ગાંધીધામ વિધાનસભાનાં ઉમેદવાર માલતીબેન મહેશ્વરીનાં ચુંટણી પ્રચારના આરંભ પહેલા ધાર્મિક સ્થળો, સંતો-મહંતોનાં લીધા આશીર્વાદ

0
59

ગાંધીધામ : આગામી વિધાનસભાનાં ચુંટણી પ્રચાર ની શરૂઆત કરતાં પહેલા ગાંધીધામ મતવિસ્તારનાં ભાજપનાં લોકપ્રિય ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ તા.૧૨-૧૧-૨૦૨૨ના રોજ ગાંધીધામ મતવિસ્તારનાં ધાર્મિક સ્થાનોએ જઈને પૂજા અર્ચના કરીને સંતો-મહંતોનાં આશીર્વાદ લીધા હતા. આ શુભપ્રવાસ ની શરૂઆત ગાંધીધામ તાલુકાનાં ભારાપર ગામથી પૂજ્ય હાજલદાદા જાગીરથી શરૂઆત કરી હતી ત્યારબાદ કિડાણા ગામ ખાતે પૂજ્ય તેજપાર મતિયા દેવના સ્થાનકે જઈને આશીર્વાદ લીધા હતા. ત્યારવાદ ધારાસભ્ય તથા તેમની સાથે જાડાયેલા તમામ આગેવાનોએ અંતરજાળ ખાતે સુપ્રસિધ્ધ પવિત્રધામ પાતાળિયા હનુમાન મંદિરે પહોચ્યા હતા, આદિપુર-ગાંધીધામ નાં મુખ્ય રસ્તે આવેલ પંચમુખી હનુમાન મંદિરનાં મંદિરથી થઈને ગાંધીધાનનાં ગુરુકુલમાં આવેલ ગણેશ મંદિર અને સોનલધામ એવા પ્રસિધ્ધ પવિત્ર ધાર્મિક સ્થળોએ જઈને આશીર્વાદ લીધા હતા. છેલ્લે આ ધાર્મિક પ્રવાસના અંતમાં ગાંધીધામ નાં શહેર ખાતે આવેલા ઝુલેલાલ મંદિરનાં પવિત્રધામ ખાતે પૂજા અર્ચના અને આશીર્વાદ સાથે ધાર્મિક પ્રવાસની પૂર્ણાહુતિ કરી હતી. આ સમગ્ર પ્રવાસ દરમ્યાન ગાંધીધામ મતવિસ્તારનાં ભાજપનાં લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી સાથે ગાંધીધામ નગરપાલિકાનાં પ્રમુખ, ગાંધીધામ તાલુકા પ્રમુખ બાબુભાઇ ગુજરીયા, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, જીલ્લા પંચાયત સભ્ય ધનજીભાઈ હુંબલ, ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા, વિજયસિંહ જાડેજા, વનાભાઇ રબારી, નગરસેવકો ભરતભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પરીયાણી, મનોજભાઈ ચાવડા, પ્રવીણભાઈ ધેડા ધર્મેન્દ્રભાઈ મેઘાણી તથા અન્ય ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિતિ રહ્યા હતા.