હીટ એન્ડ રન : કચ્છથી સોમનાથ પગપાળા જતા યાત્રીનું મૃત્યુ

0
31

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર સમય ક્લોક કારખાના નજીક કચ્છથી પગપાળા સોમનાથ જઈ રહેલા મૂળ કચ્છના તોરણીયા ગામના આધેડને અજાણ્યા વાહને ઠોકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર સમય ક્લોક કારખાના નજીક ગત તા.૧૧ ના રોજ અજાણ્યા વાહને હડફેટે લેતા કચ્છના તોરણીયા ગામેથી સોમનાથ પગપાળા જઈ રહેલા વેલાભાઈ પેથાભાઈ બઘાયા નામના આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા હતા. દરમિયાન પાંચેક દિવસની સારવાર કારગત ન નિવડતા ગઈકાલે વેલાભાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા મૃતકના ભાઈ રામભાઈ બઘાયા રે. તોરણીયા કચ્છ, ભુજ વાળાએ આ મામલે ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હિટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.