અપહરણના કેસમાં વધુ નામ ઓકાવવા માટે ચાર દિના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરાયા

0
50

હોસ્પિટલ રોડ પરથી સ્વીફટકારમાં યુવકનું અપહરણ કરાયા બાદ રાજકોટથી દબોચાયા હતા

ભુજ : ગુરુવારે સાંજે પાંચ વાગ્યે શહેરના હોસ્પિટલ રોડ પર રર વર્ષીય યુવકનું પૈસાની ઠગાઈ મામલે રાજકોટના પાંચ શખસો અપહરણ કરી ગયા હતા, જે ગણતરીના કલાકોમાં એલસીબીએ માધાપર ચોકડી-રાજકોટ ખાતેથી દબોચી લીધા હતા. બે આરોપીઓ પાસેથી અન્ય અપહરણકારોના નામ ઓકાવવા માટે ચાર દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા છે.

હોસ્પિટલ રોડ ભુજનો રર વર્ષીય  યુવક સકીલ મજીદ લાંગાય પોતાના મિત્ર સાથે ઉભો હતો ત્યારે બ્લુ કલરની રાજકોટ પાસિંગની સ્વીફટમાં આવેલા શખસો બળજબરીથી તેને ગાડીમાં નાખી અપહરણ કરી ગયા હતા. અપહરણના બનાવની જાણ થતા જ  બી ડિવિજન પોલીસ અને એલસીબીની ટુકડી કામે લાગી હતી.  એલસીબીની ટુકડીએ ગણતરીના કલાકોમાં ચાર કલાકમાં જ દબોચી લીધા હતા. ભોગગ્રસ્ત સકીલ લાંગાય, જીજે ૦૩ એમ.ઈ. પ૦ર૬માં અપહરણ કરી ગયેલા વિક્રમસિંહ જાેરુભા રહેવર (રહે. જામનગર રોડ, રાજકોટ) અને મનીષભાઈ ભીખુભાઈ ચૌહાણ (રહે. રાજકોટ) બે શખસોને પણ દબોચી લીધા હતા. અપહરણ કરવા માટે ભુજ ખાતે પાંચ શખસો આવ્યા હતા જે શખસો રાજકોટ ખાતે એલસીબીને જાેઈ નાસી છુટયા હતા, ત્યારે અપહરણના કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓના નામ ઓકાવવા માટે બી ડિવિજન પોલીસ દ્વારા બંને આરોપીને કોર્ટમાં ચાર દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. આ અંગે બી ડિવિજન પીઆઈ કે. સી વાઘેલાએ જણાવ્યું હતું કે, અન્ય આરોપીના નામ ઓકાવવા માટે ચાર દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે, કોર્ટ દ્વારા રીમાન્ડ મળ્યા બાદ તેમના નામ તપાસમાં ખોલી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે.

અપહ્યત યુવક સામે છેતરપિંડીનો ગુનો નોંધાવાના એંધાણ

રાજકોટના  શખસ  સાથે દોઢથી બે લાખ રુપીયાની થોડા સમય અગાઉ થયેલી ચીટિંગના મામલે ભુજના આ યુવકનું અપહરણ કરાયું હતુ, અગાઉ તેના ભાઈનું પણ સ્ટેશન રોડ પરથી ચીટીંગના પૈસા મુદ્દે અપહરણ કરી જવાયો હતો. રાજકોટના શખસ પણ અપહ્યત યુવક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવે અને તેમાં અન્ય આરોપીઓ પણ સામેલ હોવાના એંધાણ છે તેમ આંતરીક સુત્રોએ જણાવ્યું હતું.