ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર : IPL ૨૦૨૨ માટે મેગા ઓક્શનની તારીખ જાહેર

નવી દિલ્હી : હજુ તો IPL ૨૦૨૧ની મૅચની ફાઇનલ રમાઇ નથી ત્યાં IPL ૨૦૨૨ના મેગા ઓક્શનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. મેગા ઓક્શનની મુખ્ય બાબત એ રેહશે કે, પ્રત્યેક ટીમ માત્ર ચાર જ ખેલાડીઓને રિટેન કરી શકશે. IPLન્ની હાલની સીઝન કોરોનાના કારણે અનિશ્ચિત સમય માટે અટકાવી દેવામાં આવી હતી, જેની બાકી રહેલી મેચ ૧૯ સપ્ટેમ્બરથી UAEમાં રમાશે. ક્રિકેટના ચાહકો સાથે ખેલાડીઓ પણ IPLન્ની આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણકે આગામી સિઝનમાં IPL મેગા ઓક્શન થવાનું છે.IPLન્ની આગામી સિઝનમાં બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી IPL ૮ ટીમ સાથે રમાય છે. ૨ નવી ટીમનો સમાવેશ થતાની સાથે જ પ્રથમ વાર એવું બનશે કે, IPLન્ની એક સિઝનમાં ૧૦ ટીમ રમશે. જેનાથી BCCIને કરોડોની કમાણી થશે.સુત્રો મુજબ, ડિસેમ્બર મહિનામાં BCCIમેગા ઓક્શન કરી શકે છે. જેમાં નવેસરથી ખેલાડીઓની લે-વેચ કરવામાં આવશે. પ્રત્યેક ટીમ માત્ર ૪ જ ખેલાડીઓને રિટેન કરી શકશે. નવી ૨ ટીમ માટે ૫૦ જેટલા ખેલાડીઓને અવસર મળશે.