જી.કે. જનરલ હોસ્પિટલમાં મહિલાની સખત ચેપગ્રસ્ત કિડની દૂર કરી બચાવી લેવાઈ

0
18

ભુજ : અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં રાધનપુરની મહિલાની એક કિડનીમાં સંપૂર્ણ ચેપ લાગી જતાં તેની અસર આખા શરીરમાં ઊભી થાય એ પહેલા જ સર્જરી વિભાગે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કરી ખરાબ કિડની દૂર કરી મહિલાને જાેખમમાં થી બચાવી લીધી હતી.
હોસ્પિટલના જનરલ સર્જન ડૉ. આત્મન વેલાણીએ સફળ સર્જરી બાદ જણાવ્યું હતું કે, રાધનપુરના બહેન રમીલા ઠાકોર સારવાર માટે અમદાવાદ ગયા હતા. ત્યાં તમામ રિપોર્ટના અંતે ઓપરેશન કરાવવા જણાવાયું, પણ કોઈ કારણસર તેમણે જી.કેમાં સારવાર લેવાનું નક્કી કર્યું. તેમની પરિસ્થિતિ જાેતાં તાત્કાલિક નેફ્રોકટોમી લેપ્રોસ્કોપી કરી કિડની દૂર કરી બહેનને બચાવી લીધા. ડો. આત્મન વેલાણીએ કહ્યું કે, આ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી એક એવી શસ્ત્રક્રિયા છે કે જેમાં ચીરા વિના ઓપરેશન કરાય છે. લોહીનો સ્રાવ ખૂબ ઓછો થાય છે.ચેપ લાગતો નથી. ડો.વેલાણીએ છેલ્લા બે વર્ષમાં ૩૦૦ જેટલા ઓપરેશન દૂરબીન વડે કર્યા છે.