ગાંધીધામ સીજીએસટી ઓડીટ વિભાગનો સુપ્રીટેન્ડેન્ટ ૧ લાખની લાંચ લેતા ઝડપાયો : સીબીઆઈનો સપાટો

0
45

કસ્ટમમાથી સીજીએસટીમાં આવેલા કર્મીએ અગાઉ કલીયર કરેલા કન્ટેનરમાં ઓડીટમાં અડચણો ન કાઢવાની અવેજીમાં ર.૪૦ લાખની રકમ માંગી હતી, જે પેટે એક લાખ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા : કર્મચારીના ઘરે-કચેરીમાંથી પણ સર્ચ દરમ્યાન ૬.પ૦ લાખ મળ્યા, શંકાસ્પદ દસ્તાવેજો પણ કર્યા કબ્જે : ઝડપાયેલા શખ્સને આજે કોર્ટ સમક્ષ કરાશે રજુ

અમે ગઈકાલે કચેરીથી જતા રહ્યા બાદ થયુ હોઈ શકે, સીબીઆઈ કાર્યવાહી બાબતે અમને કાંઈ જ ખબર નથી :શ્રી વી.એન.ખેમાણી (સુપ્રિટેન્ડેન્ટશ્રી ઓડીટ વિભાગ, ગાંધીધામ સીજીએસટી કચેરી)

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં આવેલી કેન્દ્રની સીજીએસટી ભવનમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલી ઓડીટ કચેરી તથા તેના એક કર્મચારીને લઈને ગઈકાલે સર્જાયેલી ઘટનાએ સમગ્ર સંકુલમાં ભારે ચર્ચાનુ આવરણ ઉભુ કરી દીધું હતુ.તે દરમ્યાન જ આજ રોજ સીબીઆઈ દ્વારા સત્તાવાર રીતે રજુ કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર સીબીઆઈ નવી દિલ્હીની ટીમને મળેલી ફરીયાદના આધારે છટકું ગોઠવવામાં આવ્યુ હતુ અને ગાંધીધામ સીજીએસટી કચેરીના ગ્રાઉન્ડ ફલોર પર કાર્યરત ઓડીટવિભાગની કચેરીમાં એસપીકક્ષાના કર્મચારીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડી લીધો છે.આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસીટીગેશન વિભાગ નવી દીલ્હીની ટીમ દ્વારા ગાંધીધામ સીજીએસટી ઓીટ સર્કલના એક સુપ્રીટેન્ડેન્ટને એક લાખની લાંચ લેતા પકડી પાડયો છ. નોધનીય છે કે, સીબીઆઈની યાદીમાં જણાવ્યા અનુસાર આ શખ્સ અગાઉ કસ્ટમવિભાગમાં કાર્યરત હતો તે વખતે એક પેઢી પાસેથી પ્રતિ કન્ટેઈનર કલીયર કરાવવા પેટે ૧૦૦ રૂપીયાની માંગણી કરી હતી અને તે આ પેઢીના કન્ટેનરોને પેટે ર.૪૦ લાખની લાંચ આ શખ્સ દ્વારા માંગવામા આવી હતી. નોધનીય છે કે, આ શખ્સ કંડલા કસ્ટમમાં કાર્યરત હતો ત્યારે તેણે સબંધિત પાર્ટીને પડતર રકમ ચુકવવાની ધમકીઓ આપી હતી નહી તો ઓડીટમાં તેને હેરાનગતી અને કનડગતો કરવામાં આવશે તેમ ચીમકીઓ અપાઈ હતી અને કુલ્લ ર.૪૦ લાખની માંગની સામે ૧ લાખની રકમ ગઈકાલે સાંજે ચુકવવાની બન્ને વચ્ચે સમજુતી થઈ હતી. તે વચ્ચે જ પાર્ટી દ્વારા આ બાબતે સીબીઆઈને ફરીયાદ કરી હતી અને સીબીઆઈ દ્વારા આ કર્મચારીને ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.આ શખ્સને પકડી પાડયા બાદ તેના ઘરની તથા કચેરીની ઝડતી-તપાસ પણ કરવામાં આવી હતી અને ત્યાથી પણ ૬.પ૦ લાખ અંદાજીત તથા શંકાસ્પદ દસ્તાવેજો પણ ઝડપી પડયા હોવાનુ માલુમ પડી રહ્યુ છે. આજ રોજ ઝડપાયેલા શખ્સને જયુરીડીકશન વાળી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીબીઆઈ દ્વારા આ રીતે સીજીએસટી કચેરીમાં સપાટો બોલાવી દીધો હોવાથી ગાંધીધામ સંકુલમાં આવેલી કેન્દ્રીય સ્તરની કચેરીના ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપ જવા પામ્યો છે. તો વળી શહેરમાં આવેલી સી.જી.એસ.ટી. ઈમારતની બહાર એક વેપારીને ઓડિટ વિભાગના કર્મચારીએ મળવા બોલાવ્યો હતો, બાદમાં પૈસાના બે બંડલ ડીકીમાં રાખવા જતો હતો અને બંડલ ડીકીમાં રાખે તે પહેલા જ સીબીઆઈએ દબોચી લીધો હતો. ગાંધીધામ સીજીએસટી ઈમારતમાં અમદાવાદના એસ.પી. કક્ષાના સીબીઆઈના અધિકારીઓના ધામાથી ભારે દોડધામ મચી ગઈ હતી.

કચ્છમાં સીબીઆઈની પેટાકચેરી શરૂ કરવી જરૂરી
ગાંધીધામ : કચ્છમાં હવે કેન્દ્ર સરકાર સલગ્ન કચેરીઓ મોટી સંખ્યામાં કાર્યરત થયેલી છે. અને તેથી જ અહી ભ્રષ્ટાચાર અને ગેરરીતી પણ માજા મુકી રહી છે. તેવા સમયે કચ્છમાં સીબીઆઈની પટા કચેરી કાર્યરત કરવી સમયની માંગ બની રહી છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવો એ કાયદેસર હોય તેવી જ રીતે રકમ માગી રહ્યા છે. જો સીબીઆઈની પેટા ઓફીસ અહી બની જાય તો આપોઆપ આવા ભ્રષ્ટ તત્વો પર નિયંત્રણ આવી જવા પામે.