ગુજરાતનો સૌથી મોટો કુખ્યાત બુટલેગર વિનોદ સીંધી દુબઈથી દબોચાયો

0
45

  • હર્ષ સંઘવીની ટીમ નિર્લિપ્ત રાયની મોટી સફળતા

૧૩૮થી વધુ ગુન્હાઓમાં સંડોવાયેલ અને ૩૦ ગુન્હામાં વોન્ટેડ વિનોદ સીંધીને દુબઈમાંથી ઝડપી લેવાયો : ભારત લાવવાની તજવીજ શરૂ : હરીયાણા-રાજસ્થાનથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવતો હતો વિનોદ સીંધી

ગાંધીધામ : રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા થોડા સમય પહેલા જ રાજયના પોલીસ બેડામાં મોટા ફેરફારો કરી અને સ્ટેટ વિજિલન્સની કમાન રાજયના જાબાંજ અધિકારી શ્રી નિલિર્પ્ત રાયને સોપવામા આવતાની સાથે જ શ્રી રોયની ટીમ દ્વારા રાજયભરમાં ઠેર ઠેર તવાઈ બોલાવી દીધી હતી અને દારૂના નેટવર્કને તો ઠપ્પ જ કરી દીધા હતા. મોટા મોટા બુટલેગરોને શ્રી રોયની ટીમે પકડી પાડયા હતા અને તે સાથે જ ધરપકડના ભણકારા વાગતા સાંભળી ગયેલ રાજયનો સૌથી મોટો બુટલેગર વિનોદ સીંધી વિદેશ દુબઈ ફરાર થઈ ગયો હતો અને તે બાદ તેને પકડી પાડવા માટે શ્રી રાયની ટીમ દ્વારા દુબઈ સુધી હાથ લંબાવાયા હતા અને આ શખ્સની લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી તે બાદ હવે જાણવા મળતી વધુ વિગતો અનુસાર વિનોદ સીંધીની દુબઈમાં ઓળખ થવા પામી ગઈ છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામ્યા છે.નોધનીય છે કે, વિનોદ સીંધી ગુજરાતનો સૌથી મોટો બુટલેગર હતો. તે હરીયાણા અને રાજસ્થાનથી કરોડોનો દારૂ ગુજરાતમાં ઠાલવતો હતો. કચ્છમાં પણ તેનો કરોડોનો દારૂ લાંબા સમયથી વાયા બનાસકાંઠા થઈને ઠલવાતો હતો. અત્યાર સુધીમાં વિનોદ સીધી ૧૩૮ ગુન્હામાં સંડોવણી ધરાવી રહ્યો છે તો ૩૦ જેટલા ગુન્હામાં વોન્ટેડ હતો. વિનોદ સીંધીની સાથે કેટલાક ખાખીના ઉચ્ચ અધિકારીઓથી લઈ અને નાના કર્મચારીઓ પણ તેના વહીવટદાર તરીકે સંકળાયેલા હતા. ઉલ્લેખનીય છે કે, આ વિનોદ સીંધી દુબઈમાં હોવા છતા ગુજરાતમાં તેનો દારૂ હરીયાણા અને રાજસ્થાનથી ઠલવાતો જ રહ્યો હતો. હાલમાં જ એક આઈસર ગાડીમાં દારૂ અમદાવાદ ખાતે પકડાયો હતો અને તેમાં પણ વિનોદ સીંધીનુ નામ બહાર આવવા પામ્યુ હતુ.

હવે કચ્છમાં સાડાસાતીની પનોતી ઉપરાંત વિનોદના ખાખીધારી દલાલોના ધબકારા વધ્યા!
ગાંધીધામ : વિનેાદ સીંધી દુબઈથી પકડાઈ જવા પામ્યો છે ત્યારે તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે, હરીયાણા અને રાજસ્થાનના કયા ઠેકેદારોથી તે દારૂ લેતો હતો, ગુજરાતમાં કયા કયા ખાખીધારીઓ આ વિનેાદ સીંધીની મદદમાં હતા અને તેના કરોડોના હપ્તા ખાતા હતા તે સહિતની માાહીતીઓ બહાર આવશે એટલે ગુજરાતના કઈક ભ્રષ્ટ ખાખીધારીઓના અત્યારથી જ છાતીના પાટીયા બેસવા પામી ગયા છે.