ઓસ્લો ઓવરબ્રિજના ઠેકેદાર થકી ગાંધીધામ- કંડલા સંકુલ બાનમાં : તંત્ર-રાજકારણીઓ કેમ ચૂપ?

0
39

  • આ સંઘ ક્યારે કાશી પહોંચશે ?

ઓવરબ્રિજના ઠેકેદારની દાદાગીરી : તદન મંથર ગતીએ ચાલતા કામના લીધે ઔદ્યોગીક સંકુલની ગતિને લાગી ગયો છે બ્રેક : ટાગોર રોડ ગાંધીધામ-કંડલા સંકુલની લાઈનલાઈન સમાન છે, અહી છાશવારે આડેધડ ચાલતા કામો, રસ્તાઓ બંધ કરવાની નીતીઓ થકી સર્જાય છે મેાટા ટ્રાફિક જામ : ૧ મિનિટના માર્ગમાથી પસાર થતા વાહનચાલકોને પરેસેવા છુટી જાય છે, ૧૦ મિનિટનો વીતી રહ્યો છે સમય : ટ્રાફીક જામમાં આડેધડ વાહનો ચાલતા હેાવાથી વિના વાંકે ઘર્ષણ થવાની બની રહી છે ઘટનાઓ

કામ ધોરણસરનું નિતિ-નિયમો અનુસારનું જ થાય છે, અમારા તબક્કે કોઈ જ ચુક રખાતી નથી, ૩૦ જુન સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થશે તેવી અવધિ અમે આપી દીધી છે, અન્ય સવાલો અમને લાગુ પડતા જ નથી : ભાર્ગવભાઈ આહિર(રાધે એસોસિએટસ, ટાગોરરોડ ઓવરબ્રીજનું કામ રાખનાર પેઢીના સંચાલક)

ઓવરબ્રિજનું માટી ભરવાનું કામ ઠેકેદારોને મફતમાં કરી લેવાની દેખાય છે લ્હાય : મફત માટી આપી દેવાની શોધમાં કામ ચાલી રહ્યુ છે તદન ધીમુ : નબળા-લોટ-પાણીને લાકડાવાળા કામના ઓવરબ્રીજમાં કોઈ જ બોલે નહી એટલે રાજકીય છત્રછાયા પણ ઠેકેદારે શોધી લીધી હોવાની છે ચર્ચા : આખાય ગાંધીધામ કોમ્પલેક્ષને બાનમાં લઈ લેનારા ઓવરબ્રિજના ઠેકેદાર-કોન્ટ્રાકટરને છાવરે છે કોણ? યક્ષ સવાલ : કેમ આવા ઠેકેદારના કાન આમળવામાં આવતા નથી..?

ગાંધીધામ નગરપાલીકા, પોલીસતત્ર, આર એન્ડ બી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાઓની માત્ર કાગળ પુરતી રજુઆતોની કાર્યવાહી પણ અહી બની રહી છે ટિકાપાત્ર : આવા ઠેકેદારનો તો લેવો જોઈએ બરાબરનો ઉધડો

માંડવી : ર૦૦૧ના ભુકંપ બાદ કચ્છમાં આવી પડેલા ઔદ્યોગીક એકમો અહીના સ્થાનીક જનજીવનને માટે આર્શવાદરૂપ ઓછા અને અભિશાપરૂપ વધુ નીવડતા રહ્યા છે. વાગડથી લઈ અને અબડાસા લખપત સુધીમાં ઉદ્યોગોના કારનામાઓને લઈને સ્થાનિક વર્ગ, સ્થાનિક જનજીવનની કપરી પરીસ્થિતીઓને લઈને સમયાંતરે લડતો છેડાતી જ રહે છે. દરમ્યાન જ હવે કચ્છના વિશાળ દરીયાઈ પટ્ટા ધરાવતા માંડવી વિસ્તારને પણ પ્રદુષિત કરવાની દીશામાં એક મહાકાય કેમીકલ પ્લાન્ટ બાગ ગામ આસપાસમાં પ્રસ્થાપીત થવાની પેરવી કરી રહ્યો હોવાનું ચર્ચાય છે. હકીકતમાં આ પ્લાન્ટ હજુ અહી આવી નથી ગયો, તેના આગમન માટેની લોકસુનાવણી આગામી છઠ્ઠી એપ્રીલના રેાજ યોજાવવા પામી રહી છે ત્યારે આ પ્લાન્ટની ૧૦ કીમીની ત્રિજયામાં આવતા સૌ કોઈ ગ્રામજનો, જાગૃત નાગરીકો, આગેવાનોને અત્યારથી જ આગળ આવવુ જોઈએ અને આ કંપની દ્વારા આસપાસના વિસ્તાર, ભાતીગળ જીવન, ધંધા રોજગાર, સહિતના પર મોટી માર ન પડી જાય તે માટેની જાગૃતી આણતી ફરીયાદો અને રજુઆતો ઠાલવવા સજજ બનવું જોઈએ.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કચ્છમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે તો તેની સામે ઘણી જગ્યાએ તેનું નુકસાન પણ કચ્છવાસીઓ ભોગવી રહ્યા છે. જિલ્લામાં પવનચક્કીની કંપનીઓના અતિક્રમણના લીધે ગૌચર જમીન તેમજ લીલઝાડીનો સોથ વળી રહ્યો છે ત્યારે હવે કચ્છના દરિયાઈ કાંઠાને પણ પ્રદુષિત બનાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. માંડવીના દરિયાઈ વિસ્તારના બાડા ગામે જીએચસીએલ કંપનીનું સોડા પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જે બાબતે ૬ એપ્રિલના જન સુનાવણી યોજાવાની છે, પરંતુ આ પ્લાન્ટ દરિયાઈ કાંઠાને પ્રદુષિત કરશે તેવી ભીતિ પર્યાવરણવિદ્દો સેવી રહ્યા છે.આ પ્રોજેક્ટ માટે અંદાજીત ૧પ૦ એકર જમીનની દરખાસ્ત કરાઈ છે. આ પ્લાન્ટમાં કાચા માલ જેમ કે મીઠું, કોક, લિગ્નાઇટ, લાઇમ સ્ટોન વગેરેની ઉપલબ્ધતા ધ્યાને રાખી બાડા ગામ નજીક પસંદગી ઉતારાઈ છે. પ્રોજેક્ટ સાઇટથી ૧૦ કિમીની ત્રિજ્યાનો વિસ્તાર મુખ્યત્વે ગ્રામીણ વિસ્તાર છે. અહીંની જમીનમાં રેતીનું પ્રમાણ વધારે છે. આ પ્લાન્ટમાં ૧૨૦૦ લોકોને રોજગારી આપવાની ખાતરી કંપની દ્વારા અપાઈ છે, પરંતુ કંપની સ્થપાયા બાદ અહીંનું પર્યાવરણ જોખમાઈ શકે છે. અહીંના ગ્રીન બેલ્ટ પર કોંક્રીટનું જંગલ ઉભું થવાની દહેશત પર્યાવર્ણવિદો સેવી રહ્યા છે. બાડા ગામે ૩ હજાર ટીપીડીની ક્ષમતાનો લાઈટ સોડા એસ પ્લાન્ટ, ૧પ૦૦ ટીપીડીની ક્ષમતાનો ડેન્સ સોડા એસ, ૬૦૦ ટીપીડીની ક્ષમતાનો સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઘન ઈંધણ આધારીત ૧ર૦ મેગાવોટનો કેપ્ટિવ કો-જનરેશન પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે.બાડા ગામ નજીક સૂચિત પ્લાન્ટની જમીનમાં સરકારી ખરાબા – પડતર જમીન અને ખાનગી બિન પિયત ખેતીની જમીનનો સમાવેશ થાય છે . મોટાભાગની ખાનગી બિન પિયત જમીનનો ઉપયોગ સિંગલ પાક ( મોસમી પાક ) માટે થાય છે. પ્લાન્ટ સ્થપાયા બાદ તેની અસર અન્ય ખેતી પાકો માટે કાયમ પ્રદૂષણકારી રહેશે.ઉલ્લેખનીય છે કે, જીએચસીએલનો આ પ્રોજેકટ આ વિસ્તાર માટે અનેકરીતે મુસીબત ઉભી કરશે. પ્લાન્ટ બન્યા બાદ તેની દુર્ગંધ દૂર સુધી ફેલાશે. બોઇલરોમાંથી નીકળતી રાખ શ્વાછોશ્વાસ સંબંધિત રોગોને જન્મ આપશે. ઘન – જોખમી કચરો જમીન, ભૂગર્ભ જળ અને ખેતી બાગાયતી પાકો માટે નુકસાનકારક સાબિત થશે. ઘોંઘાટ અને ટ્રાફિકના પ્રશ્નો કાયમી બનશે. જીપીસીબી – સીપીસીબી દ્વારા નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરવા તથા ટ્રીટ કરેલું એફલ્યૂઍન્ટ દરિયામાં છોડવામા આવશે, પરંતુ ક્યારેક નાની સરખી બેદરકારી દરિયાઈ જીવસૃષ્ટિને મોટા પાયે અસર પહોંચાડશે તેવી અનેક ભીતિ આ પ્લાન્ટને લઈને સેવાઈ રહી છે.આ બાબતે ઓસ્લો ટાગોર ઓવરબ્રિજનું કામ કરનાર રાધે એસોશીએટસના ભાર્ગવભાઈ આહિરની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, અમે કામ પૂર્ણ કરવાની તીથી ૩૦/૬ સુધીની આપી દીધેલી છે. દિવાળી પહેલા આ કામ પૂર્ણ થવા પામી શકશે નહી. કામમાં ઉપયોગમાં લેવાતી માટી ગેરકાયદેસર રીતે આવી હોવા બાબતે તેઓએ ક્હયુ હતુ કે, અમે માટી ઉપાડવાનુ કોઈ જ કામ નથી કરતા અમારે રોયલ્ટીથી મતલબ છે જે અમે મેળવીને જ કામ કરીએ છીએ. પેટામાં કોઈને કામ અપાયુ હોય અને કદાચ આ કૃત્યુ કર્યુ હોય તો ખ્યાલ નથી. તેઓએ વધુમાં ફલાયએશના વપરાશ બાબતે કહ્યુ હતુ કે, ટાટા પાવર કંપનીએ આ બાબતે જરૂરી લેવા પાત્ર મંજુરી લીધી છે. અમારે ફલાયએશ બાબતે કોઈ જ મંજુરીઓ લેવાની થતી નથી. ડાયવર્જન કાઢવુ તે અમારા ટેન્ડર બીડમાં જ રહેલ નથી. ટેકનીકલી અમારી ટીમ બધી જ ચકાસણીઓ કરી રહી છે બાદમાં જ કામ થાય છે એટલે કામની મજબુતાઈની સામે સવાલો ઉભા કરવા તદન પાયાવિહોણા જ છે.

  • ઝભ્ભાલેંગાધારીનો કયો કિંજલ કરી ગયો કળા?

ઓસ્લો બ્રિજના કામમાં રાજકારણીના પણ ભ્રષ્ટ ધુબાકા : વાડ જ ચીભડાં ગળે છે…!

ઓસ્લો એાવરબ્રીજમાં ૧ ટને ૩૦ રૂપીયા આપવા પડશે..તેવી માંગણી ઠેકેદારથી કયા રાજકારણીએ કરી? ઠેકેદારે મચક ન આપતા કયા રાજકારણીએ અંજારથી પ૦૦ ફેરા માટીના ફેરા કરાવ્યા.? જો કે, જેનો ઠેકો હતો તેણે આ બધા જ ફોટાઓ પાડી, ૧ ટને ૩૦ રૂપીયાની માંગણી કરનાર રાજકારણીને મોકલીને આ બધુ બંધ કરો નહી તો હું અરજી કરુ છુ કે તમે મારાથી પૈસાની માંગણી કરી છે, આ બધો જ ઘટનાક્રમ અંજારમાં કયા રાજકારણીના ઘરે સમાધાનના સ્વરૂપે ઉકેલાયો?

ઓવરબ્રીજમાં માટીના બદલે કાળી ભુક્કી-ફલાયએશ નખાતી હોવાની છે ચકચાર : આર એન્ડ બી વિભાગ-પીસીબીના ભ્રષ્ટ બાબુઓએ ઠેકેદારથી કરી લીધા મેળાપીપણા : કોઈ પણ જાતની પરવાનગી વિના જ ફલોાયએશનો બ્રીજમાં થાય છે આડેધડ વપરાશ

ગાંધીધામ : ઓસ્લો ઓવરબ્રિજના કામમા લોટ પાણીને લાકડાંની સ્થિતીએ ધક્કેલ પચ્ચે દોઢસોંની રીતીનીતીઓ જ કરવામા આવી રહી છે ત્યારે હવે હવે આ ભ્રષ્ટાચારમાં એક રાજકારણીએ પણ ભ્રષ્ટ ધુબાકાઓ મારવાના હવાતીયા મારવાની અજમાયીશ કરી હોવાની ચર્ચા ફેલાઈ રહી છે. કહેવાય છે કે, અહી બ્રીજનુ કામ તો તદન નબળુ, ધીમુ કરવામાં આવી જર રહ્યુ છે અને આખાય ગાંધીધમા સંકુલની પ્રજાને બાનમા લઈને જ આ કામ થાય છે પરંતુ હવે તો ભ્રષ્ટ રાજકારણીઓએ પણ આ બ્રીજના કામમા ભ્રષ્ટ ધુબાકા મારી દીધા હોય તેવી ચર્ચા તેજ બની રહી છે. કહેવયા છે કે, રેતી નાખવાનુ અહી બંધ થયુ છે તેની પાછળ પણ રાજકારણીનો માણસ જ જવાબદાર છે. કહેવાય છે કે, હમણાના ઠેકેદારને રાજકારણીના માણસ કિંજલ કીધુ કે, હુ મોટો હોદેા ધરાવતો રાજકારણી છુ, માટે એક ટને મને ૩૦ રૂપીયા આપવા પડશે. પરંતુ કોન્ટ્રાકટરે ના પાડતા આ કિંજલ નામના શખ્સે ડાયરેકટ સેટીગ કરીને રેતી નાખવાનુ ચાલુ કર્યુ અને એને અજારમાથી રોયલ્ટી વગરની માટીના પ૦૦ ફેરા કર્યા પણ જેનો કોન્ટ્રાકટ હતો એને ત્યાના ફોટો પાડી અને આ રાજકારણીને મોકલ્યા અને કહ્યુ કે, આ બધુ બધ કરો નહી તો હુ અરજી કરૂ છુ કે, તમે મારી પસો ૩૦ રૂપીયા ટન પર માગંંયા અને તમારા માણસે રોયલ્ટી ચોરી કરી છે. મારી પાસે ફોટા છે. ત્યાર બાદ અંજારમાં આ બની બેઠેલા રાજકારણીના ઘરે સમાધાન બેઠક યોજાઈ હતી. તે બાદ મુખ્ય ઠેકેદાર દ્વારા હવે રેતી બંધ કરી અને ફયાલએશ કાળી ભુક્કી અહી નાખવાનુ બંધ કર્યુ છે. એ પણ ખરેખર ગેરકાયદેસર જ છે. ઓસ્લો બ્રીજનુ કામ ચાલુ છે એમા રેતીના બદલે હવે ફયાલસ કોલસાની ભુકી નાખવામા અવો છે. જેની પરમીશન જીપીીસીબ પાસે લેવાની હોય છે. આ લોકોએ લીધી નથી અને સીધા ફલાયસ નાખવાનુ ચાલુ કરી નાખ્યુ છે. અને આર એન્ડ બીના ઈન્જીનીયરપાસે થિકનેશની પરમાશિન લેવાની હોય છે. એ પણ લીધી નથી. જીપીસીબીમાથી પરમીશન આવતા ૩ મહીના થઈ જાય છે એટલે જીપીસીબીમા વહીવટ કરી અને આર એન્ડ ના એન્જીનીયરના એક ગાડી દીક અમુક રકમ ફિકસ કરી દેવાઈ હોવાનુ કહેવાય છે.

  • જાગો ગાંધીધામવાસીઓ જાગો,

નહી તો ઓસ્લો ઓરવબ્રીજ ભુજોડી ઓવરબ્રીજને પણ કહેવડાવશે સારો..!

શહેરીજનો, જમીન-એસ્ટેટથી સંકળાયેલા સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વેપારી સંસ્થાઓ, આગળ આવે, આ ઠેકેદારના કાન આમળે

આમ જ ધીમીગતિએ ભ્રષ્ટ રીતીનીતીથી કામ ચાલ્યુ તો આગામી દિવાળી નહી, હજુ બે દીવાળી સુધી બ્રીજનો આરો નહી આવે : શહેર-સંકુલની પ્રજા ટ્રાફિક જામની પીડાથી સતત પીડતી રહેશે : ડાયવર્જન તો બનાવ્યા જ નહીં, ઠેકેદારે પણ, સર્વિસ રોડ પણ ન રાખ્યા ચાલવા સમાન, આડેધડ રસ્તાઓ કરી નાખે છે બંધ

ગાંધીધામ : ગાંધીધામને ટ્રાફિક મુકત બનાવવા માટે નિર્માણાધીન ઓસ્લો પાસેનો ઓવરબ્રીજ હકીકતમાં ટ્રાફકી સમસ્યા વકરાવી રહ્યો છે અને લોકોને માટે ભારે પીડારૂપ બની રહ્યો છે. આ બ્રીજના ઠેકેદાર ફાટીને ફુલેકે ચડેલ હોય તેમ તદન મનસ્વી રીતે કામ કરી રહ્યો છે. તેનો કોઈ જ તંત્રનો ભય-ડર ન હોય તેમ ઢીલીનીતીઓ અને ભ્રષ્ટ કાવાદાવાઓથી કામ કરતો હોવાનુ કહેવાય છે. ગાંધીધામની પ્રજાએ હવે જાગવાની જરૂર છે. આ ઓસ્લો બ્રીજના કામ જે આડેધડ ચાલી રહ્યુ છે તેને બંધ જ કરાવી દેવુ જોઈએ. ઠેકેદારથી જયા સુધી ઝડપી કામ કરાવવુ, ડાયવર્જન બનાવવુ, ટ્રાફીક વ્યવસ્થા સુદ્રઢ બનાવાય તે બાદ જ કામ ચાલુ કરવા દેવુ જોઈએ. શહેરીજનો, સંકુલવાસીઓ, જમીન એસ્ટેટથી સંકળાયેલા સંગઠનો, ચેમ્બર ઓફ કોર્મસ સહિતની વેપારી સંસ્થાઓએ આગળ આવવુ જોઈએ. આ ઠેકેદારના બરાબરના કામ આળવા જ જોઈએ.