ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતા ચાર ઈસમોને પકડયા

0
32


ર૯ લાખ બારોબાર કપાત થયા હતા : આસામ અને કોલકતાથી માસ્ટર માઈન્ડ શખ્સોનો પતો મેળવાયો

ગાંધીધામ : અહીં હરીશ ટ્રાન્સપોર્ટ પેઢીનો મોબાઈલ બંધ થઈ જતા કંપનીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને બારોબાર ર૯.૪૬ લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા, જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે, પૈસા રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા, ત્યાંથી આ પૈસા કુરીયર મારફતે કોલકતા અને આસામમાં મોકલવામાં આવ્યા હતા, જેથી આ દિશામાં તપાસ હાથ ધરીને આસામ અને પશ્ચિમ બંગાળથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં પુલોકેશન રણજીતભાઈ મંડલ, શ્રીબાસ કાંતિ અમલેંદુ બિકાસ, સીન્ટુ જયોત્સના નાગ અને અભિસેક સિંઘ અશોકકુમારસિંઘને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સાયબર ક્રાઈમ પીઆઈ ચીન્મય દેસાઈએ જણાવ્યું હતું. આ કામગીરીમાં સિધ્ધરાજસિંહ અશોકસિંહ ઝાલા, વિક્રમસિંહ નટુભા જાડેજા, દિવ્યરાજસિંહ રઘુભા જાડેજા, વિજયભાઈ નાનજીભાઈ માલોતરીયા, અનિલ રતનજીભાઈ વણાગોટ વિગેરે જોડાયા હતા.