જી. કે. જનરલ હોસ્પિટલના ઓપ્થલ વિભાગે કોહિનૂર સમાન આંખોના જતન માટે આપી ટિપ્સ

0
37

ભુજ : આ ખૂબસૂરત દુનિયાને જાેવી હોય તો કુદરતે આપેલી અણમોલ ભેટ સમાન પોતાની આંખોને પ્રેમ કરો અને કોહિનૂરની જેમ સાચવવાની સલાહ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ દર વર્ષે ઓકટો.ના બીજા ગુરુવારે ઉજવાતા વિશ્વ દ્રષ્ટિ દિન નિમિતે આપી છે.
જી.કે.ના ચક્ષુ નિષ્ણાત તબીબો એ જણાવ્યું કે, આંખોમાં અનેક તકલીફ જાેવા મળે છે, જેમ કે આંખોમાં દબાણ જેવું લાગે, આંખો થાકી ગઈ હોય એવું લાગે, આંખો સૂકી અથવા વધુ પાણી આવતું હોય અને દર્દ મહેસૂસ થાય, ધૂંધળું દેખાય, આંખમાં ખંજવાળ, બળતરા તેમજ એક જ દ્રશ્ય બબ્બે દેખાય તો સાવધાન થઈ તાત્કાલિક આંખના ડો.ને મળી સારવાર લેવી જાેઈએ. મોતિયો આંખ માટે સૌથી વધુ નુકસાન કારક પરિબળ છે એમ જી.કે.ના આંખ વિભાગના હેડડો. અને પ્રોફ. કવિતા શાહે તેમજ ડૉ.અતુલ મોડેસરાએ કહ્યું હતું .જી.કે.માં એક વર્ષમાં ૭૦૦ જેટલા મોતિયાના ઓપરેશન થતાં હોય છે.
આ અંગેત બીબોએ કેટલીક સાવચેતી રાખવાની બાબતો વિશે સૂચવ્યું કે, કોમ્પુટર, લેપટોપ કે મોબાઈલ સામે વધુ સમય બેસી રહેવું ન જાેઈએ. કોમ્પુટર સામે બેસવું જ પડે તેમ હોય તો પ્રત્યેક ૨૦ મિનિટ કામ કરી પછી ૨૦ ફૂટ દૂર જાેવું અને ૨૦ સેકન્ડ આરામ કરવો. સ્ક્રિનની લાઈટ ઓછી રાખવી, મોબાઇલને આંખોના એંગલથી નીચે રાખવું. જાેકે બાળકોને તો શક્ય હોય ત્યાં સુધી દૂર જ રાખવા.