મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત

0
39

નખત્રાણા : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠકના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાના પ્રચાર માટે નખત્રાણા ખાતે મધ્યપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જંગી જાહેરસભા ગઈકાલે યોજાઈ હતી. કચ્છના એક દિવસીય ચૂંટણી પ્રવાસે આવેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ભાનુશાલી સમાજ અને દલિત સમાજના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉષ્માસભર બનેલી આ મુલાકાત પ્રસંગે એમપીના મુખ્યમંત્રીનું ભાનુશાલી સમાજના હોદ્દેદારો દ્વારા કચ્છી શાલ અને પુષ્પગુચ્છ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના રાષ્ટ્રીય અધ્યક્ષ ગંગારામભાઈ ભાનુશાલી, ઉજ્જૈનના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, અબડાસા વિસ્તારના ભાનુશાલી અગ્રણી ઉમરશીભાઈ ભાનુશાલી, ગોવિંદભાઈ ભાનુશાલી, શંકરભાઈ ભાનુશાલી, ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ જાડેજા, મહેશ્વરી સમાજના અગ્રણી લચ્છુભાઈ ભરાડિયા, કિશનભાઈ દનીચા, પેરાજભાઈ બડિયા, શામતભાઈ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા.