સિંગાપોરમાં ફોર્બ્સ વૈશ્વિક સીઇઓ પરિષદમાં ગૌતમ અદાણીનું ઉદ્બોધન

0
39

૨૦મી ફોર્બ્સ ગ્લોબલ સીઇઓ પરિષદમાં હાજરી મારા માટે ગૌરવની બાબત છે. ત્રણ વર્ષના અંતરાલ બાદ આજે પૂર્વવત ભૌતિક બેઠક તરફ પરત આવ્યાનું જોઇ મને આનંદ થાય છે. વર્ચ્યુઅલ મિટીંગો માટે ગુગલ સાથે ઝૂમિંગ ઇન અને આઉટ અથવા તો માઇક્રોસોફ્ટ સાથે ટીમિંગના કારણે મને એવું લાગતું હતું કે હું કાયમ માટે ક્લાઉડમાં છું. શ્રોતાઓ અને તેમના બપોરના ભોજન વચ્ચે હું ધરતી પર હકીકતમાં જ્યાં ઊભો રહી શકું ત્યાં આપણે પરત ફર્યા તે જોઈને હું વધુ ખુશ થઈ શકતો નથી.
છેલ્લા કેટલાક દાયકાઓ વિશ્વ માટે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિનો સમય રહ્યો છે તેની પ્રતિતી આપણને સહુને થાય છે ત્યારે આ સંદર્ભમાં આ કોન્ફરન્સની થીમ “ધ વે ફોરવર્ડ” આકર્ષક છે. કારણ કે જે લેન્સ દ્વારા – તમે અને હું – “આગળના માર્ગ” ની વ્યાખ્યા કરીએ છીએ તે હવે કદાચ એકસરખી ન હોઈ શકે. મારા મતે વૈશ્વિકરણ એક મંદીના તબક્કે છે. મોટાભાગે એકધ્રુવીય વિશ્વમાં આપણે જે સ્વીકારવા આવ્યા હતા તેનાથી તે તદ્દન અલગ દેખાશે.થોમસ ફ્રાઈડમેનના સામાજિક-આર્થિક બિઝનેસ મોડેલને મારા સહિત આપણામાંના ઘણાએ ખરીદ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ધ દુનિયા સપાાટ છે”.ડિજિટલ ક્રાંતિએ “સીમાઓનો અંત” ચિહ્નિત કર્યો છે એવું માનવાનું આપણે શરૂ કર્યું હતું. માર્કેટ ડિરેગ્યુલેશન અને આર્થિક એકીકરણે આર્થિક પ્રગતિના ગુરુત્વાકર્ષણ-ભંગ કરનાર યુગ ગતિમાં મૂક્યો છે માર્કેટ ડિરેગ્યુલેશન અને આર્થિક એકીકરણે આર્થિક પ્રગતિના ગુરુત્વાકર્ષણ-ભંગ કરનાર યુગને વેગ આપ્યો છે. એવું આપણે સ્વીકારી લીધું. તે સમયે આ સીમાડા વિહીન અને અમર્યાદ વૃદ્ધિનો તાર્કિક સારાંશ હોવાનું લાગતું હતું.
માત્ર ૩૬ મહિનામાં આપણી દુનિયા બદલાઈ જશે એવી કોણે કલ્પના કરી હશે ? માંગમાં સમાંતર ઉછાળો – અને – સંકુચિત પુરવઠાથી સર્જાયેલી અભૂતપૂર્વ જટિલતા છેલ્લા ચાલીસ વર્ષોમાં અદ્રશ્ય ફુગાવાના સ્તર તરફ દોરી જાય છે. અનેક ફેડરલ બેંકો અકલ્પ્યનિય કામકાજ કરી રહી છે વ્યાજ દરો એટલા વધારી દે છે કે તેઓ અર્થતંત્રને મંદીમાં ધકેલી શકે છે. આ આજની વાસ્તવિકતા છે.
આ તમામની ટોચે એક યુદ્ધ હોય છે જે તેની સરહદ પાર સારી રીતે અસર કરે છે, ક્લાયમેટ ચેન્જના પડકારોને વેગ આપે છે અને ભવિષ્યના રોગચાળા અંગેની અનિશ્ચિતતા બધુ મળીને અર્થાત આપણે અનિશ્ચિત વમળોમાં છીએ. અને આ કથાના સઢ હજુ ખુલી રહ્યા છે. જે તમામ રાષ્ટ્રની ઇકોસિસ્ટમના મોટા પાયે પુન:જોડાણ તરફ દોરી રહ્યા છે.આપણે તેને નાટોના નવા સભ્યો ઉમેરવાની બહાલી, પશ્ચિમ એશિયામાં અબ્રાહમ સમજૂતીમાંથી બહાર આવી એક રિંગફેન્સ્ડ મધ્ય એશિયા પોતાના ભાગ્ય પર વધુ નિયંત્રણ રાખવા માંગે છે, એવું ઘણું આપણે સાથે જોયું છે. આપણે ઓળખી લેવું જોઈએ કે હવે બહુધ્રુવીય વિશ્વમાં સંક્રમણ સાથે ભૌગોલિક રાજકીય જોડાણોના નવા સમૂહના આપણે સાક્ષી છીએ.વધુ આત્મનિર્ભરતા, ઘટાડેલી સપ્લાય ચેઇનના જોખમો અને મજબૂત રાષ્ટ્રવાદ પર આધારિત વૈશ્વિક જોડાણના નવા સિદ્ધાંતો હંા આગળ જોઇ રહ્યો છું. કેટલાકે આને ‘ડીગ્લોબલાઇઝેશનની વધતી ભરતી’ ગણાવી છે.

તેથી સવાલ એ થાય છે કે ભારતને છોડીને આ ક્યાં જાય છે? મારા અભિપ્રાય મુજબ વૈશ્વિક અશાંતિએ ભારત માટે તકો ઝડપી બનાવી છે. તેણે ભારતને રાજકીય, ભૌગોલિક વ્યૂહાત્મક અને બજારના પરિપ્રેક્ષ્યમાં થોડા પ્રમાણમાં તેજસ્વી સ્થળોમાંનું એક બનાવ્યું છે. આ ‘પ્રમાણમાં’ શબ્દ મહત્વનો છે કારણ કે ફક્ત યુરોપની પરિસ્થિતિઓ વધુ મુશ્કેલ બની છે.હાલના સશસ્ત્ર સંઘર્ષે તેની માળખાકીય નબળાઈઓને ગતિ આપી છે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોની મહત્વાકાંક્ષાના સ્તરને સંતુલિત કરવું અને હજુ પણ યુરો૫િયન યુનિયનને એક રાખવાનું પહેલા કરતા વધુ મુશ્કેલ હશે. યુનાઇટેડ કિંગડમ બ્રેક્ઝિટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને આર્થિક પડકારોના નવા સમૂહ સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.ઉપરાંત હું ધારું છું કે ચીન કે જેને વૈશ્વિકીકરણના અગ્રણી ચેમ્પિયન તરીકે જોવામાં આવતું હતું તે વધુને વધુ એકલતા અનુભવશે. વધતા રાષ્ટ્રવાદ, સપ્લાય ચેઇન રિસ્ક મિટિગેશન અને ટેક્નોલોજી પ્રતિબંધોની અસર પડશે.ચીનની બેલ્ટ એન્ડ રોડની પહેલ તેની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓનું પ્રદર્શન હોવાની અપેક્ષા હતી, પરંતુ હવે પ્રતિકાર તેને પડકારરૂપ બનાવી છે.૧૯૯૦ ના ‘ગુમાવેલા દાયકા’ દરમિયાન જાપાનીઝ અર્થતંત્રમાં શંવ થયું તેની સાથે અને તેના આવાસ અને ધિરાણના જોખમો સરખામણી કરી રહ્યા છે. હું અપેક્ષા રાખું છું કે આ બધી અર્થવ્યવસ્થાઓ સમય જતાં ફરીથી ગોઠવાઈ જશે અને બાઉન્સ બેક થશે પણ આ વખતે બાઉન્સ-બેક માટે ઘર્ષણ વધુ મુશ્કેલ લાગે છે.
ભારત વિશે હવે વાત કરું તો કબૂલ કરનાર હું પ્રથમ વ્યક્તિ હોઈશ કે આપણે સંપૂર્ણતાથી દૂર છીએ. અલબત્ત હું એ પણ દાવો કરું છું કે ભારતની લોકશાહીનો સાર તેની અપૂર્ણતામાં રહેલો છે. જે લોકો જે ભારતને અપૂર્ણ તરીકે જુએ છે તે એક સમૃદ્ધ અને ઘોંઘાટભરી લોકશાહીને પ્રતિબિંબિત કરે છે. તેમની અપૂર્ણતાઓને દેખાડવા માટે અવાજ ઉઠાવવા માત્ર મુક્ત લોકો જ પરવડી શકે છે. આનું અતિ સંચાલન કરવું એ ભારતની વિવિધતાને વ્યક્ત કરવાની અનન્ય ક્ષમતાને નષ્ટ કરવા જેવું છે. વાસ્તવિક્તા એ છે કે ભારત હમણાં જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. અને એ પણ હકીકત છે કે ભારત ૨૦૩૦ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ ઉપર છે. તથ્ય એ છે કે ભારતનો વાસ્તવિક વિકાસ હમણાં જ શરૂ થઈ રહ્યો છે કારણ કે તે આ વર્ષે તેની સ્વતંત્રતાના ૭૫માં વર્ષથી આઝાદીના ૧૦૦માં વર્ષ તરફ જઇ રહ્યો છે. આપણો દેશ આ સમયગાળાને અમૃત કાલ કહે છે એટલે જ એક સારી આવતીકાલની શરૂઆત માટેનો આ સંપૂર્ણ સમયગાળો છે.
હવે આગામી ૨૫ વર્ષની કલ્પના કરું તો આ સમયગાળા દરમિયાન, ભારત સાક્ષરતાનું આરામથી ૧૦૦% સ્તર ધરાવતો દેશ બની જશે. ભારત પણ ૨૦૫૦ પહેલા ગરીબી મુક્ત હશે. આપણે ૨૦૫૦માં પણ માત્ર ૩૮ વર્ષની સરેરાશ વય ધરાવતો દેશ હશું અને વિશ્વમાં સૌથી વધુ વપરાશ કરતા મધ્યમ વર્ગ ધરાવતો દેશ હશું. ૧.૬ બિલિયન લોકોના વપરાશના તીવ્ર સ્કેલને જોતાં વિદેશી સીધા રોકાણના ઉચ્ચતમ સ્તરને આકર્ષનાર દેશ પણ આપણે બનીશું.આપણે દેશ એવો હશે જે ૩ ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થામાંથી ૩૦ ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થામાં જશે, શેરબજારમાં ૪૫ ટ્રિલિયન ડૉલરની મૂડી ધરાવતો દેશ હોવા સાથે વિશ્વમાં તેના સ્થાન ઉપર સર્વોચ્ચ વિશ્વાસ ધરાવતો દેશ હશે.
કેટલાક વધુ વલણોનો ઉઘાડ કરું તો આપણો દેશ આઝાદ થયા પછી, ૧ ટ્રિલિયન ડોલરના જીડીપીના આંક સુધી પહોંચવામાં ભારતને લગભગ ૫૮ વર્ષ લાગ્યાં. તે પછી બીજા ટ્રિલિયન ડૉલરને હાંસલ કરવામાં ૧૨ વર્ષ લાગ્યા હતા અને ત્યાર પછીના ૩જા ટ્રિલિયન ડૉલર હાંસલ કરવામાં માત્ર ૫ વર્ષ લાગ્યાં. ડિજિટલ ક્રાંતિ રાષ્ટ્રીય સ્તરે દરેક પ્રકારની પ્રવૃત્તિને આગળ ધપાવશે અને પરિવર્તિત કરશે તેના કારણે આ દર વધુ વેગવાન બનશે.પહેલાથી જ અમે તેના સાક્ષી છીએ.૨૦૨૧માં ભારતે દર ૯ દિવસે એક યુનિકોર્ન ઉમેર્યું, હતું અને તેણે વૈશ્વિક સ્તરે સૌથી વધુ સંખ્યામાં વાસ્તવિક સમયના એક આશ્ચર્યજનક ૪૮ અબજ નાણાકીય વ્યવહારો કર્યા છે. આ ચીન કરતાં ૩ ગણા અને યુએસ, કેનેડા, ફ્રાન્સ અને જર્મની મળીને ૬ ગણા કરતા વધારે હતા.
ભારત હવે હજારો ઉદ્યોગ સાહસિકોના સર્જનહાર બનાવવાની ટોચ પર છે. જ્યારે ઘણા લોકો તેમાં સફળતા પ્રાપ્ત કરી શકશે નહીં – યુવાનોની સંપૂર્ણ શીખ અને તેની ઝડપનો અર્થ એ થશે કે યુનિકોર્ન બનાવવાની ગતિ ઝડપી થવાની ભારત તૈયારીમાં છે અને દરેક યુનિકોર્ન માટે જે ઉદભવે છે તે જોતા આપણે ડઝનેક માઇક્રો-યુનિકોર્નનો જન્મ થતા જોશું. હકીકતમાં નવા વિચારો માટે ભારત પહેલેથી જ વિશ્વનું સૌથી હોટ ગ્રાઉન્ડ છે. ભારતના ૭૬૦ જિલ્લાઓમાંથી,૬૭૦થી વધુ જિલ્લામાં ઓછામાં ઓછા એક સ્ટાર્ટ-અપ નોંધાયેલ છે. એક સ્માર્ટ ફોન અને સસ્તો ડેટા આકાંક્ષાઓ સાથે ભળીને રાષ્ટ્રના પરિવર્તન માટે સૌથી શક્તિશાળી મિશ્રણ બનાવે છે. ડિજિટલી સક્ષમ ભારતની સફર હમણાં જ શરૂ થઈ છે.
ભારતની આજ સુધીની વૃદ્ધિની આ સફર મોટાભાગે સ્થાનિક રોકાણો દ્વારા હંકારવામાં આવી છે ત્યારે અર્થતંત્રને સ્થાનિક અને વિદેશી સીધા રોકાણની જરૂર છે તે આપણે જાણીએ છીએ. ગયા વર્ષે, ભારતે સૌથી વધુ વાર્ષિક FDI ૮૪ બિલિયન ડૉલરનો તેનો રેકોર્ડ કર્યો હતો. ચાલુ વર્ષમાં આ ઇનફ્લો ૧૦૦ બિલિયન ડૉલરને વટાવી જવાની ધારણા છે. આમ વધુ એક રેકોર્ડ બનાવશે. હકીકતમાં વર્ષ ૨૦૦૦થી ભારતમાં FDI ના પ્રવાહમાં ૨૦ ગણો વધારો થયો છે.ભારતમાં વધી રહેલા વૈશ્વિક વિશ્વાસ માટે આનાથી વધુ સારી નિશાની હોઈ શકે નહીં. મને આશા છે કે ભારતમાં FDIનો પ્રવાહ વધુ વેગવંતો બનશે અને આગામી ૧૫ વર્ષોમાં ૫૦૦ બિલિયન ડૉલરથી ઉપર જશે જે ભારતને FDI માટે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ગંતવ્ય સ્થાન બનાવશે.

રાષ્ટ્રનો આ આત્મવિશ્વાસ કોર્પોરેટ્સના નિર્ણયોના માપદંડમાં પણ પ્રતિબિંબિત થાય છે. અદાણી ગ્રૂપ સાથે આવું જ બન્યું છે કારણ કે અમોને ઉભરતા ભારતનો ફાયદો થાય છે. આ સંદર્ભમાં, એવા પ્રાથમિક ક્ષેત્રોની રૂપરેખા આપું તો ભારતની અંદર અને ભારતની સરહદોની બહાર. ટોચ પર એનર્જી ટ્રાન્ઝિશન અને ત્યારબાદ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આવે છે જે આપણી વ્યૂહાત્મક દિશા નિર્ધારિત કરશે
એક ગૃપ તરીકે અમે આગામી દાયકામાં ૧૦૦ અબજ ડોલરથી વધુ મૂડીનું રોકાણ કરીશું. અમે આ રોકાણના ૭૦% એનર્જી ટ્રાન્ઝિશન સ્પેસ માટે ફાળવ્યા છે. પહેલાથી જ અમે વિશ્વના સૌથી મોટા સોલર પ્લેયર રહ્યા છીએ, અમે ઘણું બધું કરવા માગીએ છીએ. આ સંદર્ભમાં, અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ એનર્જી ટ્રાન્ઝિશન સ્પેસમાં અમે જે ભૂમિકા અદા કરી રહ્યા છીએ તે તેની અભિવ્યક્તિ છે. સંકલિત હાઇડ્રોજન આધારિત મૂલ્ય શ્રેણીમાં ૭૦ અબજ ડોલરનું રોકાણ કરવા અમે સંકલ્પબધ્ધ છીએ.
તેથી અમારા હાલના ૨૦ GW રિન્યુએબલ પોર્ટફોલિયો ઉપરાંત નવા વ્યવસાયને ૧૦૦,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલા હાઇબ્રિડ રિન્યુએબલ પાવર જનરેશનના અન્ય ૪૫ GW દ્વારા વધારવામાં આવશે જે સિંગાપોરથી ૧.૪ ગણો વિસ્તાર છે. પરિણામે ત્રણ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું વ્યાપારીકરણ થશે. આ મલ્ટિ-ફોલ્ડ બિઝનેસ ભારતમાં ૩ ગીગા ફેક્ટરીઓ બનાવતા જોશે.અમે ૧૦ GW સિલિકોન-આધારિત ફોટો-વોલ્ટેઇક વેલ્યુ-ચેન બનાવવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છીએ જે કાચા સિલિકોનથી સોલર પેનલ્સ, ૧૦ GW સંકલિત વિન્ડ-ટર્બાઇન ઉત્પાદન સુવિધા અને ૫ GW હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી માટે બેકવર્ડ ઇન્ટેગ્રેટેડ હશે.આજે અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ કે અમારી પાસે સૌપ્રથમ દૃષ્ટિની રેખા છે ગ્રીન ઈલેક્ટ્રોનના સૌથી ઓછા ખર્ચાળ ઉત્પાદકોમાંના એક બન્યા છીએ ત્યારબાદ ગ્રીન હાઈડ્રોજનના સૌથી ઓછા ખર્ચાળ ઉત્પાદકો પૈકીના એક બન્યા છીએ. જે ભારત માટે સંપૂર્ણ ગેમ ચેન્જર છે અને તે દિવસ દૂર નથી કે તે ભારત નેટ એનર્જી નિકાસકાર બની શકે તેવી અભૂતપૂર્વ શક્યતાઓ ખોલેશે.
જો કે જ્યારે અમે આ અનન્ય મહત્વાકાંક્ષી એનર્જી ટ્રાન્ઝીશન સફર હાથ ધરીએ છીએ ત્યારે અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા લક્ષ્યો રાષ્ટ્રીય જરૂરિયાતો સાથે સમાન રહે. ટીકાકારો અમને જલ્દીથી તમામ ફોસિલ ફ્યુઅલના સ્ત્રોતોમાંથી મુક્ત કરશે જેની ભારતને તેની મોટી વસ્તીને સેવા આપવા માટે જરૂર છે. ભારત માટે આ કામ નહીં કરે. આજે પણ વિશ્વની 1૬% વસ્તી ધરાવતું ભારત CO2 ઉત્સર્જનમાં ૭%થી ઓછો હિસ્સો ધરાવે છે જે ગુણોત્તર સતત ઘટી રહ્યો છે.તેથી થોડા દિવસો પહેલા શ્રી સ્ટીવ ફોર્બ્સે પોતે જે કહ્યું હતું “આશ્ચર્યજનક રીતે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો સાથે ફોસિલ ફ્યુઅલને બદલવામાં શું સામેલ છે તે શોધવા માટે કોઈએ તેમનું હોમવર્ક કર્યું નથી. જો સૂર્ય ન ચમકે અથવા પવન ન ફૂંકાય તો શું થશે તે અંગે પણ તેઓ પરિબળ ધરાવતા ન હતા”. તેમના આ ક્વોટને દોહરાવું તો તેને કોઈ વધુ સારી રીતે કહી શક્યું ન હોત.
ત્યાર પછી ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સ્પેસમાં અમારી મહત્વાકાંક્ષા પણ એનર્જી ટ્રાન્ઝીશનની સંલગ્નતાથી લાભ મેળવવાની છે. ભારતીય ડેટા સેન્ટર માર્કેટમાં વિસ્ફોટક વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સેક્ટર વિશ્વના અન્ય કોઈપણ ઉદ્યોગ કરતાં વધુ ઊર્જા વાપરે છે અને તેથી ગ્રીન ડેટા સેન્ટર્સ બનાવવાનું અમારું પગલું એક ગેમ ચેન્જીંગ તફાવતકારક છે.અમે અમારા બંદરો પર દોરેલા ક્ષેત્રિય અને વૈશ્વિક સ્તરે જોડેલા અન્ડરસી કેબલ્સની હારમાળા દ્વારા આ ડેટા સેન્ટરોને એકબીજા સાથે જોડીશું અને ગ્રાહક આધારિત સુપર-એપ્સ બનાવીશું જે અદાણીના લાખો B2C ગ્રાહકોને એક સામાન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે. જે સાકાર થયા પછી મોનેટાઇઝેશનની શક્યતાઓ અનંત છે. જેના પર અમારી સોલાર અને વિન્ડ સાઇટ્સ ચાલી રહી છે તે વિશ્વના સૌથી મોટા સસ્ટેનેબિલિટી ક્લાઉડ નિર્માણ કરવાનું કાર્ય અમે હમણાં જ સંપ્પન કર્યું છે. એક જ વિશાળ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાંથી આ તમામ ટૂંક સમયમાં વૈશ્વિક A-I લેબ દ્વારા વધારવામાં આવશે. અદાણી ખાતેના અમારા ડિજિટલ કારોબારમાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહેલા સંલગ્ન સ્થાનોમાંથી આ માત્ર થોડા છે.
જ્યારે મેં અદાણીના રિન્યુએબલ અને ડિજિટલ વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે અદાણી ગૃપના એકબીજાની નજીકના વ્યવસાયોના સમૂહ તરીકે તે વિશાળ નેટવર્કની જેમ કાર્ય કરે છે. આ સંલગ્નતા-આધારિત બિઝનેસ મોડલ અમારી વ્યૂહાત્મક દિશાની જડને વ્યાખ્યાયિત કરે છે. હું વિગતે જણાવું તો.
• અમે ૨૫% પેસેન્જર ટ્રાફિક અને ૪૦% એર કાર્ગો સાથે દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર છીએ.
• અમે ૩૦% રાષ્ટ્રીય બજારમાં હિસ્સા સાથે ભારતમાં સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની છીએ.
• અમે વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ, LNG અને LPG ટર્મિનલ, સિટી ગેસ અને પાઇપ્ડ ગેસ વિતરણમાં ફેલાયેલા ભારતના સૌથી મોટા સંકલિત એનર્જી પ્લેયર છીએ.
• અમે અદાણી વિલ્મરના IPOને પગલે સૌથી વધુ મૂલ્ય ધરાવતી FMCG કંપની છીએ.
• અમે ડેટા સેન્ટર્સ, સુપર એપ્સ, ઇન્ડસ્ટ્રીઅલ ક્લાઉડ, એરોસ્પેસ અને સંરક્ષણ, મેટલ્સ અને પેટ્રોકેમિકલ્સને સમાવતા નવા ક્ષેત્રોમાં અમારો ભાવિ પંથ જાહેર કર્યો છે.
• અમે દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ.
• અમારું માર્કેટ કેપ ૨૬૦ બિલિયન ડોલર છે જે ભારતમાં કોઈપણ કંપની કરતાં વધુ ઝડપથી વિકસ્યું છે.
હું જે મુદ્દો કહેવા માંગુ છું તે એ છે કે – ભારત અતુલ્ય તકોથી ભરેલું છે. વાસ્તવિક ભારતની વૃદ્ધિની વાત હમણાં જ શરૂ થઈ રહી છે. ભારતના આર્થિક પુનરુત્થાન અને વિશ્વની સૌથી મોટી અને સૌથી યુવા લોકશાહી ઓફર કરતી અવિશ્વસનીય મલ્ટિ-ડેક ટેઈલ વિન્ડને સ્વીકારવા કંપનીઓ માટે આ શ્રેષ્ઠ વિન્ડો છે. વિશ્વ પર તેની અસર માટે ભારતના આગામી ત્રણ દાયકા સૌથી નિર્ણાયક વર્ષ હશે.
હું એમ કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું છું કે મારા મંતવ્યો અસાધ્ય આશાવાદી હોવાના કારણે આવે છે. આ આશાવાદ મારા સઢનો પવન છે જેણે ભારતના અમારા વ્યવસાયને સૌથી મૂલ્યવાન વ્યવસાય બનાવ્યો છે. તે અગ્નિ છે જે ભારતની વૃદ્ધિની ગાથામાં મારી માન્યતાને ભડકાવે છે. તે ગગનમાં બ્લ્યુ છે જેને હિન્દુસ્તાનીઓ અમર્યાદનું પ્રતીક માને છે.
લોકશાહી જેનો સમય પાકી ગયો છે તેને રોકી શકાતો નથી અને ભારતનો સમય આવી ગયો છે. હું નિષ્ઠાપૂર્વક માનું છું કે વૈશ્વિક વ્યવસ્થા માટે માત્ર આ ખુશીના સમાચાર હોઈ શકે છે. આર્થિક રીતે એક સફળ લોકશાહી દેશ તરીકે ભારત ઉદાહરણ બની દોરી જાય છે.
ટૂંકા ગાળામાં આપણે જે કરીએ છીએ તે મેરેથોન જેવું દેખાશે. લાંબા ગાળે આપણે જે હાંસલ કરીશું તે સ્પ્રિન્ટ જેવું દેખાશે. હા,દરિયો તોફાની હશે પરંતુ મારો આશાવાદ તે તોફાનને પસંદ કરે છે જે આપણને શાંતતા કરતાં મહાનતા તરફ ઊંચકીને આપણને સામાન્યતા તરફ નીચા બનાવે છે.
હું આપને ભારત ઉપર દાવ લગાવવા અને ભારતની આકાંક્ષાઓ અને સંભાવનાઓને સ્વીકારવા માટે આમંત્રિત કરું છું.