ભુજ તાલુકાના ગોડપર ગામે રૂ. ૧. ૫૦ કરોડના ખર્ચે બનનારા ૩.૧૦ કિમીના રોડનું વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત

0
31

ભુજ :

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભુજ તાલુકાના ગોડપર ગામે રસ્તાનું ખાતમુહૂર્ત વિધાનસભા અધ્યક્ષશ્રી ડો .નિમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

 અધ્યક્ષશ્રીએ રૂ.૧. ૫૦ કરોડના ખર્ચે ભુજ તાલુકાના ગોડપર ગામથી ભારાસર સુધીના ૩.૧૦ કિમીના રોડનું  ખાતમુહૂર્ત કર્યું હતું.  આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય એક દિવસીય જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવમાં ભાગ લઈને આશીર્વચન મેળવ્યાં હતાં

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી ગોડપર સરપંચશ્રી નારણભાઈ કાબરીયાનાયબ કાર્યપાલક ઈજનેરશ્રી બી.ડી .પ્રજાપતિમદદનીશ ઈજનેરશ્રી.કે.એમ.પટેલસર્વ અગ્રણીશ્રી શિવજીભાઈભીમજીભાઇ જોધાણી, ડો.ભાવેશભાઇ આચાર્ય,  રાજસ્થાન સરકારના પૂર્વ  ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ રાઠોડ,  સ્વામિનારાયણ સંતોસ્વામિનારાયણ બહેનોસર્વ અગ્રણીઓ  તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.