કાસેઝથી બાંગ્લાદેશના કરોડોના કૌભાંડમાં ગાંધીધામના વેપારીની ડીઆરઆઈ દ્વારા ધરપકડ? : સંકુલમાં ફફડાટ

0
64

  • એજન્સીના સપાટાથી કોનો આદિત્ય(સુરજ) આથમશે?

મસમોટા ગેરકાયદે-હેરફેર ષડયંત્ર કરતી ટોળકીનો થશે પર્દાફાશ : કાસેઝમાંથી બાંગ્લાદેશ માટે એકસપોર્ટ કરવા રસ્તાના માર્ગે નિકળેલા પ૦૦થી વધુ કન્ટેઈનર કસ્ટમવિભાગના લાપરવાહોની સાથે મીલીભગત કરી અને બોગસ રીસીવીંગના બાંગ્લાદેશના કસ્ટમના જવાબદારોના ખોટા સ્ટેમ્પ મારી અને મટીરીયલ લોકલ માર્કેટમાં ડમ્પ કરી દેવાના કેસમાં ગાંધીધામ ડીઆરઆઈની ટીમનો મોટો સપાટો : લાંબા સમયથી ચાલતી તપાસ બાદ ગઈકાલે કાસેઝમાં કાર્યરત યુનિટના માલિકની કરી ધરપકડ

ડીઆરઆઈ દ્વારા લાલઆંખ કરવામાં આવતા ગાંધીધામ સંકુલ-કાસેઝ આલમમાં ભારે ગભરાટ : આ શખ્સની પુછતાછમાં હવે કોના કોના ચડશે તપેલા? પ૦૦થી પણ વધુ કન્ટેઈનર બાંગ્લાદેશના બદલે લોકલ મોકલી કરોડોની ડયુટીચોરીના પ્રકરણમાં અન્ય કઈકની સામેલગીરી હોવાની છે ચકચાર

બાંગ્લાદેશવાળા મોટા ભોપાળામાં કાસેઝ કસ્ટમના કયા અધિકારીની ભુંડિભૂમિકા? આ એ જ કસ્ટમ અધિકારી છે કે, હાલમાં પણ ૧૦ કરોડના સિગારેટ દાણચોરી કેસમાં પણ ઝડપાયેલા મેાબાઈલમાં આ કસ્ટમના અધિકારીની ચેટ-વાતચીત એજન્સીઓના હથ્થે ચડી ગઈ હતી? જો કડક તપાસ કરવામાં આવશે તો આ અધિકારીના પગ તળે બાંગ્લાદેશવાળા પ્રકરણમાં પણ ચોકકસથી ખુલશે નામ!

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં આવેલ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પાછલા કેટલાક સમયથી ગંભીર પ્રકારના મિસડીકલેરેશન કૌભાંડોને સતત અંજામ આપવામાં આવી રહયો છે જેમાંથી કેટલાક પર ગાંધીધામની ડીઆરઆઈની ટીમ દ્વારા બરાબરની કડકાઈથી લાલઆંખ ભરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે પૈકીના જ એક મોટા પ્રકરણમાં ગઈકાલે ડીઆરઆઈએ મોટો હાથ મારી દીધો હોય તેવી ધાક બેસાડતી કાર્યવાહી કરી લેવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો થોડા સમય પહેલા કાસેઝ કસ્ટમની પરમીશન સાથે બાંગ્લાદેશ માટે રવાના થયેલ અંદાજીત પ૦૦થી પણ વધુ કન્ટેઈનર હકીકતમાં બાંગ્લાદેશ ન પહોચ્યા હોવા છતા પણ ત્યાથી કસ્ટમ સહિતના જરૂરી અધિકારીઓના ખોટા-બોગસ સ્ટેમ્પ રીસીવીંગના લગાવી અને ગેરકાયદેસર રીતે જે-તે કોમોડીટીને સ્થાનિક ભારતની બજારમાંથી ઠાલવીને તગડી ડયુટીચોરીનો ગેરલાભ ઉઠાવ્યો હોવાની ઘટના બહાર આવવા પામી હતી. આ વાત ડીઆરઆઈ બાંગ્લાદેશ-દિલ્હીના ધ્યાને આવતા અમદાવાદ ડીઆરઆઈને દોડવી કાસેજમાં ક્રોસ વેરીફીકેશન આ બાબતે કરવામાં આવતા સમગ્ર પ્રકરણનો જે-તે વખતે જ ભાંડાફોડ થયા બાદ ગાંધીધામ ડીઆરઆઈને આ કેસ સલગ્ન તપાસ સોપવામાં આવી હોવાનુ કહેવાય છે અને તે બાદ ગાંધીધામ ડીઆરઆઈના એક સિનિયર ઓફિસર આ કેસમાં સરકાર તરફે કડકમાં કડક રાહે તપાસ કરી અને આ આખીય સિન્ડીકેટની જવાબદારી ફીટ કરતો અહેવાલ રજુ કરતા ગઈકાલે સવારે જ કાસેઝના એક પ્રતિષ્ઠીત અને નામી યુનિટના માલિકની ધરપકડ કરી લેવામાં આવી હોવાનુ સામે આવી રહ્યુ છે. બીજીતરફ આ બાબતે કાસેઝ પ્રશાસન વતીથી અહીના પીઆરઓને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કાસેઝમાં કાર્યરત યુનિટના માલિકને ગઈકાલે તપાસનીશ એજન્સીએ ધરપકડ કરી લીધી છે. આમ તો આ આખુય પ્રકરણ મે કાર્યભાર સંભાળ્યો તે પહેલાનુ હોવાથી વધારે માહીતીઓ મારી પાસે ન હોય તે સ્વાભાવિક છે પરંતુ કાસેઝથી બાંગ્લાદેશ જવા રવાના કરાયેલા કનટેઈનર ત્યાં પહોચવાના બદલે અન્યત્ર જ ઉતર્યા હોવાનો કેસ થવા પામ્યો હોવાની માહીતી તેમની પાસે ઉપલબ્ધ હેાવાનુ જણવાયુ હતુ બાકીની તપાસ હાલના સમયે અન્ય એજન્સી કરી રહી હોવાથી વધુ તેજ આ કેસમાં પ્રકાશ પાડી શકે તેમ જણાવ્યુ હતુ. તો વળી બીજીતરફ ગાંધીધામ ડીઆરઆઈના સુત્રોમાંથી મળતી માહીતી અનુસાર ગઈકાલે સંબધિત યુનિટના માલિકની ધરપકડ કરી હોવાની વાતને બિનસત્તવાર રીતે સમર્થન આપી રહ્યા છે પરંતુ તપાસ ચાલુમાં હોવાથી હાલતુરંત વધુ કંઈ જ પણ કહેવાનુ ટાળવામાં આવ્યુ હતુ.આ પ્રકારની ગાંધીધામ ડીઆરઆઈની કડકાઈ ભરી કાર્યવાહીથી ગાંધીધામ સંકુલની કરચોર-ડયુટીચોરી આલમ અને તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જાણકારો તો કહી રહ્યા છે કે, આમ થવાથી હવે કોનો આદિત્ય(સુરજ)કાસેઝના વેપાર-ધંધાના સામ્રાજયમાં આથમવા પામી જશે? તેવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.

ડીઆરઆઈ હવે કેસને બનાવશે મજબુત :બાદમાં કાસેઝને ફરીથી કરશે રીપોર્ટ
ગાંધીધામ : ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા કાસેઝના એક યુનિટના માલિકની ધરપકડ કરી લેવાઈ છે ત્યારે આ સમગ્ર કેસમાં ડીઆરઆઈ હવે મજબુતાઈથી તપાસ આગળ વધારશે. આ કેસમાં શું મોડસ ઓપરેન્ડી ઉપયોગમાં લેવામા આવી છે, કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો? કોની કોની મદદગારી અને સંડોવણી આ કેસમાં રહેલી છે, તેનાસાધનિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે. અને તે બાદ કાસેઝને તપાસનીશ એજન્સી અહેવાલો સોપશે જે બાદ કાસેજ આ કેસમાં હરકતમાં આવી શકે છે.

કાસેઝમાં કાર્યરત યુનિટનું LOP સસ્પેન્ડ થવું લગભગ નિંશ્ચિત

ગાંધીધામ : કાસેજથી બાંગ્લાદેશ રવાના કરેલા ૩૦૦થી પ૦૦ જેટલા કન્ટેઈનરના પ્રકરણમાં ડીઆરઆઈ એકશનમાં આવી ગઈ છે અને એક શખ્સને ઝડપી પાડયો છે ત્યારે ડીઆરઆઈની વધુ તપાસ બાદ કાસેઝને રીપોર્ટ થશે એટલે સંભવત આ કેસમાં યુનિટનું એલઓપી તો સસ્પેન્ડ થવા પામી જ શકે તેમ છે. પરંતુ હકીકતમાં આવા વેપારીઓની સામે કડકકાઈથી કાર્યવાહી કરી અને બ્લેકલીસ્ટેડ કરવા જોઈએ. નહી તો તેઓ અન્ય નામથી ફરીથી કાસેઝમાં પ્રવેશ મેળવી લેશે અને આવી જ રીતે સરકારની તિજોરીને તગડા ધુમ્બા ફટકારતા રહેશે.

કચ્છઉદયના આંખ ઉઘાડનારા અહેવાલનો પડઘો

કાસેઝથી બાંગ્લાદેશ જવા નીકળેલા કન્ટેઈનરમાં મોટી ગાલમેલને લઈને કચ્છઉદય દ્વારા સચોટ અને આંખ ઉઘાડનારો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેના પડઘારૂપે એજન્સીઓએ ખુબજ જીણવટભરી તપાસ હાથ ધરતા નિર્ણાયક તબક્કે તપાસ પહોચી હોવાનુ દર્શાય છે.

  • દાણચોરો ભાગી-ભાગીને કેટલા ભાગશે?

સંજય-મેહુલને પણ દબોચો : મોટા કડાકા-ભડાકા થશે
ગાંધીધામ : કાસેઝમાં આમીયાચંદ્રના સમયમાં ગુન્હાહિત ઈતિહાસ ધરાવનારાઓને એન્ટ્રી આપવામાં આવી હોય તેમ હવે ઘટનાઓ બહાર આવવા પામી રહી છે. જાણકારો કહે છે કે, કાસેઝથી બાંગ્લાદેશવાળા પ્રકરણમાં એકની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુય આ કેસમાં મેહુલ તથા સંજય નામના શખ્સો પર પણ ગાળીયો કસવો જોઈએ અને તેમની ધરપકડ કરવી જોઈએ. ભાગી ભાગીને હવે આ શખ્સો તપાસનીશ એજન્સીઓથી કેટલા ભાગશે?