મફત વિજળી, શિક્ષણ અને આરોગ્ય સેવા માટે આપો ‘આપ’ને તક : કેજરીવાલ

0
59

ગાંધીધામ અને અંજારમાં દિલ્હીના મુખ્યમંત્રીનો મેગા રોડ શો : અરવિંદ કેજરીવાલની એક ઝલક નિહાળવા ઉમટી જનમેદની : ભાજપ અને કોંગ્રેસના પર આમ આદમી પાર્ટી સંયોજકના આકરા પ્રહારો

ગાંધીધામ : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામાં શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના રોડ શોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુરા જોષ સાથે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ચૂંટણી પ્રચાર માટે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને સ્ટાર પ્રચારક અરવિંદ કેજરીવાલ ગાંધીધામ અને અંજાર પહોચ્યા હતા. બંને શહેરોમાં તેમના ભવ્ય રોડ શો થયા હતા.ગાંધીધામના ગાંધી માર્કેટથી સરદાર પટેલની પ્રતિમા સુધી રૂટ પર કેજરીવાલને જોવા મોટી સંખ્યામાં લોકો એક્ત્રિત થયા હતા. તો આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પોતાના પક્ષના ઝંડા સાથે રોડશો જોડાયા હતા. દિલ્હીના મુખ્યમંત્રીએ કચ્છની જનતાને મફત વિજળી આપવાના પોતાના ચૂંટણી વચનની યાદ અપાવી હતી. આ ઉપરાંત તેમણે બાળકો માટે મફત અને સારૂ શિક્ષણ, ૧૦ લાખ સુધીનો મફત ઈલાજ અને બેરોજગારોને નોકરીના વચનો પણ આપ્યા હતા. છેલ્લા ૨૭ વર્ષથી ભાજપે માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે. દેશમાં સૌથી વધુ મોંઘી વીજળી ગુજરાતમાં છે. યુવાનો નોકરી વગર ભટકે છે. ત્યારે આ ચૂંટણીમાં એક તક આમ આદમી પાર્ટીને આપવા અપીલ કરી હતી.કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ એક જ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. કેજરીવાલે લોકો સમક્ષ લાગણી સભર અપીલ કરી પોતાને પરિવારનો સભ્ય માની એક વખત પરિવારની જવાબદારી સોંપવા જણાવ્યું હતું. દિલ્હી અને પંજાબના ઉદાહરણો આપી તેમણે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સુશાસન લઈ આવશે તેવું વચન આપ્યું હતું.ગાંધીધામ બાદ કેજરીવાલનો કાફલો અંજાર શહેર પહોચ્યો હતો.નિર્ધારી સમયથી મોડા
પોહચેલા કેજરીવાલાના રોડશોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંજારના બગીચાથી ૧૨ મીટર રોડ પર પસાર થઈ રોડશો ગંગાનાકા સુધી પહોંચ્યો હતો. રોડની બંને તરફ દિલ્હીના મુખ્યમંત્રીની એક ઝલક જોવા અંજાર વાસીઓ ઉમટી પડ્યા હતા. કેજરીવાલના રોડશોએ અંજારના મુખ્ય માર્ગો પર લોકો આકર્ષણ જમાવ્યું હતું. કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ રોડશોમાં સાથે જોડાયા હતા. અંજારની રેલીને સફળ બનાવવા હિરેન સોરઠીયા, અંકિત બોરીચા, રાજેશ છાંગા, અશ્વિન નાથ, ભીમાભાઈ ઠાકોર, હિતેશ સોની, હિરેન આહીર, ક્રિષ્નાબેન આહીર, ગીતાબેન સોલંકી,સોનુબેન હાલેપોત્રા, સત્તાર માંજોઠી, દિનેશ રબારી, પ્રદીપ ગઢવી, વગેરે એ રેલીને
સફળ બનાવવા મહેનત કરેલ હતી.