મોઘવારીની ઐસીતૈસી : ગાંધીધામ વાસીઓએ ફાફડા-જલેબીનો લિજજતથી માણ્યો આસ્વાદ

0
21

વિજયા દશમીના તહેવાર નિમત્તે જય અંબે ફરસાણ માર્ટ, અંબે સ્વીટ એન્ડ નાસ્તા સેન્ટર, સત્યમ ફુડ કોર્ટ અને સત્યમ ફુડસ, ખાવડા સ્વીટ સેન્ટર, ખાવડા ટોપ સ્વીટસ, ન્યુ ઝોનલ ડેરી ફાર્મ એન્ડ સ્વીટસ, ખાવડા સ્વીટસ ગાંધીધામ ભાઈપ્રતાપ સર્કલ, ગોકુલ સ્વીટસ ગાંધીધામતથા ખાવડા લીલાશા સહિતની દુકાનો પર લોકોએ મીઠાઈ ખરીદી માટે લગાવી લાઈનો

ગાંધીધામ : સમગ્ર ગુજરાતમાં આજે દશેરાના પર્વેની ધામધુમથી ઉજવણી થવા પામી રહી છે ત્યારે પંચરંગી પ્રદેશ ગાંધીધામ સંકુલમાં પણ દશેરાના દિવસે ફાફડા જલેબીની જયાફત લિજજતથી માણવામાં આવી હતી. વહેલી સવારથી જ અહી ફાફડા જલેબીનુ ધુમ વેચાણ શરૂ થવા પામી ગયુ હતુ.

નવરાત્રિની નોમની રાત્રીએ ગરબા રમ્યા બાદ ખેલૈયાઓએ  ફાફડા જલેબી પર રીતસરનો તડાકો જ બોલાવ્યો હતો અને ગરબા રમીને ફાફડા જલેબીનો આસ્વાદ મોટા પ્રમાણમાં માણ્યો હતો.

ગાંધીધામ સંકુલમાં પણ વિજયા દશમીના તહેવાર નિમત્તે જય અંબે ફરસાણ માર્ટ, અંબે સ્વીટ એન્ડ નાસ્તા સેન્ટર, સત્યમ ફુડ કોર્ટ અને સત્યમ ફુડસ, ખાવડા સ્વીટ સેન્ટર, ખાવડા ટોપ સ્વીટસ, ન્યુ ોનલ ડેરી ફાર્મ એન્ડ સ્વીટસ, ખાવડા સ્વીટસ ગાંધીધામ ભાઈપ્રતાપ સર્કલ, ગોકુલ સ્વીટસ ગાંધીધામતથા ખાવડા લીલાશા સહિતની દુકાનો પર સવારથી મોટી સંખ્યામાં જલેબી-ફાફડા સહિતની મીઠાઈઓ ખરીદવા લોકોએ લાઈનો લગાડી હતી.

નેાધનીય છે કે, આ વખતે તેલ-ધીના ભાવોમાં વધારો હોવા છતા પણ ગાંધીધામ સંકુલની સ્વાદપ્રિય જનતાએ મોઘવારીની ઐસીતૈસી કરીઅને મોટા પ્રમાણમાં જલેબી ફાફડાની જયાફત ઉઠાવી તથા નાયલોન પાપડી, ખમણ, માંડવી, મિલ્કસ્વીટસ, દેશી ઘીની મીઠાઈઓ, બંગાલી મીઠાઈઓ, કાજુની મીઠાઈઓ, વ્હાઈટ ઢોકળા, ફ્રિઝ કોલ્ડ બંગાળી મીઠાઈઓ સહિતની વસ્તુઓની મોટાપ્રમાણમાં ખરીદી કરી હતી.