તેમને મળેલી ન હતી, સ્કવોર્ડ દ્વારા રોકડને લઈને તેમને જાણ કરાઈ છે, જેની તપાસ હજુ ચાલી રહી છે, હાલમાં શુ મળ્યુ છે, અથવા તો કેટલી રોકડ છે તેનો કોઈ જ સત્તવાાર અહેવાલ તેઓને મળવા પામ્યો ન હોવાથી હાલતુરંત તેઓ નામ-ઠામ સહિતની કોઈ જ વિગતો જાહેર કરવા અસક્ષમ હોવાનુ કહ્યુ હતુ.તો વળી બીજીતરફ આદિપુરમાં આવેલા આ વ્યકિતના ઘરે ચાલતી તપાસને લઈને ગાંધીધામ-કંડલા સંકુલમાં પણ આજ રોજ સવારથી ભારે ચર્ચાઓ સાથે હોટટોપીકનુ આવરણ ઉભુ કરી દીધુ છે. કહેવાય છે કે, આજ રોજ સવારે ૧૧ વાગ્યા સુધી તેની પાસેથી ઈન્કમટેક્ષ વિભાગને ૧પ લાખથી વધુની રોકડ હાથે લાગી ચુકી છે તો વળી બીજીતરફ એવી પણ ચર્ચા થાય છે કે, આ શખ્સના ઘરે મોટી માત્રામા રોડક બરામદ થાય તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.બીજીતરફ આ બાબતે ભુજ સાયબર સેલમાં પુછતા અધિકારીશ્રી જાલાએ કહ્યુ હતુ કે, અમે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલી અને તે અનુસંધાને તપાસર્થે ગયા હતા પરંતુ તે બાદ કઈ બીજી તપાસ પણ નીકળી છે જેમાં અમે સામેલ નથી.