ગોવા રેપ કેસમાં ગાંધીધામનો ફાયનાન્સર ર૮મી સુધી રીમાન્ડ પર

0
79

  • ગાંધીધામથી ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ લઈ પોલીસ ગોવા પહોંચી પણજી કોર્ટમાં રજૂ કરાયો

ખાસ મહિલા અધિકારી તપાસ શરુ કરી : આરોપી વિરુદ્ધ તમામ પુરાવાઓ પોલીસને અપાયા : સ્થાનિકે વિવિધ સંસ્થાઓ અને લડાયક મંચની લીગલ ટીમ ગોવા પહોંચી

ભુજ : સોમવારે ગાંધીધામની કોર્ટે ગોવા પોલીસને રેપ કેસ માટે આરોપીના ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ આપ્યા હતા. ગાંધીધામના ફાયનાન્સરને લઈ ગોવા પહોંચેલી પોલીસે પણજી કોર્ટમાં રીમાન્ડ માંગણી સાથે રજૂ કરતા ર૮મી સુધીના રીમાન્ડ મળ્યા છે. ખાસ મહિલા અધિકારીએ રેપ કેસની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. છ દિવસના રીમાન્ડ દરમિયાન અન્ય ચાર આરોપીઓના નામ પરથી પડદો ઉંચકાશે. ગત ૮મી તારીખે ગોવા પોલીસ મથકે કચ્છની મોડેલ યુવતિએ ગાંધીધામના અનંત ઠક્કર સામે રેપની ફરિયાદ નોંધાવી હતી. ગોવામાં એક સ્પાનો બીઝનેશ શરુ કરવાના બહાને યુવતિને ગોવા બોલાવી કાલનગુટ નજીક આવેલા એક હોટેલમાં ઉતારો અપાવ્યો હતો. જયુશમાં ગેનની ગોળી નાખી દઈ યુવતિને પીવડાવી બેભાન કરી શરીર સુખ માણી તેની અંગત પળો કેમેરામાં કેદ કરી લીધી હતી. સવારે યુવતિ ભાનમાં આવી ત્યારે તે નિઃવસ્ત્ર હતી અને આરોપીએ અશ્લીલ ક્લીપ ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં ફરી એક વખત આરોપીએ તેને ગોવા બોલાવી હતી જયાં તેના ચાર મળતીયાઓ સાથે મળી યુવતિ
પર દુષ્કર્મ આચરાયું હતું. રવિવારે ગોવા પોલીસે કચ્છમાં ધામા નાખ્યા હતા અને ગાંધીધામના ફાયનાન્સ અનંત ઠક્કરની અટકાયત કરી ટ્રાન્ઝીટ રીમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો, સોમવારે કોર્ટે ત્રણ દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ મંજુર કરતા આરોપીને લઈ પોલીસ ગોવા જવા માટે રવાના થઈ હતી. ગોવા ખાતે પહોંચ્યા બાદ કેસની તપાસ ચલાવતા ખાસ મહિલા અધિકારી સંધ્યા ગુપ્તાની ટીમે તેને કોર્ટમાં રીમાન્ડ માંગણી સાથે રજૂ કરતા પણજી કોર્ટે ર૮મી સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે રીમાન્ડ મજુર થતા પણજી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધના તમામ પુરાવાઓ પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, ગોવામાં નોંધાયેલી રેપ કેસની ફરિયાદ બાદ કચ્છ લડાયક મંચની ટીમના પાંચ વકીલોની ટીમ ફરિયાદી યુવતિની તરફેણમાં ગોવા પહોંચી હતી અને પોલીને તમામ આધાર-પુરાવા સુપ્રત કર્યા હતા, જયારે સ્થાનિક પણજીના વકીલો પણ ફરિયાદી યુવતિની મદદમાં જોડાયા હતા. બીજી તરફ, વિવિધ મહિલા સાર્વજનીક સંસ્થાઓ પણ આ મામલાનો વિરોધ કરી સહયોગમાં જોડાઈ હતી તેમ લડાયક મંચના રમેશ જોષીએ કહ્યું હતું.

૧૦ દિમાં છુટો થવાની બણગા ફુકતો અનંત રીમાન્ડ મંજુર થતા જ રોઈ પડયો

ગોવાની પણજીમાં આવેલી કોર્ટમાં રેપ કેસમાં રીમાન્ડ મેળવવા માટે આરોપી અનંત ઠક્કરને રજૂ કરાયો હતો. ૧૦ દિવસમાં છુટો થઈ પાછો ગાંધીધામ આવી જવની ડંફાસો મારતા અનંતના કોર્ટે ર૮મી સુધીના રીમાન્ડ મંજુર કરતા જ આંખમાંથી આસુ વહી પડયા હતા તેમ કોર્ટમાં નજરે જોનારાએ કહ્યું હતું.