મોરબીમાં ગેસ કટિંગ કૌભાંડનો પર્દાફાશ : કચ્છનું કનેકશન ખુલ્યું

0
41

૨૯.૯૮ લાખનો મુદામાલ જપ્ત કરી વાહનોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો : તાજેતરમાં પડાણા અને વરસાણા ચોકડી પર ગેસનો ગેરકાયદે ધંધો કરતા બે ઈસમોની થઈ હતી અટકાયત

મોરબી : તાલુકાના નાગડાવાસ ગામના પાટિયા નજીક સર્વિસ રોડ પાસે ખેતરમાં ગેરકાયદેસર ગેસ કટિંગ કરવામાં આવતું હોઈ પોલીસે ગેસ ટેન્કર, બે કાર અને બાઈક સહીત ૨૯.૯૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ સ્થળેથી કચ્છ પાર્સિંગનું ટેન્કર મળી આવ્યું હતું.મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન નાગડાવાસ ગામના પાટિયા પાસે સર્વિસ રોડની બાજુમાં દેવરાજ સુખાભાઈ બરારીયાના ખેતરમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રક્રિયા કરી ગેસનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળતા તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જે રેડ દરમિયાન અંધારાનો લાભ લઈને વાહનો મૂકી આરોપીઓ નાસી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસે ટેન્કર જીજે ૧૨ ઝેડ ૯૮૧૫ કીમત રૂ ૧૫ લાખ જેમાં ૧૪.૫૨૦ મેટ્રિક ટન કોમર્શીયલ પ્રોપેન ગેસ કીમત રૂ ૧૦,૩૨,૪૭૪ મળીને ૨૫,૩૨,૪૭૪ તેમજ ગેસ સીલીન્ડર નંગ ૭૦ કીમત રૂ ૧,૪૦,૦૦૦, બંને સાઈડ વાલ્વવાળી રબ્બર પાઈપ નંગ ૦૧ કીમત રૂ ૧૦૦૦, કાર જીજે ૦૩ બીડબલ્યુ ૭૩૦૬ કીમત રૂ ૨ લાખ, કાર જીજે ૦૩ એવી ૪૭૦૯ કીમત રૂ ૧ લાખ અને બાઈક જીજે ૦૩ એસ ૮૬૧૧ કીમત રૂ ૨૫,૦૦૦ મળીને કુલ રૂ ૨૯,૯૮,૪૭૪ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે નાસી ગયેલા ઈસમો સામે ગુનોદાખલ કરાયો હતો. તાજેતરમાં વરસાણા-પડાણામાં એસઓજીએ કાર્યવાહી કરી હતી ત્યારે આ કિસ્સામાં કચ્છનું કનેકશન ખુલ્યું છે. અલબત્ત વધુ વિગતો સાપડી શકી નથી.