સ્મૃતિવન ભુજ ખાતે દેશ-વિદેશના ટુરીસ્ટસનો મેળાવડો

0
34

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદષ્ટિના કારણે ભુકંપ બાદ કચ્છની કાયાપલટ થઇ ગઇ છે. ઓદ્યૌગિક ક્ષેત્રે કાઠું કાઢ્યા બાદ કચ્છ હાલ પ્રવાસન હબ તરીકે ઉભર્યું છે. કચ્છ પ્રવાસીઓને આકર્ષે તે માટે સરકારે યાત્રાધામ તથા પ્રવાસન સ્થળોનો વિકાસ કર્યો છે અને હજુપણ આ દિશામાં સતત કામગીરી ચાલી રહી છે. જેમાં તાજેતરમાં વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પિત કરાયેલું ભુકંપના દિવગંતોની યાદમાં ભુજના ભુજીયા ડુંગર ખાતેનું સ્મૃતિવન ટુરીસ્ટસ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ પ્રવાસીઓ કચ્છને માણી રહ્યા છે ત્યારે સ્મૃતિવન ખાતે ટુરીસ્ટસનો મેળો જોવા મળી રહ્યો છે. સ્મૃતિવન જોઇને ટુરીસ્ટસના મોંઢામાંથી અચુક શબ્દો સરી પડે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…