બેઝઓઈલની તપાસ મુદ્દે સીએમના આદેશની ગાંધીધામ મામલતદાર દ્વારા ઐસીતૈસી..!

  • અંજારના તટસ્થ નાયબ કલેકટર કેમ ન કરે લાલઆંખ..?

પોલીસતંત્ર ઠેર-ઠેર રાજય સરકારના આદેશને અનુસરી રહી છે, દરોડાઓના આદરી રહ્યુ છે દોર, પરંતુ સેમ્પલીંગ સહિતની કાર્યવાહી માટે પોલીસ જયારે જયારે મામલતદારને સુચન કરે છે ત્યારે મામલતદાર ગાંધીધામ દાખવે છે વિલંબ..!, અથવા તો અન્ય કામમાં રોકાયેલ હોવાની જ વગાડતા રહે છે ટેમ.! : ગુજરાતના મુખ્યપ્રધાનશ્રીના આદેશને અનુસરવા ઉપરાંત કયા એવા મહત્વના કામમાં ગાંધીધામના મામલતદારશ્રી રોકાયેલા હોય છે? : જાણકારોમાથી ઉઠતા આક્રોશ પૂર્વકના સવાલો : બેઝઓઈલની તપાસના નામે ગાંધીધામ મામતલદારને તો થઈ ગયા છે ઘી-કેળા..?

એ ડીવીઝન પોલીસે બેઝઓઈલના શંકાસ્પદ જથ્થોને પકડયો, મામલતદારને જાણ કરાઈ પણ અતી વિલંબીત રીતે આવી કાર્યવાહીમાં મામલતદારનુ પહોંચવુ શુ સુચવે છે?

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમા જ બેઝઓઈલ અને તેમા મિક્ષિગ કેમીકલના હાટડાઓને ડામવા સર્વગ્રાહી દરોડા હાથ ધરવાના આદેશ આપવામા આવ્યા હતા. ખુદ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આ બાબતે પોલીસ-પુરવઠા વીભાગ સહિતનાઓને કડક સુચના આપી ટીમો બનાવી અને બાયોડિજલના વેપલાને અટકાવવાના નિર્દેશ આપી દીધા હતા. પરંતુ ગાંધીધામના મામતલદારશ્રી દ્વારા સીએમના આદેશની પણ ધોરીધરાર ઐસીતેસી જ કરવામા આવી રહી હોવાનો વર્તારો ફરી ફરીને સામે આવવા પામી રહ્યો છે.પોલીસતંત્ર ઠેર-ઠેર રાજય સરકારના આદેશને અનુસરી રહી છે, દરોડાઓના આદરી રહ્યુ છે દોર, પરંતુ સેમ્પલીંગ સહિતની કાર્યવાહી માટે પોલીસ જયારે જયારે મામલતદારને સુચન કરે છે ત્યારે મામલતદાર ગાંધીધામ અતિ વિલંબ દાખવી રહ્યા હોવાની ફરીયાદો વધી રહી છે.અથવા તો અન્ય કામમાં રોકાયેલ હોવાની જ ટેપ.! વગાડતા હોવાનુ પણ વધુ દર્શાયા છે. આવા સમયે જાણકારોમાથી પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે કે, ગુજરાતના મુખ્યપ્રધાનશ્રીના આદેશને અનુસરવા ઉપરાંત કયા એવા મહત્વના કામમાં ગાંધીધામના મામલતદારશ્રી રોકાયેલા હોય છે? કે તેઓ પોલીસનતે રાજયહીતની કાર્યવાહીમાં પણ સહકાર નથી આપતા? બેઝઓઈલની તપાસના નામે ગાંધીધામ મામતલદારને તો ઘી-કેળા જ થઈ ગયા હોય તેમ બનાઈ રહ્યુ છે. હકીકતમાં સ્ટેની ટીમો જયારે અહી તપાસમાં ત્રાટકી રહી છે તેવા સમયે સ્થાનિકના જવાબાદરોએ જ સ્થળ નિરિક્ષણો-જથ્થાના ઝડપી સેમ્પલીંગ સહિતની કાર્યવાહી કરવી જોઈએ અને સરકારના હેતુને બર લાવવો ઘટે તેના બદલે ગાંધીધામના મામલતદારશ્રી તો પોલીસ તેમને જાણ કર્યા છતા પણ સ્થળ પર પહોંચવામાં વિલંબ કરી રહ્યા હોવાની ફરીયાદો વધુને વધુ બહાર આવવા પામી રહી છે. આ બાબતે હકીકતમાં અંજારના કડક અને તટસ્થ નાયબ કલેકટર વાસ્તવિકતા ચકાસે અને મામલતદારશ્રીને જરૂરી સુચનો કરે તે સમયની માંગ બની રહી છે.