ર થી ૭ ડિસેમ્બર સુધી : એલએલડીસી મ્યુઝિયમની ઈન્સ્પીરેશન ગેલેરી મુલાકાતીઓ માટે બંધ રહેશે

0
97

૮ ડિસેમ્બરથી વણકર વિશ્રામ વાલજી પરિવારની વણાટકામ સાથેની સફરનું પ્રદર્શન

ભુજ : શ્રૃજન સંચાલિત અજરખપુર ભુજ ખાતે આવેલ ક્રાફટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્ન્િંાગ ડિઝાઈન સેન્ટર ખાતે કચ્છના વિવિધ હસ્તકળાઓના કારીગરોને સમર્પિત ઈન્સ્પીરેશન ગેલેરી (પ્રેરણા ગેલેરી)માં દર ચાર મહીને બદલાતા પ્રદર્શનોમાં દુનિયાભરની હસ્તકળાઓ-એમ્બ્રોઈડરો, વિવીંગ, પેઈન્ટીંગ વગેરેની વિવિધ શૈલીઓ અને આકર્ષક સ્વરૂપોના નમુનાઓને આધુનિક રીતે અનોખા અંદાજથી રજુ કરાય છે.આ પ્રક્રિયાના ભાગરૂપે હાલમાં ફરી આ કામગીરી શરૂ કરવાની હોઈ તા. ર ડિસેમ્બર થી ૭ ડિસેમ્બર ર૦રર બુધવાર સુધી આ મ્યુઝિયમ ગેલેરી મુલાકાતીઓ માટે સદંતર બંધ રહેશે. તા. ૮ ડિસેમ્બર ગુરૂવારથી ફરી નવું પ્રદર્શન- વણકર વિશ્રામ વાલજી પરિવારની વણાટકામ સાથેની સફર ના નવા સ્વરૂપ સાથે મ્યુઝિયમ ગેલેરી ખુલ્લી મુકવામાં આવશે.ઈન્સ્પીરેશન ગેલેરીમાં જગતભરના બેનમૂન વિવિધ નમૂનાઓને પ્રદર્શિત કરાય છે અને દર ચાર મહીને બદલનારા એક એકથી ચઢીયાતા પ્રદર્શનોને એક સ્થળે નિહાળવા તે એ લ્હાવો છે. આ વિવિધ પ્રદર્શનો પૈકીનું પ્રથમ પ્રદર્શન ચિત્રકારો, બ્લોક પ્રિન્ટરો અને ભરતકામના કારીગરોની અદ્‌ભુત કૃતિઓના સન્માન માટે રીલીજીયસ ટેક્ષટાઈલ્સ પ્રદર્શિત થયું હતું. જેમાં પીછવાઈ, માતાની પછેડીને ફડ પેઈન્ટીંગ સ્વરૂપે ઉદ્‌ઘાટીત થયેલું. ત્યારબાદ આ રીલીજીયસ ટેક્ષટાઈલ્સનું પ્રદર્શન પુર્ણ કરી નવું દ્વિતીય પ્રદર્શન આરી એક ટાંકો વૈવિધ્યસભર ભવ્ય ભરતકામનો શુભારંભ થયેલો, ત્યારબાદ તૃતિય પ્રદર્શન ઝરી, વસ્ત્ર અને ધાતુનો સંવાદ, ચોથું પ્રદર્શન બનારસ- વાર્તા કિનખાબની, પાંચમું પ્રદર્શન તનછોઈ (હાથ વણાટકામની એક અનેરી શૈલી), છઠું પ્રદર્શન પ્લાય સ્પલીટ બ્રેડિંગ યોજવામાં આવ્યો હતો. જયારે હાલમાં, સાતમું પ્રદર્શન જે પુર્ણ થયું તે સિંધ અને કચ્છમાં ભરતકામથી જાેડાયેલાનું પ્રદર્શન ચાલુમાં હતું.