ગાંધીધામ-પાલનપુર અને ભુજ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેન શનિ-રવિવાર માટે રદ્દ

0
31

ભુજ : અમદાવાદ ડિવિઝનના પાલનપુર વિભાગના સામખિયાળી અને કિડિયાનગર – આડેસર સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકનંું કામ કરવાનું હોઈ બે દિવસ માટે ગાંધીધામ – પાનલપુર અને ભુજ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરાઈ છે.
મળતી વિગતો મુજબ ટ્રેન નંબર ૧૯૪૦૬/૧૯૪૦પ ગાંધીધામ – પાલનપુર – ગાંધીધામ એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર ર૦૯ર૭/ર૦૯ર૮ ભુજ – પાલનપુર – ભુજ એક્સપ્રેસ તા.૮ અને ૯ ઓક્ટોબરના રદ્દ કરવામાં આવી છે.