કચ્છમાં એજન્સી સમક્ષ મુંબઈથી હનીફ થયો હાજર.!… મુંદરા ઈ-સીગારેટ કેસ : આશીફ આણી ટોળકી એજન્સીને ગોળ-ગોળ ફેરવતી હોવાની ચકચાર

0
166

પ્રથમ ર૦ કરોડ તે બાદ ૪૮ કરોડની પ્રતિબંધિત ઈ-સીગારેટના કોંભાડમાં તપાસનીશ એજન્સી ડીઆરઆઈએ પાઠવ્યા છે સમન્સ : આશીફ સાટ્ટી, સહિતના ત્રણ શખ્સોના નિવેદનો લેવાઈ ગયા : જાે કે, ક્રોકીંટ વિગતો-આધારો કે કબુલાતો એજન્સીના હાથે હજુ સુધી લાગી ન હોવાની છે અટકળો : નિવેદનોમાં દરેક શખ્સ એક-બીજાની સામે ચીંધી રહ્યો છે આંગળી..! : ઈ-સીગારેટ માટે કરોડોનું રોકાણ કરનાર શખ્સ કોણ? : તે કોઈના પણ સ્ટેટમેન્ટમાં હજુ સુધી નથી આવ્યું બહાર..!

અત્યાર સુધી જેટલા પણ શખ્સ, ડીઆરઆઈ સમક્ષ રજુ થયા તેઓ પોતાના ફોનને કેમ સાથે ન લાવ્યા? ફોન વગર સામેથી જ આ તત્વો કેમ થઈ રહયા છે પ્રોડયુસ? : એજન્સીઓએ આ બધાના ફોન-કોલ ડીટેલ્સની પણ કરવી જાેઈએ ઘનિષ્ઠ તપાસ

ગાંધીધામ : ચાઈનાથી રમકડા દેખાડી અને તેમાં કરોડોની પ્રતિબંધિત ઈ-સીગારેટનો જ્થો મંગાવનાર ટોળકી હાલમાં એજન્સીએ બરાબરની કલચ કર લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે આ કેસમાં વધુ એક શખ્સ મુબઈથી નિવેદન માટે રજુ થયો હોવાનુ મનાય છે.

આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર મુંદરાના ઈ-સિગારેટકાંડની તપાસ ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમાં અલગ અલગ શખ્સોને એજન્સી દ્વારા સમન્સ પાઠવીને તેડા મોકલવામાં આવ્યા હતા જે બાદ ત્રણેક જેટલા શખ્સો એજન્સી સમક્ષ હાજર થવા પામી ચૂકયા છે. જેમાં મુંબઈનો આશીફ શાટ્ટી સહિતનાઓનો સમાવેશ થવા પામી રહ્યો છે.

મુંબઈનો આશીફ, ભુજનો ટ્રુર્સ ધંધાર્થી કે જેના નામનો આઈઈસી ઉપયોગમાં લેવાયો હતો, તથા જુમ્મા નામના શખ્સની પુછતાછ થઈ ચૂકી છે અને નિવેદનો પણ લઈ લેવાયા છે. તો વળી તાજેતરમાં જ મુંબઈનો હનીફ નામનો શખ્સ પણ એજન્સી સમક્ષ રજુ થવા પામી ગયો હોવાનુ માલુમ પડી રહ્યુ છે. પરંતુ જાેવાની વાત એ છે કે, આ તમામ શખ્સો ખુદના નિવેદનમાં કોઈ જ તટસ્થ અને સચોટ માહીતીઓ એજન્સી સમક્ષ આપતા ન હોવાનુ જ બહાર આવી રહ્યુ છે. કહેવાય છે કે, આ શખ્સો એક બીજા પર જ આંગળીઓ ચિંધતા નિવેદનો આપી રહ્યા છે. એજન્સી પાસે હજુ સુધી કોઈ ક્રોકીંગ સ્ટેટમેન્ટ સંભવત રીતે આ બાબતમાં સામે આવતુ ન હોવાનુ મનાઈ રહ્યુ છે. તો વળી આ બધાયની વચ્ચે મુંબઈથી હનીફ નામનો શખ્સ પણ ડીઆરઆ સમક્ષ રજુ થયો હોવાનુ ચર્ચાય છે.

હકીકતમાં તો હાલમાં પકડાયેલી સિગારેટનો જથ્થો તો પાસેરામાં પુણી સમાન જ હોવાનુ કહેવાય છે, વાસ્તવીકતામાં તો રપ૦ કરોડથી વધારેની ઈસિગારેટના કન્સાઈનમેન્ટ સબંધિત ટોળકીએ આઠથી દસ અલગ આઈઈસીનો ઉપયોગ કરીને નિર્ધારીત કરી લીધા હોવાનુ મનાય છે. આ તો હૈદરાબાદમાં પ્રથમ આવો કારસો ૧૦ કરોડનો ઝડપાઈ ગયા બાદ તબક્કાવાર આ તમામ કેસો બહાર આવી રહ્યા હોવાનુ મનાય છે અને તેમાં પણ ઝડપાયેલ ૬૦ કરોડનો મુદામાલ તો હજુય પાસેરામાં પુણી સમાન જ છે.

કરોડોનું રોકાણ કરનાર ફાયનાન્સર કોણ.! એજન્સી કેમ ન કરે આ દીશામાં તપાસ?

ગાધીધામ : ખરેખર હવે તો એજન્સીએ જયારે મુંદરા ઈ સિગારેટ પ્રકરણમાં કેસ કર્યો છે, નિવેદનો લેવાય છે ત્યારે તપાસ કરવાની જરૂર છે કે, આવા કારનામામાં ફાયનાન્સ કોણ છે? રોકાણ આટલી બધી તગડી રકમનો કોણે કર્યું છે? ઈ-સીગારેટ કાંડમાં રકમ રોકનારાનું નામ બહાર લાવવુ જરૂરી છે તો ઘણા બધા ખુલાસાઓ થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.

મુંદરામાં કન્ટેનર કલીર કરાવનાર શખ્સ ફરાર..!

ગાંધીધામ : થોડા સમય પહેલા જ સુરતમાં ડીઆરઆઈ દ્વારા ર૦ કરોડની પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે એક વાહનચાલકને પકડી પાડયો હતો જેનો રેલો કચ્છના મંુદરા સેઝ એકમ સુધી લંબાયો હતો. અને તપાસ થતા આ કન્ટેનર મુંદરાથી જ નીકળ્યાનુ સામે આવવા પામ્યુ હતુ. હવે આ પ્રકરણની તપાસ ગંભીરતાથી ચાલી રહી છે ત્યારે જાણવા મળતી માહીતી અનુસાર આ ર૦ કરોડની સિગારેટના કન્ટેઈનર કલીયર કરાવનાર મુંદરાનો સ્થાનિક શખ્સ ભુર્ગભમાં ઉતરી ગયો છે અથવા તો ફરાર થઈ ગયો હોવાનુ સામે આવે છે. એજન્સી આ શખ્સ સુધી પહોંચશે તો અનેકવિધ ખુલાસાઓ સિગારેટ આયાત કેસમાં થવા પામી શકે તેમ છે.

મુંબઈના આશીફના ભુજના સાગરીતનો પાસપોર્ટ કરો જપ્ત

આ શખ્સ વિદેશી સરકી જવાની ફિરાકમાં હોવાની છે ચકચાર : સિરીયા જેવા દેશોમાં  સબંધિત શખ્સના તાર વિશેષ જાેડાયેલા હોવાની છે ચકચાર

આશીફની સાથે આરીફ-અરાફત-હનીફ સહિતનાઓ સમાંતર રીતે ઈ-સીગારેટ મિસડીકલેરેશન પ્રકરણમાં સંડોવાયલા હોવાની છે ચર્ચા : આશીફ સહિતના અન્ય બે મળીને કુલ્લ ત્રણ શખ્સો એજન્સી સમક્ષ રજુ થઈ ગયા, રીમાન્ડ હેઠળ પુછતાછ પણ કરાઈ છે, પરંતુ પ્રવાસના વ્યવસાયથી સીધે કે પરોક્ષ રીતે સંકળાયેલા શખ્સએ હજુય એજન્સી સમક્ષ આવવાની નથી લીધી તસ્દી

ગાંધીધામ :  મુળ કચ્છના માંડવી તાલુકાના એક મહત્વના ગામનો રહેવાસી અને મુંબઈમાં સ્થાયી થયા બાદ ચાઈનિજ ટોયઝની આડમાં ચાઈનાથી ઈ સિગારેટનો જ્થો મંગાવનાર આશીફ હાલમાં સાણસામાં આવ્યો છે પરંતુ તેની સાથેના મુખ્ય સુત્રધાર પૈકીનો એક એવો ભુજનો પ્રવાસે કરાવતો શખ્સ હજુય સીધી રીતે એજન્સીઓના હાથમાં આવ્યો નથી. એજન્સીઓ જાે હવે આ શખ્સને દબોચવામાં વીલંબ કરી જશે અથવા તો તપાસના હિતમાં તેના પાસપોર્ટને જપ્ત નહી કરે તો ભુજમાં પ્રવાસના ધંધાથી સંકળાયેલ આ શખ્સ વિદેશી જરકી જાય તેવી ભીતી પણ સેવાઈ રહી છે અને તે બાદ એજન્સીઓને તપાસમાં આગળની કડીઓ મળવી કદાચ વિલંબીત થવા પામી શતે તેમ જાણકારો માની રહયા છે. કહેવાય છે કે, આશીફની સાથે રપ૦ કરોડના અંદાજીત ઈ સિગારેટ મિસડીકલેરેશન કાંડમાં આરીફ, અરાફત, હનીફ સહિતનાઓ સમાંતર સાગરીતની ભુમિકામાં જ રહેલા છે. આશીફ અને અન્ય બે મળી ત્રણ શખ્સો તો ડીઆરઆઈ સમક્ષ રજુ થઈ ચુકયા હોવાનુ મનાય છે પરંતુ પ્રવાસના કામથી સંકળાયેલો શખ્સ લગભગ લગભગ વિદેશી સરકી જવાની ફિરાકમાં છે અથવા તો સરકી ગયો હોવાનુ મનાય છે. ભુજના પોજ વિસ્તારમાંખુદની કચેરી ધરાવતો આ શખ્સ જાણી ગયો હતો કે તે હાજર થશે તો સીગારેટ કૌભાંડને લગતી ઘણી વીગતો બહાર આવી શકે તેમ છે. કહેવાય છે કે, સબંધિત શખ્સના સિરીયાની સાથે સારા કનેકશન હાવાથી સિરીયા સરકી જવાની ફિરાકમાં તે રહેલો છે.

DRIએ નાક કાપ્યા બાદ મુંદરા  કસ્ટમે મને-કમને આળસ ખંખેરી ખરી…!

ગાંધીધામ ડ્ઢઇૈંની ટીમે સીએફએસમાથી ૪૮ કરોડની પકડેલી સિગારેટ બાદના વોચમાં રખાયેલ કન્ટેઈનર કસ્ટમ મુંદરાને જાેઈ લેવાની અપાયેલી સુચના બાદ કસ્ટમે પણ હાજરી નોંધાવી..

ચીનથી વાયા દુબઈ થઈ મુંદરા આવેલી પાંચ કરોડની વધુ  ઈ-સિગારેટનો જ્થો પકડાયો

ગાંધીધામ : થોડા સમય પહેલા જ ડીઆરઆઈ સુરત અને તે બાદ ડીઆરઆઈ ગાંધીધામે મુંદરાના એક સીએફએસમાં ચોકકસ બાતમીના આધારે તપાસ કરતા અહીથી ૪૮ કરોડની ઈ સીગારેટ પકડી પાડી હતી જે બાદ ડીઆરઆઈએ બાકીના કન્ટેઈનર વોચમાં રાખી અને તેની છાનબીન એકઝામિનેશન કરવા માટે મુંદરા કસ્ટમને જણાવ્યુ હતુ અને તેના આધારે જહવે મને-કમને મુંદરા કસ્ટમને પણ કામગીરી કરવાની ફરજ પડી હોય તેમ આ પૈકીના જ કન્સાઈનમેન્ટમાથી મુંદરા કસ્ટમે પણ પાંચેક કરોડની ઈ સિગારેટનો જથ્થો પકડી પાડયો હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.