ઓસ્લો ઓવરબ્રીજવાળા ઠેકેદારને મજા- ગાંધીધામના ટેક્ષપેયર પ્રજાજનોને સજા

0
40

જુઓ તો ખરા..કેવી છે પ્રજાજનોની કમનશીબી..!

ઓવરબ્રીજના ઢીલાકામોન એકાએક જ ઝડપ આપવાની આવી ઉતાવળ : બ્રીજવાળા ઠેકેદાર સાથે જાણે કે વીજતંત્રએ સેટીંગ કર્યુ હોય તેમ રાતોરાત ગણતરીના કલાકોમાં જ વિજથાંભલાઓ કરી દીધા દુર, અનેકવિસ્તારોમાં વિજળી ગુલ્લ થતા છવાઈ ગયો અંધારપટ, પ્રજાજનો આવી ગયા બાનમાં

સામાન્યઃત પણ કોઈ વ્યકિતને વીજપોલ દુર કરાવો હોય તો પીજીજીસીએલમાં સાત કોઠા ભેદવાની સ્થિતી આવી જાય
અને તે પછી પણ વીજપોલ દુર થવો બની જાય કપરૂં કામ, જયારે ઓવરબ્રીજવાળાએ એવો તો કયો જાદુ કરી
દીધો કે, સાગમટે ઘણા બધા થાંભલાઓ કરી દીધા દુર? શહેરીજનોમાં ફેલાયો ભારે કચવાટ

ગાંધીધામ : પૂર્વ કચ્છમા સાડા સાતીની પનોતીની ચર્ચાઓ પાછલા કેટલાય સમયથી એક પછી એક વીષયોને લઈને સતત બહાર આવવા પામતી જ રહે છે. દરમ્યાન જ હવે ફરીથી આ સાડાસાતીની પનોતી ચર્ચામાં આવી રહી છે. કહેવાય છે કે, આજથી અમુક વર્ષ પહેલા આડેસર પટ્ટામાં એક અધિકારી તૈનાત કરાયા હતા અને તેઓએ તે વખતે એક ઈનોવા ગાડી અંગ્રેજી દારૂ ભરેલી ઝડપી પાડી હતી અને સણવાવાળા વેશુ અને રાણાની ભાગીદારીની હોવાનુ મનાઈ રહ્યુ છે. આ ગાડીમાં જેટલી મોટી માત્રામાં માલ ભરેલો હતો તેના બદલે સબંધિત આડેસરવાળા અધિકારીથી સેટીગ કરી અને સબંધિત ઈનોવાના ડ્રાયવર અને ગાડીના બદલે અન્ય ડ્રાયવર અને નાનકડી ગાડી દેખાડી દેવામા આવી હતી. દારૂનો જથ્થો પણ માત્ર ચાર જ પેટી દેખાડાઈ હતી. જે સેટીંગમો તે વખતે ૩૦ લાખ રૂપીયાનો વહીવટ થઈ ગયો હોવાનુ કહેવાય છે.હવે આડેસર પટ્ટામાં આ ૩૦ લાખ રૂપીયામાં વહીવટ થયાનુ કચ્છની સાડાસાતીની પનોતીને ખબર પડી એટલે તે તરત જ આડેસરવાળા અધીકારી પાસે પહોચી ગયા અને યા તો કેસ કરો અથવા તો પછી ભુજવાળા મોટા સાહેબ સુધીનાઓને આ વહીવટમાથી રકમ આપોની જ ચીમકી આપી દીધી હતી. અને તે ૩૦ લાખમાથી આ સાડાસાતીની પનોતીએ રપ લાખ રૂપીયા ભુજવાળા મોટા સાહેબના નામે તેમાથી પડાવી લીધા હતા. અને તે વખતે ભુજવાળા મોટા સાહેબને તો માત્ર ૧૦ જ પેટીઓ પહોચી હતી તો પછી બાકીના ૧પ લાખ તે વખતે આ સાડાસાતીની પનોતી ખુદના જ ગજવામાં સેરવી ગઈ હતી તેમ માનવુ વધુ પડતુ નહી કહેવાય.જાણકારો કહી રહ્યા છે કે, આ જે-તે વખતે ગુન્હો બન્યો તે સમયના સીસીટીવી ફુટેજ ચકાસે તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે. હવે જોવાની વાત એ છે કે, આડેસરવાળા જે-તે સબંધીત અધિકારીની સામખીયાળીમાં બદલી કરવામાં આવી છે. ત્યારે પણ કચ્છની
સાડાસાતીની આ પનોતી ફરીથી તે જ અધિકારીને લાગુ પડી ગઈ છે અને પુછયુ છે કે, શું આડેસરવાળી અહી સામખીયાળીમાં તુ નહી કરે? કહેવાય છે કે, આડેસરમાં જે ચેકપોસ્ટ હતી ત્યાં પણ સબંધિત આડેસરવાળા અધિકારી તેમના સમયકાળમાં રાજસ્થાન તરફથી આવતી બસોમાં પોશ ડોડાવાળાઓની ઝડતી લઈ અને એક એક બસમાંથી ૪૦થી પ૦ હજારનો દલ્લો પાડી લેતા હતા. એટલે મહીને આ આંક ચારથી પાંચ લાખનો આરામથી પહોચી જતો હતો.
હવે તે વખતે આડેસર હતી હાલમાં સુરજબારી ચેકપોસ્ટ સામખીયાળીને લાગુ પડી શકે તેમ છે તો અહી પણ આ જ બધા ગતકડાઓ થવાની પુરે પુરી શકયતાઓ જાણકારો દ્વારા સેવાઈ રહી છે. આ બાબતના જાણકારો તો હવે એમ જ કહી રહ્યા છે કે, હવે લુંટારૂ તત્વોએ અન્ય ધંધાઓ શોધવા પડે તેમ છે કારણ કે, ખાખીધારીઓ જ હવે તો લુંટારૂઓની ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.