જી. કે. જનરલ હોસ્પિટલના આંગણે આવકારની રંગોળી રચાઇ

0
33

ભુજ : દિવાળીને તહેવારનો રાજા ગણવામાં આવે છે. આ તહેવારમાં દરેક ઘર આંગણે રંગબેરંગી રંગોળી જાેવા મળે છે, જે હર્સોલ્લાસ, શુભસંકેત, ધાર્મિક, સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતિકતો છે સાથે એક વિજ્ઞાન પણ છે. રંગોળી બનાવવાથી એકાગ્રતા વધે છે. આંગળી અને અંગૂઠાથી રચાતી રંગોળી આપણામાં સાઇકોલોજી અસર કરે છે. રંગોળીના નિર્માણ બાદ ખુશી અને આનંદની સ્કારાત્મક અસર થાય છે. ચિરોળી કલરમાં સૂક્ષ્મ ક્રિસ્ટલ એનર્જી હોવાથી તે અંગૂઠા અને આંગળી વચ્ચે સ્પર્શ થતાં તેની અસર સમગ્ર શરીરને થાય છે. રંગોળીના વિવિધ નવરંગી કલર આપણું મન પ્રફુલ્લિત કરે છે. આવી વિવિધ ભાત ઉપસાવતી રંગોળી જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના આંગણે સજાવાઈ છે. આ રંગોળી હોસ્પિટલમાં કાર્યરત વિવિધ વિભાગો જેમ કે નર્સિંગ, ક્વાલિટી, એડમીન, અને પેરમેડિકલ સ્ટાફની બહેનોએ પોતાની ખુશીનું રંગોળી સ્વરૂપે આહ્‌વાન કર્યું છે.